જૈસ એ મોહમ્મદના અડ્ડાનું બળી જવું, મસુદ અઝહરનું મરી જવું. આ સમાચારને હજુ સુધી અધિકારિક પુષ્ટિ મળી નથી.

મસુદ અઝહરની મોતની ખબર થઈ રહી છે વાયરલ, એયર સ્ટ્રાઈકમાં થયો હતો ઘાયલ, ઘણા દિવસોથી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર.

ભારત દ્વારા કરવામાં આવેલી એયર સ્ટ્રાઈકમાં આતંકી સંગઠન જૈસ એ મોહમ્મદના ચિફ મસુદ અઝહર મરાય ગયો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની સારવાર દરમિયાન મોત થઇ છે. પાકિસ્તાનની મીડિયાના સમાચાર મુજબ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં હાજર જૈશના જે ટ્રેનિંગ કેમ્પ પર બોમ્બ ફેંક્યા હતા એ ટ્રેનિંગ કેમ્પની અંદર મસુદ અઝહર પણ હાજર હતો.

એવું માનવામાં આવી રહ્યું છે કે બાલાકોટના ટ્રેનિંગ કેમ્પ પર કરવામાં આવેલા હુમલામાં મસુદ અઝહર ખરાબ રીતે ઘાયલ થયો હતો. જે પછી મસુદ અઝહરનો ઈલાજ પાકિસ્તાનની સેનાના હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો અને આ હુમલામાં તે એટલો ખરાબ ઘાયલ થયો હતો કે તેની ઇલાજ દરમિયાન મૃત્યુ થઈ ગઈ.

૨ માર્ચે થયું હતું મૃત્યુ (મૃત્યુની હજુ સુધી અધિકારિક પુષ્ટિ થઈ નથી)

મીડિયા રિપોર્ટની વાત માનીએ તો ૨૬ ફેબ્રુઆરીએ ભારત દ્વારા કરવામાં આવેલા એયર સ્ટ્રાઈકમાં ઘાયલ થયેલા મસુદ અઝહરની ૨ માર્ચે મૃત્યુ થયું છે. મસુદ અઝહરનો ઈલાજ રાવલપિંડીની હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો અને આજ હોસ્પિટલમાં મસુદ અજહરે પોતાના છેલ્લા શ્વાસ લીધા છે. પરંતુ આ મૃત્યુ થયાના કોઈ અધિકારિ દ્વારા પુષ્ટિ મળી નથી.

રિપોર્ટ્સ મુજબ એયર સ્ટ્રાઈકના સમયે મસુદ અઝહર કેમ્પમાં સૂઈ રહ્યો હતો. રાવલપિંડીની હોસ્પિટલમાં ૨જી માર્ચે એનું મૃત્યુ થયું છે. હાલમાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશી સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો હતો કે જૈશ ચીફ મૌલાના મસુદ અઝહર પાકિસ્તાનમાં છે, પરંતુ તેની તબિયત ખૂબ ખરાબ છે.

પાક પત્રકારના તરફથી આવ્યો છે આ ઓડિયો :-

આ ઓડિયોમાં પાકિસ્તાનના પત્રકારના તરફથી સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવી રહ્યો છે. અને આ પત્રકારનું નામ તાહા સિદ્દીકી છે. જે પાકિસ્તાન દેશ માંથી નિષ્કાશીત કરવામાં આવ્યા છે. તાહા સિદ્દીકી એ આ ઓડિયો હાલમાં જ ટ્વિટ કર્યો છે. હવે આ ઓડિયો કેટલો સાચો એ વિશે પણ હજુ કોઈ પુષ્ટિ મળી શકી નથી.

પાકે સ્વીકારી હતી અઝહર પોતાના દેશમાં હોવાની વાત :-

ભારત દ્વારા કરવામાં આવેલ એયર સ્ટ્રાઈક બાદ થોડા જ દિવસોમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. સીએનએનને આપેલા આ ઇન્ટરવ્યૂમાં મહમુદ કુરૈશીએ એ વાત સ્વીકારી હતી કે આતંકી મૌલાના મસુદ અઝહર એમના દેશમાં છે, સાથે જ એમણે પોતાના છે અને સાથે એમને એમ પણ કહ્યું હતું કે અઝહરની તબિયત ખરાબ છે.

