કેન્દ્ર સરકારે આ વર્ષે દેશ આખામાં નવો મોટર વ્હીકલ કાયદો લાગુ પાડ્યો છે. જેની હેઠળ મોટો દંડ અને સજાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે દેશભરમાં ૧ સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ કાયદો લાગુ પાડી દીધો છે જેની હેઠળ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવા ઉપર મોટો દંડ અને સજાની જોગવાઈ છે. પરંતુ ગુજરાત કદાચ એકમાત્ર દેશનું એવું રાજ્ય બની ગયું છે. જેણે કેન્દ્રના નવા મોટર વ્હીકલ કાયદા હેઠળ ટ્રાફિક નિયમ ઉલ્લંઘન કરવા ઉપર લાગતા દંડ અને સજાની રકમને કેટલાય ગણા સુધી ઘટાડી દીધી છે. સાથે જ ટ્રીપલ સવારીમાં છૂટ આપવામાં આવી છે.
અને હવે ગુજરાતની વિજય રૂપાણી સરકારે ગુજરાતના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ન પહેરવાની છૂટ આપી દીધી છે. આમ તો હજુ પણ નેશનલ હાઈવે ઉપર હેલ્મેટ પહેરવાનું ફરજીયાત રહેશે. સીએમ વિજય રૂપાણીએ એક ટ્વીટ કરીને આ જાણકારી આપી. ગુજરાત સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણય મોટા પ્રમાણમાં અસુવિધાઓની ફરિયાદો આવ્યા પછી લીધો.
આવી રીતે ઘટી દંડની રકમ
નવા કાયદામાં હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતી વખતે પકડાઈ જવા ઉપર ૧૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ હતી. પરંતુ ગુજરાતમાં આ અડધો કરી ૫૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. સાથે જ બે પૈડા વાળા વાહનો પાસે વધુ લોકોના બેસવા માટે ૧૦૦૦ રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાતમાં તેને ઘટાડીને ૧૦૦ રૂપિયા કરી દીધો છે.
સીટ બેલ્ટ પહેર્યા વગર પકડાઈ જવા ઉપર ૧૦૦૦ રૂપિયાનો દંડ ઘટાડીને ૫૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. સાથે જ બીજા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન ઉપર જેમ કે લાયસન્સ કે વીમો કે પીયુસી વગર ગાડી ચલાવવા, કે દારુ પી ને ગાડી ચલાવવા જેવી બાબતોમાં પણ દંડની રકમ ઘટાડી દેવામાં આવી છે.
ગુજરાત સરકારનો મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય.
હવે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે નહિ. નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે નહિ. સ્ટેટ અને નેશનલ હાઇવે તથા એપ્રોચ રોડ પર હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે.
— Vijay Rupani (@vijayrupanibjp) December 4, 2019
સીએમ રૂપાણીએ જણાવ્યું કે લોકહિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ટ્વીટમાં હેલ્મેટ ઉપરથી પ્રતિબંધ દુર કરવાના નિર્ણયને લોકહિતમાં ગણાવ્યો છે. આમ તો તેમના આ નિર્ણયની અસર દેશના બીજા રાજ્યો ઉપર પણ જોઈ શકાય છે. ખાસ કરીને આ પહેલા જયારે ટ્રાફિક નિયમ ઉલ્લંઘન ઉપર લાગતાં દંડની રકમને ગુજરાત સરકારે ઓછી કરી હતી, તો બીજા રાજ્યોએ પણ ગુજરાત સરકારના નિર્ણય ઉપરથી દંડની રકમ ઘટાડી દીધી હતી. તેવામાં હવે હેલ્મેટમાં છૂટની માંગણી પણ બીજા રાજ્યોમાં ઉઠી શકે છે.
આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.