જજ ના ઇન્ટરવ્યૂમાં પૂછ્યું : ગવર્નરની કારમાં મૃત્યુ થાય તો જવાબદાર કોણ? આ છે જવાબ

જજ બનવું લોઢાના ચણા ચાવવા જેવું અઘરું છે. તેના માટે એટલી જ તૈયારીઓ કરવી પડે છે જેટલી IAS ,IPS બનવા માટે કરવી પડે છે. યુપીએસસી ની પરીક્ષાની જેમ જજ બનવા માટે પ્રિ, મેન્સ, અને ઇન્ટરવ્યૂને ક્લિયર કરવું પડે છે. આવામાં તે ઉમેદવારોએ અમુક સવાલો વિષે જણાવ્યું જેમણે ન્યાયિક સેવા સિવિલ જજની (જુનિયર ડિવિઝન) પરિક્ષા (PCSJ) પાસ કરી અને ઇન્ટરવ્યૂ આપ્યું. કંઈક આ પ્રમાણે પૂછવામાં આવે છે સવાલ .

જજ ઇન્ટરવ્યૂ માં એક સવાલ પૂછવામાં આવ્યો કે ચાર લોકો એક માણસની હત્યા કરવા નીકળ્યા તેમાંથી એકે ગોળી મારી તે માણસની હત્યા કરી દીધી તો કેસ કોના પર ચાલશે?

આનો જવાબ છે- “હત્યા નો કેસ એ ચાર વ્યક્તિ ઉપર ચાલશે. કેમકે અહીંયા IPC 302 સાથે જ IPC 34 એટલે કે કોમન ઇન્ટેશન પણ લાગુ પડશે. ચારેય વ્યક્તિનો એક સરખો ઈરાદો હતો તે વ્યક્તિની હત્યા કરવાનો. આવામાં તે ચારે વ્યક્તિ માંથી ભલે કોઈપણ હત્યા કરે પણ હત્યાનો કેસ ચારેય જણ પર ચાલશે.”

એક સવાલ એવો કરવામાં આવ્યો કે જો કોઈ વ્યક્તિ કોઈની પણ હત્યા કરી દે અને બંદૂક સાથે પોલીસ સ્ટેશનમાં આવીને સરેન્ડર કરી દે તો તેને શુ સજા મળશે?

આનો જવાબ છે સરેન્ડર કરી દેવાના કારણે તે વ્યક્તિને સજા નહિ થાય,પણ પોલીસ તપાસ કરશે અને બધા સબૂત મળતા તેને સજા આપશે. કેમકે એવું થઈ શકે છે કે તે વ્યક્તિ કોઈના દબાણમાં કે લાલચમાં આવીને જૂઠું બોલી રહ્યો હોય.

તેમજ જો તપાસમાં એવું જાણવા મળે કે હત્યા તેણે જ કરી છે તો તેના પર હત્યાનો ચાર્જ લાગશે. તેમજ જો એવું જાણવા મળે કે તેણે હત્યા નથી કરી તો તેના પર પોલીસને ગુમરાહ કરવાનો ચાર્જ જરૂર લાગશે.

સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો પત્ની નોકરી કરે છે તો શું તે પોતાના પતિ પાસેથી મેન્ટેનન્સ લઈ શકે કે નહીં. આનો જવાબ છે જો પતિ કોઈ કોર્ટમાં સાબિત કરી દે કે તેની પત્ની નોકરી કરે છે અને તેનો સારો એવો પગાર છે તો પતિએ મેન્ટેનન્સ નહિ આપવું પડે

સવાલ પૂછવામાં આવ્યો કે બાર અને બેન્ચ શુ હોય છે. તમને જણાવી દઈએ કે, બાર એડવોકેટને કહેવામાં આવે છે તેમજ બેન્ચ જજને કહેવામાં આવે છે. એડવોકેટનું જે ગ્રૂપ હોય તેને બાર કહેવામાં આવે છે. તમે “bar council of india” વિશે તો સાંભળ્યું જ હશે. આવી જ રીતે દરેક રાજ્યમાં પોતાનું બાર હોય છે જેને સ્ટેટ બાર કાઉન્સીલ કહેવામાં આવે છે.

બાર કાઉન્સીલ એડવોકેટ પર નજર રાખે છે. જો કોઈ એડવોકેટ ખોટું કામ કરે છે તો તેની ફરિયાદ કાઉન્સિલ માં કરવામાં આવે છે. તે એડવોકેટ પર બરાબર કાર્યવાહી કરે છે. ખોટી ભૂલ કરવા પર આ એડવોકેટનું લાઇસન્સ પણ રદ્દ થઈ શકે છે. તેમજ એકસાથે કાર્યવાહી કરવાવાળા જજોને બેન્ચ કહેવામાં આવે છે.

એક ઉમેદવારને પૂછવામાં આવ્યું કે જો ગવર્નરની ગાડીથી કોઈનું મૃત્યુ થઈ જાય છે તો કોના પર કેસ ચાલશે? આનો જવાબ છે- સંવિધાનના આર્ટિકલ ૩૬૧ માં રાજ્યપ્રમુખ, ગવર્નર અને રાષ્ટ્રપતિને અમુક પાવર આપવામાં આવી છે તે જ પાવર માંથી એક પાવર એ છે કે તેમના ઉપર કોઈ ક્રિમિનલ કેસ નહિ ચાલે.

એક સવાલ પૂછવામાં આવ્યો કે જો કોઈ છોકરો કોઈ છોકરીને પ્રપોઝ કરે છે અને છોકરી કેસ ફાઇલ કરવા માંગે છે તો કેસ કઈ ધારા હેઠળ ફાઇલ થશે.જવાબ છે જો કોઈ છોકરો છોકરીને પ્રપોઝ કરે છે તો તે IPSની કોઈ પણ સેક્શન હેઠળ અપરાધ નથી.એટલે કે કોઈ પણ કેસ ફાઇલ નહિ થાય

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.