જમ્યા પછી કેમ ખાવામાં આવે છે વરિયાળી-મિશ્રી, જાણો આના 10 ગુણકારી ફાયદા.

તમે હંમેશા લગ્નમાં કે હોટલમાં ભોજન ખાધા પછી વરીયાળી જોઈ હશે. જેનો ઉપયોગ તમે ખાધા પછી કરો છો. ખાધા પછી હંમેશા લોકો વરીયાળી ખાય છે અને તે મોટાભાગે રેસ્ટોરેન્ટમાં જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો? કે ખાધા પછી વરીયાળી કેમ ખાવામાં આવે છે? ખાસ કરીને ખાધા પછી વરીયાળી એટલા માટે ખાવામાં આવે છે કેમ કે તે ખાવાથી તમારી ખાવાની પાચન ક્રિયા ઝડપથી કામ કરશે અને તમારું ખાવાનું સારી રીતે પચી જાય છે.

તેમાં જો સાકર અને ખાંડનું મિશ્રણ હોય તો વધુ સારું રહે છે કેમ કે વરીયાળી અને સાકરને એક સાથે ભેળવીને ખાવાથી તમારી પાચન ક્રિયા સારી રહેશે અને ખાવાનું સારી રીતે ડાયજેસ્ટ થઇ શકે છે. કેમ ખાવામાં આવે છે, જમ્યા પછી વરીયાળી તે તો તમને જણાવી આપ્યું પરંતુ તે ઉપરાંત પણ તેના ઘણા ગુણકારી લાભ થાય છે, આવો તમને જણાવીએ છીએ.

વરીયાળી ગળું સાફ કરે છે એટલા માટે જ્યારે મોટા ગાયક ગીત ગાય છે. તો હંમેશા વરીયાળીનો ઉપયોગ કરે છે કે પછી જયારે ક્યાંક ઉજાગરા થાય છે, ત્યારે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ ચમત્કારિક વરીયાળીમાં બીજા પણ ઘણા ફાયદા થાય છે.

૧. બદામ, વરીયાળી અને સાકરને સરખા પ્રમાણમાં ભેળવીને વાટી લો. પછી તેને તમે નિયમિત રીતે દરરોજ રાત્રે અને દિવસે ખાધા પછી ખાધા પછી ખાવ, આમ કરવાથી તમારું પાચન તંત્ર સારું રહેશે અને તમારી યાદશક્તિ પણ સારી રહે છે.

૨. જો કોઈ મહિલાને અનિયમિત પીરીયડસ આવે છે અને તેને અસહ્ય દુ:ખાવો પણ થાય છે. તો તે દરરોજ નિયમિત રીતે વરીયાળી ખાય. તેનું પરિણામ બે મહિનામાં જ ખબર પડી જશે.

૩. દરરોજ વરીયાળી ખાવાથી આંખોની દ્રષ્ટિ પણ સારી રહે છે. જો તમે ધારો તો તેમાં સાકર પણ મળી શકે છે.

૪. જો કોઈના મોઢા માંથી ઘણી દુર્ગંધ આવે છે. તો તેને નિયમિત રીતે દિવસમાં ત્રણથી ચાર વખત અડધી ચમચી વરીયાળી જરૂર ચાવવી જોઈએ. એમ કરવાથી મોઢા માંથી દુર્ગંધ આવવાની બંધ થઇ જાય છે અને શ્વાસની દુર્ગંધ પણ દુર થઇ જાય છે.

૫. દરરોજ જો તમે નિયમિત રીતે સવારે ખાલી પેટ વરીયાળી ખાવ તો લોહી સાફ થાય છે અને ત્વચામાં પણ ચમક આવે છે.

૬. વરીયાળીમાં કેલ્શિયમ, પોટેશિયમ ઉપરાંત આયરન અને સોડીયમ જેવા ઔષધીય તત્વો મળી આવે છે. તેનું દરરોજ સેવન કરવાથી ખાંસી, શરીરમાં થતી તમામ ખામીઓ દુર થઇ જશે.

