હવે બહાર જેવી જલેબી ઘરે જ બનાવો આ એકદમ સરળ રીતથી, જુઓ એનો વિડીયો

ભારતમાં આ ઉત્સવોની મિઠાઈ તરીકે જાણીતી જલેબી દશેરા માં અને ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જેમ કે સ્વાતંત્ર્ય દિવસ એ કે ગણતંત્ર દિવસમાં સરકારી કાર્યાલય અને સંરક્ષણ કે અન્ય કાર્યાલયમાં ખવાય છે. તે જ રીતે પાકિસ્તાનમાં પણ જલેબી એક લોકપ્રિય મિઠાઈ છે. આને ઘણી વખત જલીબી પણ કહે છે.

આ વાનગીનો પહેલો લીપી બદ્ધ ઉલ્લેખ ૧૩મી સદીમાં મુહમ્મદ બીન હસન અલ્-બગદાદી દ્વારા રચિત રાંધણ પુસ્તકમાં મળે છે. (જોકે યહુદી લોકો તે પહેલાં પણ આ વાનગી ખાતા આવ્યાં છે). ઈરાનમાં આ ઝ્લેબિયા તરીકે ઓળખાય છે, અને રમજાનના મહીનામાં ગરીબોને દાનમાં અપાય છે.

પર્શિયન ભાષામાં જલેબી માટે શબ્દ છે “ઝુલ્બીયા.” ઈજીપ્ત, લેબેનાન અને સિરિયામાં આને ઝલાબીયા કહે છે. માલદીવ્સમાં આને “ઝીલેબી” કહે છે. નેપાળમાં આને જેરી કહે છે જે જીંગરી અને મોગલ શાસક જાહાંગીર પરથી ઉતરી આવ્યો છે.

Ingredients – સામગ્રી :

350 ગ્રામ મેદો,

500 ગ્રામ ખાંડ,

1 મોટી ચમચી દહીં,

350 ગ્રામ ઘી,

કેસર,

એલચી પાવડર.

બનાવવાની રીત :

સૌ પ્રથમ મેદાના લોટમાં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણી થોડું થોડું એડ કરીને તેને હલાવતા રહેવાનું છે. દહીં નાખો અને તનું જાડું ખીરું બનાવી નાખો. પછી આને ૨૪ કલાક સુધી રાખી મુકવાનું છે. ૨૪ કલાક પછી આપને જે મિશ્રણ બનાવેલું તે ઘટ થઇ જાય છે. આ લોટમાં તમે ઈચ્છો તો તેમાં ફૂડ કલર પણ એડ કરી શકો છો.

હવે ચાસણી બનાવવા માટે ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ગેસ ઉપર મૂકવું અને તેને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળે અને પરપોટા દેખાય એટલે માનવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. આ ચાસણીને નીચે ઉતારી તેમાં થોડું કેસર નાખવું અને એલચી પાવડર નાખવો.

આ પછી બીજી બાજુ કઢાઈ માં ઘી મૂકવું. હવે અગાઉ તૈયાર કરેલું ખીરૂં નીચેથી કાણાવાળો લોટો લઈ તેમાં ભરવું. જો તે ન હોય તો તમે જે ટોમેટો સોસની પ્લાસ્ટીકની બોટલ આવે તેનાથી પણ કરી શકો છો. કઢાઈમાં મૂકેલું ઘી ગરમ થાય ત્યારે લોટો ગોળ ગોળ ફેરવીને જલેબીના ચકરડા ઉતારવા.

આ ચકરડા બરાબર તળાઈ જાય એટલે તેને નીચે ઉતારી, અગાઉ તૈયાર કરેલી ચાસણીમાં 5 થી 10 મિનિટ રાખવા.
બસ ! જલેબી તૈયાર છે. પ્લેટમાં કાઢીને તેને ફાફડા સાથે લેવાથી સ્વાદિષ્ટ લાગે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

વિડીયો :