જમીન વેચીને પિતાએ પૂરું કર્યું હતું દીકરીનું સપનું, સફળ થઈને દીકરીએ આવી રીતે ચુકવ્યો ઉપકાર

ટીવી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને પહોચે છે. અહિયાં પહોચવું એક અલગ વાત હોય છે પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવું એક અલગ વાત હોય છે. તમે ત્યારે સફળ માનવામાં આવો છો જયારે તમારા નામને લોકો ઘર ઘરમાં ઓળખવા લાગે છે. માયાનગરી મુંબઈમાં દરરોજ સેંકડો હજારો લોકો પોતાનું નસીબ અજમાવવા આવે છે.

જેમાંથી થોડાને તો સફળતા મળી જાય છે તો થોડા થાકી હારીને પાછા ઘરે આવી જાય છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જે દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી ચુક્યા છે. ટીવી એક એવું માધ્યમ છે જે લોકોના ઘરોમાં સરળતાથી મળી જાય છે અને સીરીયલ એક એવું માધ્યમ છે જેનાથી કલાકાર ઘર ઘરમાં પ્રસિદ્ધ થઇ જાય છે.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં આમ તો ઘણી અભિનેત્રીઓ છે જેમણે ઘર ઘરમાં પોતાની ઓળખ ઉભી કરી છે પરંતુ આજના આ લેખમાં અમે કલાકાર સુરભી ચંદનાની વાત કરીશું. સુરભી ટીવી ઇન્ડસ્ટ્રીની એક એવી હિરોઈન છે જે ખુબ આકરા સંઘર્ષ પછી આજે આ સ્થાન સુધી પહોચી છે. સુરભી ચંદના આજકાલ ઈન્ટરનેટ સેંસેશન બની ચુકી છે અને તેના ઈંસ્ટાગ્રામ ઉપર લાખો ચાહકો રહેલા છે.

સુરભીએ મોસ્ટ પોપુલર શો ‘ઇશ્કબાજ’ માં અનીકાનું પાત્ર નિભાવ્યું હતું. અનીકા અને શિવાયની જોડી દર્શકોની પહેલી પસંદ બની ગઈ હતી. સુરભી એક એવી હિરોઈન છે જેમણે ન માત્ર પોતાના સપના પુરા કર્યા છે પરંતુ પોતાના પિતાની કુરબાનીને પણ નકામી નથી જવા દીધી.

દીકરીના સપના પુરા કરવા માટે પિતાએ વેચી હતી જમીન

સુરભીને સીરીયલ ‘કબુલ હે’ માટે પણ યાદ કરવામાં આવે છે. આ દિવસોમાં સુરભી ‘સંજીવની’ સીરીયલમાં કામ કરી રહી છે. સુરભીને પોતાના શરુઆતના દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, સુરભી શરુઆતથી હિરોઈન બનવા માગતી હતી પરંતુ પૈસાની ખામીને લીધે ઘરવાળાને તેના વિષે ક્યારેય વાત કરી શકતી ન હતી. પરંતુ જયારે સુરભીના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે દીકરીના સપના સાચા કરવાનું નક્કી કર્યું અને દીકરીની ખુશી માટે પોતાની જમીન સુધ્ધાં વેચી દીધી અને મુંબઈ આવીને રહેવા લાગ્યા.

પોતાની કમાણીથી પિતાને અપાવી નવી જમીન

આજે સુરભી ટીવી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે અને તેની પાસે કરોડોની મિલકત રહેલી છે. આટલા વર્ષો ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને તેમણે ઘણી મિલકત-ખ્યાતી મેળવી છે. તેનું પરિણામ એ છે કે તેમણે પોતાના પિતા માટે પંજાબમાં જ એક નવી જમીન ખરીદી છે. તે વાતની જાણકારી સુરભીએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આપી. જે દીકરીના સપના પુરા કરવા માટે પિતાએ પોતાની જમીન વેચી દીધી આજે તે દીકરીએ સફળ થઇને પોતાના પિતાને તેનાથી પણ ઘણી વધુ સારી અને મોટી જમીન ભેંટના સ્વરૂપમાં ભેંટ કરી.

બિજનેસમેનને કરી રહી છે ડેટ

વાત કરીએ પર્સનલ લાઈફની તો આ દિવસોમાં સુરભી બિજનેસમેન કરણ શર્માને ડેટ કરી રહી છે. તે કરણ સાથે ઘણી ઓછી તસ્વીરો મૂકે છે. આમ તો સુરભી ઘણી દબંગ માનવામાં આવે છે પરંતુ રીલેશનશીપની બાબતમાં તે ઘણી શરમાળ છે. કદાચ એ કારણ છે કે ઘણા સમય પછી તેણે પોતાના રીલેશનશીપમાં હોવાની વાત કબુલી અને પોતાના બોયફ્રેન્ડ સાથે તસ્વીરો શેર કરી. કરણ અને સુરભી એક બીજાને છેલ્લા ૭ વર્ષથી ઓળખે છે અને છેલ્લા ૪ વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.