૭. દરરોજ વરીયાળીનો ઉપયોગ કરવાથી ખાંસી, મોઢામાં છાલા અને લુજ ઈમોશન જેવી બીમારીઓ થતી નથી અને જો થઇ ગઈ છે તો તેવામાં વરીયાળીનું સેવન સમય સમય ઉપર કરતા રહો.

૮. જો તમારો અવાજ થોડો વધુ સારો છે અને તમે રિયાજ કરો છો, તો તેની સાથે સાથે દરરોજ શેકેલી વરીયાળી ગરમ પાણી સાથે ખાવ. તેનાથી તમારો અવાજ સાફ અને મીઠો થશે.

૯. જો તમે ઈચ્છો છો કે તમને કોલેસ્ટ્રોલ ન વધે તો તમારે લગભગ ૩૦ મિનીટ એક ચમચી વરીયાળી ચાવવી જોઈએ. વરીયાળી તમારા વધેલા કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે.

૧૦. જો તમે ખાંસીથી ઘણા દિવસોથી દુ:ખી છો? તો એક ચમચી વરીયાળીને ૨ ગ્રામ કપ પાણીમાં ઉકાળી લો અને તેનું મિશ્રણ બનાવી લો. હવે આ મિશ્રણને દિવસમાં બે કે ત્રણ વખત પીવો તેનાથી તમારા આંતરડા સારા રહેશે સાથે જ ખાંસી પણ દુર થઇ જશે.

પરિચય – સાકરનો રંગ સફેદ હોય છે. તેની તાસીર ઠંડી અને હળવી હોય છે. સાકર ધાતુને વધારવા વળી (વીર્યવર્ધક), લોહીના પિત્તનાશક, દસ્તાવર, વાત અને પિત્તનાશક છે.

જુદા જુદા રોગોમાં ઉપચાર :-

આંખ આવવી : ૬ ગ્રામથી ૧૦ ગ્રામ મહાત્રિફલા ધૃતમાં સાકર ભેળવીને સવાર સાંજ રોગોને આપવાથી પિત્તજ ચક્ષુ પ્રદાહ (ગરમીને કારણે આંખમાં બળતરા), આંખો વધુ લાલ સુરખ થઇ જવી, આંખોની પાંપણોમાં સોજો આવી જવો, પ્રકાશ તરફ જોવાથી આંખોમાં બળતરા થવી વગેરે રોગ દુર થાય છે. તેની સાથે જ ત્રિફળા પાણીથી આંખો ધોવાથી પણ આરામ મળે છે.

આંખનું ફરકવું : ગાયનું ઘી અને ૪ ભાગે દૂધ લઇને સારી રીતે ઉકાળી લો. પછી હુફાળા દૂધ સાથે સાકર અને ૩ થી ૬ ગ્રામ અસગંધ નાગોરીનું ચૂર્ણ સવાર સાંજ સેવન કરવામાં આવે તો સંપૂર્ણ રીતે પાંપણોનું ફરકવું બંધ થઇ જાય છે.

આંખોના રહેલા ફૂલા : તુતીયા (મોરથુથુ, કોપર સલ્ફેટ) અને સાકરને સરખા પ્રમાણમાં લઇને ગુલાબ જળમાં ઘોળ બનાવીને રાખો. તેના ૨-૩ ટીપા રોજના ૩ થી ૪ વખત આંખોમાં નાખવાથી ફૂલા, રોહા, કુકરે વગેરે રોગ દુર થઇ જાય છે.

૬ થી ૧૦ ગ્રામ મહાત્રિફળાડી ધૃત એટલા જ પ્રમાણમાં સાકર ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી આંખોનું લાલ થવું, આંખોનો સોજો, દુ:ખાવો અને રોહે વગેરે દુર થાય છે. તેની સાથે જ ત્રિફલાના પાણીથી આંખોને વચ્ચે વચ્ચે ધોવી જોઈએ.

