જલ્દી જ નાની બનશે રવીના ટંડન, દીકરી છાયાનું આ અંદાજમાં કર્યું શ્રીમંત, જુઓ ફોટા.

બોલીવુડની ‘મસ્ત મસ્ત’ ગર્લ રવિના ટંડન પોતાના બિંદાસ અંદાઝ માટે ઓળખવામાં આવે છે. ૯૦માં દશકમાં રવિનાની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપની અભિનેત્રીઓમાં થતી હતી, આજે પણ તેની પોપ્યુલેરેટીમાં કોઈ ઘટાડો નથી આવ્યો. ઘણા ઓછા લોકો જાણે છે કે રવિના જયારે ૨૧ વર્ષની હતી, તો તેણે એક એવી સારું અને બોલ્ડ કામ કર્યું હતું. જે જોઇને બધા આશ્ચર્યચકિત રહી ગયા હતા. ખાસ કરીને ૨૧ વર્ષની ઉંમરમાં રવિનાએ બે દીકરીઓ પૂજા ટંડન અને છાયા ટંડનને ખોળે લીધી હતી.

તે દરમિયાન રવિના પરણિત પણ ન હતી. તે વાત વર્ષ ૧૯૯૫ની છે. તે દરમિયાન રવિનાના આ નિર્ણયની ઘણા બધા લોકોએ ટીપ્પણી પણ કરી હતી. ઘણા કહી રહ્યા હતા દીકરી ખોળે લેવાની તેની ઉંમર નાની છે, તો કોઈએ સલાહ આપી કે અત્યારથી બાળકી ખોળે લઇ લેશો તો તમારી સાથે લગ્ન કોણ કરશે? આમ તો રવિને કોઈનું ન સાંભળ્યું. તેણે એ કર્યું જે તેના આત્માએ કહ્યું, પાછળથી રવિનાના લગ્ન અનીલ થંડાની સાથે થઇ ગયા. આ લગ્નથી તેને એક દીકરો રણબીર અને દીકરી રાશા થઇ.

હવે જયારે રવિનાની ફેમીલીમાં એક બીજું નાનું મહેમાન આવવાનું છે. ખાસ કરીને રવિના ટંડન નાની બનવાની છે, તે આવનારા બાળક તેની ખોળે લીધેલી બાળકી છાયા ટંડનનું છે, તેવામાં છાંયાનું ખોળો ભરવાની થોડી તસ્વીરો પણ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોને રવીનાની ખાસ મિત્ર પૂજા મખીજાએ ઈંસ્ટાગ્રામ ઉપર શેર કરી છે. તસ્વીરો સાથે તેમણે લખ્યું, થનારી નાનીને ઢગલાબંધ અભિનંદન.

ઘણા લોકો નિસ્વાર્થ પ્રેમને લઈને જ્ઞાન આપે છે, તે રવિના તે પ્રેક્ટીકલી પૂરું સિદ્ધ અને પરવા સાથે કર્યું. અને રાશા (રવીનાની દીકરી) તું સારી હોસ્ટ હતી. મને વિશ્વાસ છે કે હું પણ એક સુપર માસી બનીશ, રવિના મને તારી ઉપર ગર્વ છે.

એક જુના ઈન્ટરવ્યુંમાં રવિનાએ બે દીકરીઓને ખોળે લેવા વિષે પોતાના નિર્ણય વિષે જણાવ્યું હતું. તેમણે ત્યારે જણાવ્યું હતું, તે દરમિયાન મેં એટલું નહોતું વિચાર્યું હતું. હું આ કેવી રીતે મેનેજ કરીશ, આમ તો મને એ ખબર હતી કે હું બે બાળકોને એક ઉત્તમ જીવન આપવામાં સક્ષમ છું. એટલા માટે મેં તેને ખોળે લઇ લીધી. આજે મને તે બંને ઉપર ગર્વ છે. પરંતુ આ બધું મારા પરિવારના સપોર્ટ વગર શક્ય ન હતું. હું તો સતત શુટિંગ ઉપર રહેતી હતી, તેવામાં મારી ફેમીલીએ જ બંને દીકરીઓને સંભાળી.

એક બીજા ઈન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતું કે આ બધું કેમ અને ક્યારે થયું, રવિના જણાવે છે આ મોહરા (૧૯૯૪) ફિલ્મ પહેલાની વાત છે, હું અને મારી માં અઠવાડિયાના અંતે હંમેશા આશા સદન જેવા અનાથાલય જતા રહેતા હતા. એક દિવસ મારા કનીજનું અવસાન થઇ ગયું. તો પોતાની પાછળ બે દીકરીઓ છાયા અને પૂજાને છોડી ગયા, તેના વાલી તેને જે પ્રકારે ટ્રીટ કરતા હતા તે મને ન ગમ્યું.

એટલા માટે મેં બંને છોકરીઓને મારી સાથે ઘરે લઇ આવી. મેં તેના વિષે વધુ ન વિચાર્યું. તે મારા મગજમાં કુદરતી આવી ગયું. હું તે છોકરીઓને એવું જીવન આપવા માગતી હતી જેની તે હક્કદાર છે, હું કોઈ અબજોપતિ તો નથી પરંતુ મારી તરફથી જે થઇ શકે મદદ કરવા માગતી હતી. રવીનાનું આ કામ ખરેખર પ્રસંશાપાત્ર છે. આમ તો તેને ટૂંક સમયમાં નાની બનવાના ઈ એડવાન્સમાં અભિનંદન.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.