માત્ર જાંબુ જ પૂરતા છે તમારા શુગરમાંથી છુટકારો આપાવા માટે !!
જાંબુનો ઠળીયો શુગર કંટ્રોલ કરવા માટે ખુબ જ રામબાણ છે. તેમાં એવા કેમિકલ મળી આવે છે જે શુગરને નિયંત્રણ કરવામાં ઘણા ઉપયોગી છે. આજે આ વિષય ઉપર ચર્ચા કરીશું અને જણાવીશું શ્રી બલવીર શેખાવતજી દ્વારા જેઓએ આની પર ઘણું રીસર્ચ કરેલ છે, તો આવો જાણીએ.
જાંબુ સામાન્ય રીતે ભારતમાં મળી આવતા ખુબ જ સુંદર ઝાડ છે. તેનું વેજ્ઞાનિક નામ Eugenia Jambolana અને Syzygium છે જે Myrtaceae જાત સાથે જોડાયેલ છે.
તેના common નામ આ પ્રકારના છે.
જાંબુ
Java pulp
Black plum
Jabbul
Indian Black Berry
તે ભારતમાં સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ મળી જાય છે. તે ખુલ્લા અને ડુંગરાળ વિસ્તારમાં મળી જાય છે. આજે તમને તેના ફળના ઠળિયાના એન્ટી ડાયબીટીક અસરનું વિષ્લેષણ કરીશું કે તેમાં એવા તો ક્યા રસાયણ છે કે જેને કારણે તેમાં આ એન્ટી ડાયબિટીક ગુણ મળી આવે છે અને તે કેવી રીતે કામ કરે છે. અને કેવી રીતે ગ્લુકોઝના લેવલને નિયંત્રિત કરે છે.
જાંબુના ઠળિયાનું કેમિકલ વિષ્લેષણ :
જાંબુના ઠળિયામાં Jambosine મળી આવે છે આ એક alkaloid છે. તેની સાથે તેમાં jamboline or antillin નામનું Glycoside મળી આવે છે. તે ઉપરાંત તેમાં Gallic Acid અને Ellagic Acid મળી આવે છે. તેમાં થોડા Flavonoid પણ મળી આવે છે, જેવા કે Quercetin,Myrecetin તેમાં જે મિનરલ મળી આવે છે તેમાં ખાસ છે Zine, Chromium, Vanadium, Potassium and Sodium.
હવે અમે વાત કરીશું તેના એન્ટી ડાયબીટીક ઈફેકટની.
તેમાં જે એન્ટી ડાયબિટીક ઈફેક્ટ મળી આવે છે તે તેમાંથી મળી આવતા jamboline or antillin અને તેમાં મળી આવતા એલિમેન્ટ Chromium, Vanadium ને કારણે હોય છે.
આવો જાણીએ કેવી રીતે કામ કરે છે જાંબુના ઠળિયા કામ.
આ Alpha-Glucosidase inhibitor છે જેનો અર્થ છે જે પણ કાર્બોહાઈડ્રેટ આપણે ખાઈએ છીએ, તેને આ Alpha-Glucosidase enzyme જે પણ નાના આંતરડામાં મળી આવે છે તે કાર્બોહાઈડ્રેટને ગ્લુકોઝમાં તોડી નાખે છે. અને તે ગ્લુકોઝ નાના આંતરડામાંથી અવશોષિત થઈને આપણા લોહીમાં ચાલ્યું જાય છે, અને jambolin આ Enzyme ના કાર્યને બંધ કરી દે છે. જેથી સ્ટાર્ચ કે કાર્બોહાઈડ્રેટને Alpha-Glucosidas ગ્લુકોઝમાં નથી બદલી શકતું.
Chromium and Vanadium નું કાર્ય.
જાંબુના ઠળિયામાં મળી આવતા એલીમેંટ Chromium અને Vanadium ઇન્સ્યુલીન રેસીસ્ટેટને ઓછા કરે છે, તે લોહી માંથી ગ્લુકોઝને કોશિકાઓની અંદર લઇ જવાનું કામ કરે છે, જેથી કોશિકા આ ગ્લુકોઝને ઉર્જાના ઉત્પાદનમાં ઉપયોગ કરી લે છે અને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થઇ જાય છે.
જાંબુના ઠળિયાનો પાવડર બનાવવાની રીત.
તેની બે રીત છે. પહેલી છે તડકામાં સુકવીને તેનું ચૂર્ણ બનાવવું :
ઠળિયાને એકઠા કરીને સારી રીતે ધોઈને લો. સાફ કર્યા પછી તેને એક અઠવાડિયા સુધી સૂર્યના તાપમાં સૂકવો. સુકાઈ ગયા પછી તમે તેને પહેલા નાના નાના ટુકડામાં વાટીને પછી તેને કોઈ યંત્ર દ્વારા કે ખાંડણી દસ્તાથી વાટીને તેનો એકદમ ઝીણા કપડાથી ચાળી લો. તે જેટલો ઝીણો હશે એટલો વધુ અસકારક રહેશે.
તેની બીજી રીત :
જાંબુના તાજા ઠળિયાને ધોઈને કોઈ કડાઈમાં નાખીને પહેલા શેકી લો. પછી તેને વાટીને કપડાથી ચાળીને લઇ લો.
ઉપરની બન્ને રીત ઉત્તમ છે, તમે જે પણ ઉપયોગમાં લેવા માગો, ઉપયોગ કરી શકો છો.
જાંબુના ઠળિયાનું ચૂર્ણના સેવન કરવાની રીત.
આ ચૂર્ણને એક ચમચી સવારે ખાલી પેટ ભોજનના એક કલાક પહેલા લો. પ્રમાણ લગભગ ૩ થી ૬ ગ્રામ.
અનુભવ :
એવા રોગી જેમને જાત જાતના ઉપચાર આપ્યા પછી પણ શુગરમાં કોઈ રાહત નથી થઇ રહી તો તેમને માત્ર આ લેવું અને પ્રમાણ ૧૫ થી ૩૦ દિવસમાં તેમનું શુગર એકદમ કન્ટ્રોલમાં આવી જશે.