દમ અને શ્વાસના રોગ : સમીન પન્નગ રસ લગભગ ૧ ગ્રામ નો ચોથો ભાગ, સાકર કે સાકરનું સરબત સાથે સવાર સાંજ દેવાથી શ્વાસ નળી કે ગળાની અંદર જામેલો કફ નીકળી જાય છે. જેનાથી ખરાશ ઓછી થઇ જાય છે. શ્વાસ નળી સાફ થઇ જવાથી દમનો વેગ પણ ઓછો થઇ જાય છે.

કનીનિકા શોથ : ૬ થી ૧૦ ફરમ મહાત્રિફળા ધૃતમાં એટલા ન પ્રમાણમાં સાકર ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી આંખોના બધા રોગ દુર થાય છે. ખાસ કરીને પિત્તજ દોષથી થયેલી આંખોની બળતરા, આંખોના કોઈ ભાગ ઉપર સોજો વગેરે રોગ દુર થાય છે. તે ખાવા સાથે સાથે ત્રિફળાના પાણીથી આંખોને રોજ ૨-૩ વખત ધોવી જોઈએ.

જીવ ગભરાવો : સાકરની ચાસણીમાં બોરનો ગરબ અને લવિંગ ભેળવીને ખાવાથી જીવ ગભરાવામાં લાભ થાય છે.

પ્રકાશથી ડરવું : ૬ ગ્રામ થી ૧૦ ગ્રામ મહાત્રિફળાદી ધૃતને સાકર ભળેલા ઠંડા દૂધમાં ભેળવીને સવાર સાંજ પીવાથી પ્રકાશથી ડરવું, આંખોમાં બળતરા, આંખોનું લાલ થવું અને આંખોના દુ:ખાવો વગેરે રોગ દુર થઇ જાય છે. ત્રિફળાના પાણીથી રોજ આંખો ધોવાથી પણ લાભ થાય છે.

ઉપતારા શોથ : ૬ થી ૧૦ ગ્રામ મહાત્રિફળા ધૃતને એટલી જ સાકરમાં ભેળવીને દિવસમાં બે વખત સેવન કરો. તેનાથી આંખોના સોજા, દુ:ખાવો, આખોનું લાલ થવું, ઉપતારા શોથ (આંખોની અંદરના સોજા) વગેરે રોગ દુર થાય છે.

મોઢાના છાલા : ૩ ગ્રામ મોટી ઈલાયચી, ૧૦ ગ્રામ બાવળનો ગુંદર, ૧૦ ગ્રામ સાકર અને ૨ ગ્રામ લીમડાના પાંદડાને ઝીણા વાટીને ચૂર્ણ બનાવી લો, પછી તે રોજ સવાર સાંજ સેવન કરવાથી મોઢાના છાલા જલ્દીથી થાય છે. ફરી થતા નથી.

ગર્ભવતી સ્ત્રીનો જીવ ગભરાવો : સાકરની ચાસણીમાં લવિંગનું ચૂર્ણ નાખીને પીવાથી ગર્ભવતી સ્ત્રીનો જીવ ગભરાવો બંધ થઇ જાય છે.

બહેરાશ : સાકર અને લાલ ઈલાયચી લઇને ઝીણી વાટી લો. પછી તેના ચુટણને સરસીયા તેલમાં નાખીને ૨ કલાક સુધી રહેવા દો. ૨ કલાક પછી આ તેલને ગાળીને એક બોટલમાં ભરી લો. આ તેલના ૩ થી ૪ ટીપા રોજ સવાર સાંજ કાનમાં નાખવાથી બહેરાશનો રોગ દુર થઇ જાય છે.

સંગ્રહણી (દસ્ત, પેચીશ) : ૮૦ ગ્રામ સાકર, ૮૦ ગ્રામ કેથ, ૩૦ ગ્રામ પીપર, ૩૦ ગ્રામ અજમો, ૩૦ ગ્રામ બીલીની ગીરી, ૩૦ ગ્રામ ધાયના ફૂલ, ૩૦ ગ્રામ દાડમના દાણા, ૧૦ ગ્રામ કાળું મીઠું, ૧૦ ગ્રામ નાગ કેસર, ૧૦ ગ્રામ પીપળામૂળ, ૧૦ ગ્રામ નેત્રવાળા, ૧૦ ગ્રામ ઈલાયચી આ બધાને એક સાથે લઇને ઝીણું વાટી લો. તેમાંથી ૨ ચપટી ચૂર્ણ છાશ સાથે ખાવાથી સંગ્રહણી અતિસાર (દસ્ત) ના રોગી નો રોગ દુર થઇ જાય છે.

