જમ્મુ કશ્મીરની લેડી સિંઘમ : આતંકવાદીઓ પર તૂટી પડી સંતો દેવી, બે ને માર્યા, ત્રીજાને જીવતો પકડ્યો

શ્રીનગરના બહારના ક્ષેત્ર લાવેપુરામાં બુધવારે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં સીઆરએફની 73 મી બટાલિયનની બીજી ઇન્ચાર્જ સંતો દેવી આતંકીઓ પર લેડી સિંઘમ બનીને તૂટી પડી. તેમના નેતૃત્વની ટીમે બે આતંકીઓને મારી નાખ્યા અને ત્રીજાની ઘાયલ અવસ્થામાં ધરપકડ કરી લીધી. આ ઓપરેશનમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઈ ગયો.

શ્રીનગરથી લગભગ 17 કુલીમીટર દૂર આવેલા સ્થળ પર ફરજ બજાવનાર આ બહાદુર મહિલા અધિકારી સંતો દેવીએ ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે, અહીં પર અમારી 73 મી બટાલિયન ફરજ બજાવી રહી હતી. અમને ઇનપુટ મળ્યા હતા કે, અમુક આતંકી બારામુલાથી અહીં ઘુસી શકે છે. નાકા પર એક સ્કૂટી પર ત્રણ લોકો હેલમેટ વગર આવતા દેખાયા. તેમને જયારે રોકવામાં આવ્યા તો તેમને ફાયરિંગ શરૂ કરી દીધું. એમાં અમારા જવાન રમેશ રંજનને માથામાં ગોળી વાગવાથી તે શહીદ થઈ ગયો.

ફાયરિંગ થતા જ અમે મોર્ચો સંભાળી લીધો. ફાયરિંગનો જવાબ આપતા વળતા ફાયરિંગમાં સ્કૂટી ચલાવી રહેલો આતંકી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો જયારે બે આતંકવાદી સ્થળ પર જ મરી ગયા. ઘાયલ આતંકવાદીને અમારી ટીમના જવાનોએ થોડી દૂરથી પકડી લીધો અને હોસ્પિટલ લઈ ગયા. જણાવવામાં આવે છે કે, સંતો દેવીએ જવાનો સાથે રસ્તા વચ્ચે આગેવાની સંભાળી લીધી હતી.

સંતો દેવી હરિયાણાની રહેવા વાળી છે અને છેલ્લા 33 વર્ષોથી સીઆરપીએફમાં સેવા આપે છે. સંતો દેવી અનુસાર આ આખું ઓપરેશન શરૂ થવા અને પૂરું થવામાં ફક્ત 10 મિનિટ લાગી. પણ આ તેમના જીવનનું સૌથી મુશ્કેલ ઓપરેશન રહ્યું.

રામલલા પરિસરમાં દેખાડી ચુકી છે શૌર્ય :

સંતો દેવી આ પહેલા પણ શૌર્યનું પ્રદર્શન કરી ચુકી છે. વર્ષ 2005 માં અયોધ્યામાં રામલલા પરિસર પર થયેલા આતંકી હુમલાને નિષ્ફ્ળ કરવા વાળી ટીમનો પણ આ મહિલા અધિકારી ભાગ રહી ચુકી છે.

ટાસ્ક પૂરો કરવા પર ગર્વ :

પણ તેમને ગર્વ છે કે, જે ટાસ્ક તેમને આપવામાં આવ્યો હતો તેને તેમણે સંપૂર્ણ રીતે પાર કર્યો અને આતંકવાદીઓના ઈરાદા પર પાણી ફેરવી દીધું. તેમજ સીઆરપીએફે દરેક મોટા અધિકારીઓએ આ ટીમને આ ઓપરેશન માટે શાબાશી પણ આપી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.