મસુદ અઝહરના ભાઈએ એયર સ્ટ્રાઈક થવાની વાત માની હતી :-

ભારત દ્વારા પીઓકે અને પાકિસ્તાનમાં સ્થિત બાલાકોટ પર થયેલ એયર સ્ટ્રાઈક અંગે ઘણા લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને આ એયર સ્ટ્રાઈક સાથે જોડાયેલા સાક્ષી ભારત સરકાર પાસે માંગી રહ્યા છે. એવા ઘણા લોકો છે જેને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા એયર સ્ટ્રાઈક પર વિશ્વાસ નથી અને તેઓ ભારત તરફથી થયેલ એયર સ્ટ્રાઈકના પ્રમાણો માંગી રહ્યા છે, ત્યારે આ જ એયર સ્ટ્રાઈકના પાંચ દિવસ બાદ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ગેંગસ્ટર મસુદ અઝહરના ભાઈ અમ્મારે કબુલ્યું હતું કે ભારતના વિમાનોએ એમના સ્થળે એયર સ્ટ્રાઈક કરી છે.

હાલમાં જ અમ્મારનો એક ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં અમ્માર કહે છે કે ભારતીય વાયુસેનના વિમાનોએ જૈશ ના સ્થળે બોમ્બ ફેંક્યા છે, જ્યાં એમના દ્વારા આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ઓડિયોમાં અમ્માર કહી રહ્યા છે કે ભારતે કોઈ એજન્સીની ઇમારત કે કોઈ એજન્સીના મુખ્યાલય પર હુમલો કર્યો નથી. ભારત દ્વારા કરવામાં આવેલો હુમલો એ જગ્યાએ થયો છે. જે જગ્યાએ આ લોકો પોતાના આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે. આ જગ્યાએ યુવાનોને ટ્રેનિંગ આપી જેહાદ બનાવવામાં આવે છે.

૨૬ તારીખે કરી હતી એયર સ્ટ્રાઈક :-

ભારત સરકાર દ્વારા ૨૬ મી ફેબ્રુઆરી એ એયર સ્ટ્રાઈક કરવામાં આવી હતી અને ભારત સરકાર દ્વારા આ એયર સ્ટ્રાઈક અંગેની જાણકારી આપવામાં આવી હતી.એમાં ભારત સરકારે જણાવ્યું હતું કે તેમને ૨૬ ફેબ્રુઆરીના દિવસે સવારે લગભગ ૩ વાગે પાકિસ્તાન પર અને પીઓકેના અમુક વિસ્તારમાં એયર સ્ટ્રાઈક કરી હતી અને આ એયર સ્ટ્રાઈક જૈશ એ મોહમ્મદના આતંકી સ્થાનો પર કરવામાં આવી હતી.

પાકિસ્તાને કાબુલી હતી એયર સ્ટ્રાઈકની વાત :-

ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો આ વાતને પાકિસ્તાને કબૂલ કરી છે, પરંતુ થોડા સમય બાદ આ એયર સ્ટ્રાઈક પર રાજનીતિ થવા લાગી હતી અને મમતા બેનરજીએ આ એયર સ્ટ્રાઈક અંગેના સબુતો માંગ્યા હતા.

આખરે કેમ કરવામાં આવી એયર સ્ટ્રાઈક?

પુલવામાં હુમલાને આખરી રૂપ આપનાર આતંકવાદીઓને મારવા અને જૈશ એ મોહમ્મદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આ એયર સ્ટ્રાઈક કરવામાં આવી અને આ એયર સ્ટ્રાઈક દ્વારા જૈશ એ મોહમ્મદના ૩૦૦ થી વધુ આતંકવાદીઓને મારવામાં આવ્યા. આ એયર સ્ટ્રાઈક વિશે પાકિસ્તાન તરફથી પુષ્ટિ તો કરવામાં આવી પરંતુ પાકિસ્તાને એવું જણાવ્યું નથી કે આ એયર સ્ટ્રાઈકમાં કેટલા આતંકવાદીઓ મરાય ગયા છે.