જળ ચડાવા સિવાય આ 5 કામ કરવાથી પણ પ્રસન્ન થાય છે સૂર્યદેવ, પુરી કરે છે દરેક મનોકામના.

આ 5 કામ કરશો, તો પણ સૂર્યદેવ તમારા ઉપર એટલા જ પ્રસન્ન થશે, જેટલા પાણી ચડાવાથી થશે.

સૂર્યદેવને અદભૂત દેવ માનવામાં આવે છે. તેમને નસીબ સુધારવા વાળા દેવ પણ કહેવામાં આવે છે. દરરોજ સવારે તેમનો પ્રકાશ આખી દુનિયા ઉપર પડે છે. એવું કહેવામાં આવે છે કે સૂર્યમાંથી નીકળતી સવારની કિરણો સકારાત્મક ઉર્જાથી ભરેલી હોય છે. આની સાથે જ દર રવિવારે લોકો સૂર્યદેવને પ્રસન્ન કરવા વિશેષ પ્રયત્નો કરે છે.

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિએ સૂર્યદેવને ખુશ કર્યા, તેમની તમામ ઇચ્છા પૂર્ણ થાય છે. સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો તેમને જળ ચડાવે છે. તે એક ઘણી સારી બાબત છે. જો કે, બહુ ઓછા લોકો તે વાત જાણે છે કે જળ ચડાવવા સાથે સાથે કેટલાક વિશેષ કાર્યો કરીને પણ સૂર્યદેવને પણ પ્રસન્ન કરી શકાય છે. આજે અમે તમને તે કાર્યોથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ.

નાળિયેર : રવિવારના દિવસે સૂર્યદેવની સામે નાળિયેર ફોડી તેનો પ્રસાદ કુટુંબના સભ્યો મળીને સાથે ખાય તો ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. તેનાથી ઘરના લડાઈ ઝઘડા ઓછા થાય છે. સૂર્યદેવની અદભૂત અને સકારાત્મક કિરણો નાળિયેરને પણ સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. આવી સ્થિતિમાં જ્યારે ઘરના સભ્યો તેને સ્વીકારે ત્યારે તેમની વિચારસરણી સકારાત્મક થવા લાગે છે. ફક્ત ધ્યાનમાં રાખો કે આ નારિયેળ સવારે પૂર્વ દિશામાં મોઢું કરીને ફોડો. તેનાથી તમને વધુ ફાયદો મળશે.

સફેદ વસ્તુનું દાન : રવિવારે જો તમે કોઈ પણ સફેદ રંગની વસ્તુનું દાન કરો છો, તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહે છે. તેનાથી સૂર્યદેવ ખુશ થાય છે અને તમને સૌભાગ્ય આપે છે. આ સફેદ વસ્તુમાં તમે કપડાં, મીઠાઈ, દૈનિક ઉપયોગની કોઈપણ વસ્તુ સહિત ઘણી બધી વસ્તુઓનું દાન કરી શકો છો. બસ તેનો રંગ સફેદ હોવો જોઈએ. તમે આ દાન મંદિરમાં કરી શકો છો, કોઈ ગરીબ અથવા બ્રાહ્મણને પણ કરી શકો છો.

સૂર્ય આરતી : ઘણીવાર લોકો સૂર્યદેવને જળ ચડાવતા હોય છે, પરંતુ તમારા માંથી કેટલા લોકોએ સૂર્યદેવની આરતી યોગ્ય દીવો અને થાળી સાથે કરી છે? અલબત્ત ખૂબ જ ઓછા લોકો આમ કરે છે. તમે એક થાળીમાં ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો. સાથે જ કપૂર પણ રાખો. ત્યાર પછી પૂરી શ્રદ્ધા સાથે સૂર્યદેવની આરતી કરો અને પ્રસાદનું વિતરણ પણ કરો. તેનાથી તમારું ખરાબ નસીબ પણ સુધરશે. એટલું જ નહીં તમારી દરેક ઇચ્છા તેના દ્વારા પૂર્ણ થશે. તેને તમે સતત 7 રવિવાર સુધી કરો.

પરીક્રમા : જળ ચડાવ્યા પછી સૂર્યદેવને પોતાની જગ્યાની આસપાસ ૩ વખત પરિક્રમા પણ કરવી જોઈએ, ત્યાર પછી હાથ જોડીને તેમની ભૂલ બદલ માફી માગો અને તેમની સામે ઝૂકીને માથું નમાવો. તેનાથી તમે દુર્ભાગ્યેથી હંમેશાં દૂર રહેશો.

ઉપવાસ : રવિવારના દિવસે વ્રત ખૂબ ઓછા લોકો રાખે છે. અન્ય તમામ દેવી-દેવતાઓ માટે મોટી સંખ્યામાં ઉપવાસ રાખવામાં આવે છે, પરંતુ સૂર્યદેવના નામનો ઉપવાસ ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં, જો તમે તેમના નામનું વ્રત રાખો છો, તો તમને તેમની વિશેષ કૃપા મળશે, જેના ફાયદા અસંખ્ય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.