લોહી વાળો અતિસાર : ૧૨ ગ્રામ સુકા ધાણા અને ૧૨ ગ્રામ સાકર લઇને વાટી લો. આ ચૂર્ણને અડધા કપ પાણીમાં ઘોળીને પીવાથી અતિસાર (દસ્ત) નો રોગ દુર થઇ જાય છે.

ગળું બેસી જવું : સુંઠ અને સાકર સરખા ભાગે ભેળવીને ઝીણું વાટીને ચૂર્ણ બનાવી લો અને આ ચૂર્ણમાં મધ ભેળવીને નાની નાની ગોળીઓ બનાવી લો. તેની ગોળીઓ ચૂસવાથી બેસી ગયેલું ગળું ખુલી જાય છે અને ગળાની ખુશ્કી દુર થઇ જાય છે.

ગરમી વધુ લાગવી : ગરમીની ઋતુમાં ગરમીથી બચવા માટે પાંચ થી ૧૦ ગ્રામ રતનપુરુષના મૂળ અને સાકરને ભેળવીને રોજ સવાર સાજ પીવાથી મનમાં શાંતિ અને શરીરમાં ઠંડકનો અહેસાસ થાય છે.

મોટાપો દુર કરવો : સાકર, મોટી વરીયાળી, સુકા ધાણાને સરખા પ્રમાણમાં વાટીને ૧ ચમચી સવારે પાણી સાથે લેવાથી મોટાપો દુર થાય છે.

નાકોડી (નસકોરી ફૂટવી): ૫૦ ગ્રામ થયેલા કમળના ફૂલ અને ૫૦ ગ્રામ સાકરને એક સાથે ભેળવીને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને ૧ ચમચી ગરમ દૂધ સાથે ફાંકી લેવા થી માત્ર ૧ જ અઠવાડિયામાં નાકોડી (નાક માંથી લોહી વહેવું)નો રોગ દુર થઇ જાય છે.

ભ્રમ રોગ (માનસિક ભ્રમ) : લગભગ ૧૦ ગ્રામ સાકર સાથે લગભગ ૬ ગ્રામ વરીયાળીના બીજ ભેળવીને ખાવા થી ભ્રમ રોગ દુર થઇ જાય છે.

મગજની નબળાઈ : ૫૦ ગ્રામ સાકર અને એટલા જ પ્રમાણમાં શંખપુષ્પી લઇને ચૂર્ણ બનાવી લો અને આ ચૂર્ણને ૬ ગ્રામના પ્રમાણમાં સવારે ગાયના દૂધ સાથે ખાવાથી મગજને નબળાઈ દુર થઇ જાય છે.

ગુલ્યવાયુ હિસ્ટીરિયા : ૧૦ ગ્રામ સાકર અને ૧૦ ગ્રામ ધૃતકુમારી (ગ્વારપાઠા) નો ગરબ ભેળવી ત્રિફળાના પાણી સાથે ખાવાથી હિસ્ટીતિયાં રોગ દુર થઇ જાય છે.

લગભગ 120 ગ્રામ સાકર, ૨૫ ગ્રામ કુઠ, ૨૫ ગ્રામ બચ, ૨૫ ગ્રામ શંખપુષ્પી, ૨૫ ગ્રામ બ્રાહ્મી અને ૧૦ ગ્રામ સ્નાયને વાટીને ચૂર્ણ બનાવી લો. ત્યાર પછી ૩ ગ્રામ ચૂર્ણને પાણી કે ગાયના દૂધ સાથે લેવાથી હિસ્ટીરિયા રોગના ઘણો લાભ થાય છે.

આ માહિતી સૂચકહું અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.