ગાંધીજી પહેલા સુરતના વૈષ્ણવ અને જૈન વેપારીઓએ સત્યાગ્રહ કર્યો હતો, અદાણી-અંબાણી સાથે છે આ કનેક્શન. 

અંબાણી અને અદાણી આ બંનેની સ્પર્ધા એ વૈષ્ણવો-જૈન બંને વાણિયાઓ વચ્ચે કઈ નવી બાબત નથી.

દુનિયાને પોતાના ધંધાદારી સૂઝબૂઝથી ધ્રુજાવનારા વિરજી વોરા ( જૈન ) અને ભીમજી પારેખ ( વૈષ્ણવ ) બંને ધંધાદારીઓ હતા જેઓ દુનિયાના સૌથી તવંગર અને ધંધાદારી પેઢીઓ ચલાવતા હતા.

વિરજી અને ભીમજી પાસે એટલો પૈસો હતો કે આખું પોર્ટુગલ-સ્પેન-ઈસ્ટ ઈન્ડિયા કંપની તેઓ પાસેથી વ્યાજે પૈસા લઈ જતાં હતા. અને શિપિંગમાં ફક્ત આ બે વેપારીઓની આણ પ્રવર્તતી હતી.

ભીમજી પારેખ ( વૈષ્ણવ ), વિરજી વોહરા ( જૈન ) અને શાંતિદાસ ઝવેરી ( જૈન ). સોળમી સદીમાં આ ત્રણ ઉદ્યોગપતિઓ દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં શામેલ હતા. આ ત્રણ ઉદ્યોગપતિઓ પાસેથી તે સમયે બ્રિટિશરો અને પોર્ટુગીઝ કંપનીઓ વ્યાજે ઉધાર લઈ જતાં અને તેઓના જહાજો વાપરતા.

જ્યારે ઔરંગઝેબના સમયમાં સુરતના વેપારીઓ ઉપર જેહાદી જાનવરોએ દમ ન ગુજાર્યો અને સુરતના બંદરો ઉપર ઈસ્લામિક નીતિ મુજબ રાજ ચલાવવામાં આવ્યું.

કનૈયાલાલ મુન્શી એ એવો પણ દાવો કર્યો હતો કે, ભીમજી પારેખના શિવાજી સાથે ખૂબ સારા સંબંધો હતા અને ભારતનું પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ તેઓએ શિવાજી સાથે મળીને શરૂ કર્યું હતું અને તેનો મુખ્ય આશય હિન્દુ શાસ્ત્રોને કાગળ સ્વરૂપે છાપવાનો હતો. કેમકે પોર્ટુગીઝ દ્વારા બાઇબલ ગોવામાં છપાવી અને લોકોમાં વહેંચવાની શરૂઆત કરી દેવામા આવી હતી. પરંતુ ભીમજી પારેખનું પ્રિન્ટિંગ પ્રેસનું કામ આગળ જતાં પડી ભાંગ્યું.

જેના થકી જેહાદીઓએ સુરતમાં બે-ત્રણ મોટા જૈન-હિન્દુ વેપારીઓને જ બરદસ્તી મુસ્લિમ બનાવ્યા અને જેના લીધે કેટલાક વેપારીઓએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા કરતાં જીવન ટૂંકાવવાનું પસંદ કર્યું. મંદિરો અને દેરાસરોનો ધ્વંસ કરવામાં આવ્યો.

જેની સામે ભીમજી પારેખ, શાંતિદાસ ઝવેરી અને વિરજી વોહરાએ સમગ્ર ગુજરાતનાં વેપારીઓ/મહાજનો/પંચો સાથે ઔરંગઝેબ સામે આંદોલન કર્યું.

1669 માં સમગ્ર ગુજરાત બંધનું એલાન આપ્યું. બધા બંદરો/પેઢીઓ/ફેક્ટરીઓ/ટ્રાન્સપોર્ટ બધુ 3 મહિના સુધી બંધ રહ્યું.

લંડન ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ગવર્નરે જે નોંધ્યું તે મુજબ, “સમગ્ર સુરતમાં અંધાધૂંધી પ્રવર્તે છે ભારતના પ્રદેશોમાં શાકભાજી અને કરિયાણું ની કિલલત પડી છે ડચ અને અંગ્રેજો અને મુસ્લિમોનો ધંધો પડી ભાંગ્યો છે અને આ નરાધમો નમતું જોખતા નથી.”

અત્યંત જુલ્મો ગુજારવા છતાં ગુજરાત 3 મહિના બંધ રહ્યું અને કોઈ પેઢી ખૂલી નહીં. અને એક સાથે 8000 વેપારીઓએ સુરતથી ભરૂચ હિજરત કરી.

ભરૂચના જે વહીવટકર્તાએ ઔરંગઝેબને પત્ર લખ્યો કે, જો આ જેહાદી આડંબર બંધ ના થયા તો મુગલોની બધી સત્તા ખતમ થઈ જશે.

આ હડતાળે એટલું ઉગ્ર સ્વરૂપ પકડયું કે આર્થિક માર સહન ના થતાં ઔરંગઝેબ એ સુરતના વેપારીઓને પત્ર લખ્યો કે, હડતાળ પાછી લો અને તમે બધા સુખચેનથી રહો હવે પછી આવી ભૂલ હું કદી નહીં કરું.

ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ કર્યો હતો પણ તેઓના પ્રથમ સત્યાગ્રહના 250 વર્ષ પહેલા સુરતના વૈષ્ણવ અને જૈન વેપારીઓએ સત્યાગ્રહની તાકાત બતાવી દીધી હતી.

જે ઇતિહાસનું વણવખણાયેલું પાનું છે.

આ આખો ઇતિહાસ ખૂબ સરસ રીતે ઇતિહાસના પાનાઓમાં લખાયેલો છે. અને આમા કોઈ મીનમેખ નથી.

– સાભાર ગુજરાત અગેઈન્સ્ટ બ્રેકીંગ ઇન્ડિયા ફોર્સ.