શાસ્ત્રોમાં લખ્યું છે કે જમતા સમયે આ કાર્યો ભૂલથી પણ ન કરો તેનાથી થશે ઘણો લાભ જરૂર જાણો

સુખી જીવન માટે જરૂરી છે બલેન્સ ડાયેટ. બધા પ્રયત્ન કરે છે કે તે એવું ખાય જેનાથી શરીરને ફાયદો થાય. મોટાભાગના લોકો પોતાના ખાવા પીવાને લઈને ખુબ કાળજી રાખે છે. પણ જો આ કાળજી સાથે જ શાસ્ત્રોમાં કહેવમાં આવેલી આ વાતો ને સમજી લે તો ક્યારેય પણ નુકશાન નહી થાય. જી હા, જેવી રીતે પૂજા પાઠ કરવાની થોડી પદ્ધતિ અને દિશા નક્કી કરવામાં આવી છે તેવી રીતે ભોજન માટે પણ દિશાનું મહત્વ છે. આવો જાણીએ કે ભોજન કરતી વખતે કઈ દિશામાં બેસવું, કેવી રીતે ખાવું અને ખાવાનું બનાવતા પહેલા કઈ ખાસ વસ્તુ કરી લેવી.

હમેશા પૂર્વ અને ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ખાવું જેથી શરીરને શક્તિ મળે છે.

ભૂલથી પણ પશ્ચિમ અને દક્ષીણ દિશા તરફ મોઢું રાખીને ખાવા ન બેસો. દક્ષીણ દિશા તરફ મોઢું રાખીને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે અને પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને ભોજન કરવાથી બીમારીઓ થાય છે.

ધ્યાન રાખશો કે ખાવાનું વાસણ હમેશા સાફ હોવું જોઈએ. તૂટેલા ફૂટેલા વાસણોમાં ન તો ખાવાનું બનાવવું જોઈએ ન તો ખાવું જોઈએ.

ખાવાનું હમેશા બેસીને ખાવું ક્યારેય ઉભા રહીને ભોજન ન કરવું જોઈએ. બેસીને ખાવાથી ઇનડાઈજેશન, કોન્સેટીપેશન અને એસીડીટી જેવી તકલીફથી બચી શકાય છે.

ખાવાનું હાથમાં લઈને કે પથારી ઉપર ન ખાવું. ખાવાનું જમીન ઉપર બેસીને અને થાળીને લાકડાના ટેબલ ઉપર રાખીને ખાવું જોઈએ.

ખાવાનું ખાતા પહેલા શરીરના પાંચેય અંગોને સ્વચ્છ રાખવા જોઈએ, બન્ને હાથ, બન્ને પગ અને મોઢું સારી રીતે ધોઈ લો. એવું માનવામાં આવે છે કે તેને સાફ કરીને ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઉંમર પણ વધે છે.

જયારે ખાવાનું બનાવીએ છીએ તો તે સમયે કોઈની બુરાઈ નિંદા ન કરો અને અને ન કોઈના વિષે ખરાબ વિચારો તેનાથી ખાવાના સ્વાદમાં ફરક પડે છે.

હમેશા શાંત મન થી ખાવાનું બનાવવું જોઈએ તેનાથી ખાવાનું સ્વાદિષ્ઠ બને છે અને ઘરમાં ક્યારેય પણ અનાજની ખામી રહેતી નથી.

ખાવાનું બનાવતા અને ભોજન પહેલા ભગવાનને યાદ કરો અને તેમનો આભાર માનો. ભોજન કર્યા પછી પણ ભગવાનનો આભાર માનવો જોઈએ. પીરસવામાં આવેલા ભોજન નું ક્યારે અપમાન ન કરો, આમ કરવાથી ભોજનનું અપમાન થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.