જલ્દી જ પાણીથી ચાલશે ગાડીઓ, ધુમાડો નહિ પણ છોડશે ઓક્સિજન જાણસો તો ચકિત થશો

પેટ્રોલ અથવા ડીઝલના બદલે જલ્દી જ હાઇડ્રોજનથી ચાલતી ગાડીઓની સંખ્યા વધી શકે છે. યુએનએસડબ્લ્યુના નેતૃત્વ હેઠળ વૈજ્ઞાનિકોની ટીમે હાઇડ્રોજન ઉર્જાને બનાવવા માટે ખૂબ જ સસ્તો અને સરળ ઉપાય શોધી લીધો છે. આ નવી શોધ વાયુ પ્રદુષણ સહન કરી રહેલા ભારત જેવા દેશો માટે ખૂબ અસરકારક ઉપાય સાબિત થઇ શકે છે.

પાણીથી હાઇડ્રોજનને અલગ કર્યું

ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત ન્યુ સાઉથ વેલસ યુનિવર્સિટી (યૂએનએસડબ્લ્યુ), ગ્રીફીથ યુનિવર્સિટી અને સ્વાઇનબર્ન યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજનને પાણીથી અલગ કરવાનો સફળ પ્રયોગ કર્યો છે. વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજનને શોષવા માટે પાણીમાંથી ઓક્સિજનને અલગ કર્યું. તેને લોખંડ અને નિકલ જેવી ઓછી કિંમતની ધાતુઓનો ઉત્પ્રેરક તરીકે ઉપયોગ કરીને મેળવી શકાય છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજનને કાઢવા માટે ખૂબ ઓછી ઉર્જાની જરૂર પડે છે. આ શોધ નેચર કમ્યુનિકેશન્સ પત્રિકામાં પ્રકાશિત થઈ છે.

સસ્તી ધાતુઓનો ઉપયોગ થયો.

હાઇડ્રોજન ને પાણીથી અલગ કરવા માટેની આ પ્રક્રિયામાં લોખંડ અને નિકલ જેવી ધાતુઓનો ઉપયોગ થાય છે. તે પૃથ્વી પર વધુ પ્રમાણમાં મળી આવે છે. અત્યાર સુધી વોટર સપ્લીટિંગ પ્રક્રિયામાં રુથેનિયમ, પ્લેટિનમ અને ઇરીડિયમ જેવી કિંમતી ધાતુઓનો ઉપયોગ થતો હતો. હવે તેની જગ્યાએ લોખંડ અને નિકલ જેવી સસ્તી ધાતુઓનો ઉપયોગ થશે, જે હવે આ પ્રક્રિયામાં ઉત્પ્રેરક તરીકે કામ આવશે.

યૂએનએસડબ્લ્યુ સ્કુલ ઓફ કેમિસ્ટ્રી ના પ્રોફેસર ચુઆન ઝાઓ કહે છે કે પાણીના વિભાજન માં બે ઈલેક્ટ્રોડ પાણીમાં એક ઇલેક્ટ્રિક ને ચાર્જ કરે છે, જે હાઈડ્રોજનને ઓક્સિજન થી અલગ કરે છે અને આ ઉર્જાનો ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે .

ઝાઓ કહે છે કે આ પ્રક્રિયામાં ખૂબ ઓછી ઉર્જા ખર્ચ થાય છે. આ ઉત્પ્રેરક પર એક નાનું નેનોસ્કેલ ઈંટરફેસ હોય છે, જ્યાં લોખંડ અને નિકલ પરમાણુંનું સ્તર પર મળે છે, જે પાણીના વિભાજન માટે એક સક્રિય ભાગ બની જાય છે. તે ભાગ છે જ્યાં હાઇડ્રોજનને ઓક્સિજનથી અલગ કરી શકાય છે અને ઇંધણ ના રૂપમાં શોષી શકાય છે. ઓક્સિજનને વાતાવરણમાં છોડી દેવામાં આવે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.