હવે જમાઈ અને વહુએ પણ રાખવી પડશે સાસુ સસરાની કાળજી, નહિ તો થઇ શકે છે 6 મહિનાની જેલ

વૃદ્ધનું ધ્યાન રાખવા માટે સરકાર કંઈક મહત્વનાં નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. સરકારે મેઇન્ટેનન્સ એન્ડ વેલફેયર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સીટીઝન એક્ટ ૨૦૦૭ (maintenance and welfare senior citizens act) અનુસારે વૃદ્ધનું ધ્યાન રાખવાની પરિભાષાને વધારે વિસ્તાર આપ્યો છે.

હકીકતમાં, કેન્દ્રીય કેબિનેટ તરફથી માત્ર દીકરાઓ નહિ પણ જમાઈ અને વહુઓને પણ દેખભાળ રાખવાની જવાબદારી સુનિશ્ચિત કરવાનો પ્રસ્તાવ છે.

આ અધિનિયમમાં સંશોધનને બુધવારે કેબિનેટ તરફથી અનુમતિ મળી ગઈ છે. નવા નિયમમાં માતા પિતા અને સાસુ સસરાને પણ સામેલ કરવામાં આવ્યા છે. ભલે તે સિનિયર સીટીઝન હોય કે ના હોય. એવી આશા રાખવામાં આવી રહી છે કે, આવતા અઠવાડીયે આ બિલને સદનમાં રજૂ કરવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલ સમાચાર મુજબ આ અધિનિયમમાં ૧૦ હજાર રૂપિયા મેઇન્ટેનન્સ આપવાની સીમાને પણ ખતમ કરવામાં આવી શકે છે.

દેખભાળ નહિ રાખવા વાળા છોકરાઓને છ મહિનાની જેલની સજા પણ થઈ શકે છે.

વૃદ્ધની દેખભાળ કરવા વાળાની ફરિયાદ પર તેમને ૬ મહિનાની જેલની સજા, જે હમણાં સુધી ૩ મહિનાની હતી. દેખભાળની પરિભાષા પણ બદલીને તેમના ઘર અને સુરક્ષાને પણ શામેલ કરવામાં આવ્યા છે. દેખભાળ માટે નક્કી કરેલી રાશિનો આધાર વૃદ્ધ, અભિભાવકો, બાળકો અને સગા સંબંધીની રહેણી કહેણી પર કરવામાં આવશે. પ્રસ્તાવ પસાર થવાની જાણકારી આપતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, બિલ લાવવાનો હેતુ વૃધ્ધો માટે સન્માન સુનિશ્ચિત કરવાનો છે.

એક નોડલ ઓફિસર નિયુક્ત કરવાની જાહેરાત :

પ્રસ્તાવિત ફેરફારમાં દેખભાળ રાખવા વાળામાં દત્તક લીધેલ છોકરાઓ, પારકા દીકરાઓ અને દીકરીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. સંશોધનમાં “સિનિયર સીટીઝન કેયર હોમ્સ” માં નોંધણીનું પ્રાવધાન છે, અને કેન્દ્ર સરકાર સ્થાપના, સંચાલન અને દેખભાળ માટે ન્યૂનતમ માનક નક્કી કરશે.

વિધેયકના કિસ્સામાં ‘હોમ કેયર સર્વિસિઝ’ આપવાવાળી એજન્સીઓને રજીસ્ટર કરવાનો પ્રસ્તાવ છે. વૃદ્ધ સુધી પહોંચવા માટે પ્રત્યેક પોલીસ ઓફિસરને એક નોડલ ઓફિસર નિયુક્ત કરવા પડશે. આ વિધેયકથી વૃધ્ધોના શારીરિક અને માનસિક કષ્ટો ઓછા થશે. આના સિવાય આ નવા બીલથી દેખભાળ કરવાવાળા વૃધ્ધો માટે વધારે સંવેદનશીલ અને જવાબદાર બનશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.