લોનાવાલામાં એક્સ બોયફ્રેન્ડ સાથે આવી હરકત કરતી દેખાઈ જાન્હવી કપૂર, ફોટા થયા વાયરલ

૬ માર્ચ ૧૯૯૭ના રોજ જન્મેલી જાહ્નવી કપૂર આશરે ૨૨ વર્ષની છે. તેમણે બોલીવુડમાં હજુ સુધી માત્ર એક જ ફિલ્મ ‘ધડક’ કરી છે. આમ તો તેમ છતાં પણ તે આજે બોલીવુડમાં જાણીતું નામ છે. એવું ઘણું ઓછું બને છે. જયારે એક કલાકાર માત્ર એક જ ફિલ્મ કરી આટલા ફેમસ થઇ જાય છે. આમ તો જાહ્નવીની આ લોકપ્રિયતામાં તેનું શ્રીદેવીની દીકરી હોવું પણ મુખ્ય ભાગ ભજવે છે. જયારે તેની માં એટલી મોટી સુપરસ્ટાર હતી તો દીકરીનું પોપુલર થવું સ્વભાવિક જ હતું. જાહ્નવી પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં આવતી રહે છે.

સોશિયલ મીડિયા ઉપર જાહ્નવીની તસ્વીરોનું જ રાજ રહે છે. તે સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે. અહિયાં તેના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. એટલા માટે જાહ્નવી જયારે પણ કોઈ નવા ફોટા નાખે છે, તો તે ફેંસ વચ્ચે ચર્ચાનો વિષય પણ બની જાય છે. હાલના દિવસોમાં જાહ્નવીનો એક છોકરા સાથે ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં જાહ્નવી અને તે છોકરો એક બીજા સાથે નજીકની મોમેન્ટ શેર કરતા જોવા મળી રહ્યા છે.

જેમ કે તમે ફોટામાં જોઈ શકો છો જાહ્નવી આ છોકરા ઉપર પોતાની કોણી રાખીને ઉભી રહી આરામથી ચોંટીને ફોટો પડાવી રહી છે. તે દરમિયાન બંનેના ચહેરા ઉપર હાસ્ય છે. જાહ્નવીએ ગુલાબી પેંટ ઉપર સફેદ પ્રિન્ટ વાળું બ્લુ શર્ટ પહેર્યું છે, જયારે તે છોકરાએ બ્લેક પેંટ ઉપર પિંક ટીશર્ટ પહેર્યું છે. હવે તમારા મનમાં પણ એ પ્રશ્ન ઉઠી રહ્યા હશે કે તસ્વીરમાં દેખાતો આ છોકરો ખરેખર કોણ છે. આ છોકરાનું નામ શિખર પહાડીયા છે.

શિખર જાહ્નવીનો એક્સ બોયફ્રેન્ડ એટલે પૂર્વ પ્રેમી છે. એક સમયમાં તે બંને એક બીજાને ડેટ કરતા હતા. પાછળથી તેનો બ્રેકઅપ થઇ ગયો હતો. આ લેટેસ્ટ ફોટો જોઈને તો હવે એવું લાગી રહ્યું છે કે તેનું ફરીથી પેચઅપ થઇ ગયું છે. આમ તો શિખર પૂર્વ મંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે.

જાહ્નવીના ફિલ્મ ડેબ્યુના સમયથી જ તેનું નામ એક્સ બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે જોડવામાં આવી રહ્યું છે. શિખર જાહ્નવીની ડેબ્યુ ફિલ્મ ‘ધડક’ નું સ્ક્રીનીંગ ઉપર પણ હાજર હતા. તે જાહ્નવી માટે ઈંસ્ટાગ્રામ સ્ટોરી પણ પોસ્ટ કરી ચુક્યા છે. પાછળથી ખબર આવી હતી કે તેનો બ્રેકઅપ થઇ ગયો છે.

આમ તો આ લેટેસ્ટ આઉટીંગના ફોટા જોઈ એવું નથી લાગતું. આ ફોટા લોનાવાલાના બતાવવામાં આવી રહ્યા છે. ફોટા જોઈ સ્પષ્ટ થાય છે કે તે બંને એક બીજા સાથે ઘણો સારો સમય પસાર કરી રહ્યા છે. તે હાલના દિવસોમાં તેમની વચ્ચે પ્રેમ ચાલી રહ્યો છે, તો અમે જાહ્નવી કપૂરના ભવિષ્ય વિષે ઓલ દ બેસ્ટ કહીએ છીએ.

વર્કફ્રંટની વાત કરીએ તો જાહ્નવી આવનારા સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે. ‘દ કરગીલ ગર્લ’ ફિલ્મમાં તે ગુંજન સક્સેનાની ભૂમિકામાં જોવા મળશે. તે એક બાયોપિક ફિલ્મ હશે. તેની સાથે જ ‘દોસ્તાના ૨’, ‘તખ્ત’ અને ‘રુહી આફ્જા’ જેવી ફિલ્મોમાં પણ તમે જાહ્નવીનો અભિનય જોઈ શકશો. તે પણ સમાચાર છે કે ‘મિસ્ટર લેલે’ માં તે વરુણ ધવનના આપોજીટ જોવા મળશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.