જંગલમાં ગુમ થઈ જાવ અથવા તો પાણીમાં કોઈ ડૂબી રહ્યું હોય તો 8 જીવ બચાવવાની યુક્તિઓ યાદ કરો લો.

કોઈ એવા સંજોગોમાં તમે જંગલમાં ગુમ થઈ જાવ અથવા તો પાણીમાં કોઈ ડૂબી રહ્યું હોયને તમારે તેને બચાવવો હોય તો આપેલ 8 જીવ બચાવવાની યુક્તિઓ ચોક્ક્સપણે યાદ કરી લો. જાણો આ લેખમાં

ચોક્કસ જાણકારીઓ હોવી જરૂરી છે કારણ કે અમુક જાણકારી તમારો જીવ બચાવી શકે છે. ધારો કે તમારી સામે એવી પરિસ્થિતિ છે કે જેમાં તમારો જીવ જઈ શકે છે અથવા તો તમારો જીવ જોખમમાં છે અથવા બીજી કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં છે. તેવા સંજોગોમાં તમારી પાસે સાચી અને જરૂરી જાણકારી હોય તો તમે તમારો અથવા બીજાનો જીવ બચાવી શકો છો. માટે આ લેખને વધુમાં વધુ શેયર કરશો.

અહીં અમે તમને આવી જ અમુક પરિસ્થિતિ વિશે જણાવીશું કે જો તમે આવી પરિસ્થિતિમાં મુકાઈ જાઓ તો તેમાંથી બહાર કઈ રીતે નીકળી શકશો.

  1. કોઈ સાર્વજનિક સ્થળ પર તમને મદદની જરૂર જણાય તો :-

કદાચ કોઈ કારણથી તમને કોઈ સાર્વજનિક સ્થળ ઉપર બીજા લોકો પાસેથી મદદ માંગવી પડે તો ક્યારેય પણ ભીડમાં લોકોને કહેવુ નહીં. કોઇ એક વ્યક્તિ ઉભો હોય તેને કહો. ભીડમાં રહેલા લોકો કદાચ એવું વિચારીને મદદ નહીં કરે કે કોઈ બીજી વ્યક્તિ આવીને મદદ કરશે. આને બાયસ્ટેન્ડર ઈફેક્ટ કહે છે. (બહુજ કામની વાત છે મગજમાં ગોઠવી દેજો.)

2. ક્યારેક કોઈ અજાણી જગ્યાએ ખોવાઈ જાઓ :-

અજાણી જગ્યા પર ખોવાઈ જાઓ ત્યારે અમુક ભૂલો કરવી જોઈએ નહીં. પોતાની ગાડીને છોડીને પોતાના મિત્રોને શોધવા જવું નહિ. મદદ માંગવા માટે એક હાથ હલાવવો નહિ અને શક્ય હોય તો સાથે એક અરીસો રાખવો. આવી પરિસ્થિતિ માં ‘ત્રણ નો નિયમ’ શ્રેષ્ઠ ગણાય છે. ત્રણ વાર અરીસાની મદદથી પ્રકાશનો રીફલેકશન કરો, અથવા ત્રણ વાર ફાયર કરો, અથવા ત્રણ વાર સીટી વગાડો.

3. જ્યારે તમને એવુ લાગે કે કોઈ તમારો પીછો કરે છે :-

તમે કશે જઈ રહ્યા છો અને તમને એવું લાગે કે કોઇ વ્યક્તિ તમારો પીછો કરે છે. તો ગભરાયા વગર આગળ વધો અને વળાંક આવે એટલે જમણી દિશામાં વળવું આ રીતે ચાર વાર કરવાથી તમે ફરી પાછા ત્યાં જ આવી જશો જ્યાંથી શરૂ કરેલું. જ્યારે તમારી શંકા ચોક્કસ થઈ જાય તો એવામાં ક્યારેય પોતાના ઘર તરફ જવું નહિ, પણ નજીકના પોલિસ સ્ટેશનને પહોંચી જવું.

4. જયારે ભુલથી કોઈ ધારદાર વસ્તુ શરીરમાં ભોકાઈ જાય :-

ચાકુ અથવા તો કાચ શરીરમાં ભોકાઈ જાય તો તેને પાછું સીધુ બહાર કાઢવાની કોશિશ કરવી નહિ. કારણ કે આવું કરવાથી તમારા શરીરની નસ કપાઈ જવાનું જોખમ હોય છે. શક્ય હોય તે પ્રમાણે ઘાવને જોરથી દબાવી દેવું અને બને એટલી જલ્દીથી ડૉક્ટરની મદદ લેવી.

૫. ડૂબતા વ્યક્તિનો જીવ કેવી રીતે બચાવી શકાય :-

જો તમને તરતા આવડે છે અને તમારી સામે કોઈ વ્યક્તિ ડૂબી રહ્યો હોય તો તે વ્યક્તિને બચાવા ખાલી હાથે ના જવું કારણ કે તે ગભરાયેલો વ્યક્તિ પોતાના જીવ બચાવાની કોશિશમાં તમારા જીવને પણ જોખમમાં મૂકી શકે છે. તમારી સાથે રસ્સી અથવા તો તમારી પાસે એવી કોઇ પણ વસ્તુ રાખવી કે જેની મદદથી તમે ડૂબી રહેલા વ્યક્તિની મદદ દુરથી પણ કરી શકો.

૬. વીજળી પડવી :-

જો તમે ઘરની બહાર ગયા છો અને વાવાઝોડું શરૂ થઈ જાય સાથે સાથે વીજળી પણ પડતી હોય અને એકા એક તમારા માથાના વાળ ઉભા થઇ જાય તો સમજી લેવું કે તમારા પર વીજળી પડવાની છે. આવા સંજોગોમાં જેમ બને એમ જલ્દીથી અંદાજે ૧૫ સેકન્ડમાં તમારે કશે સંતાઈ જવું. (ઝાડ નીચે ક્યારે પણ ના સંતાવું.) કદાચ સંતાઈ ના શકો તો જ્યાં ઊભા છો, ત્યાં તમારા બંને પગ એક સાથે જોડી દો અને પગના બળ પર સિધા બેસી જવું. પછી તમારા હાથોને પગના ઘુટણની આસપાસ વિટળાવી દેવા. આમ કરવાથી વીજળી થોડી જ ક્ષણોમાં જમીનમાં સમાઈ જશે અને તમારા શરીરને ઓછામાં ઓછું નુકશાન થશે.

૭. જયારે ગળામાં કઈક ફસાઈ જાય :-

ક્યારે પણ જમતી વખતે અથવા તો ભૂલથી ગળામાં કઈક અટકી જાય અને ખાસી આવવા લાગે તો એને રોકશો નહિ, ખાસી ખાઈ લેવી. ખાસી આવે એ એક પ્રકારની નિશાની છે કે અંદર હવા જવા માટેની જગ્યા બચી છે. એવી પરિસ્થિતિમાં તે વ્યક્તિના પીઠ પર જોરથી મારવામાં આવે તો ગળામાં ફસાયેલ વસ્તુ એક ઝટકા સાથે બહાર આવી જશે પણ એક જોખમ એ છે કે આમ કરવાથી તે વસ્તુના લીધે તે વ્યક્તિનું ગળું સંપૂર્ણ બંધ થઇ જાય.

૮. જો કદાચ પરમાણુ વિસ્ફોટ થાય તો :-

પરમાણું વિસ્ફોટ થાય તો તે સમયે ધડાકો અને તેમાંથી નીકળવા વાળી અગ્નિની જ્વાળાથી માનવી મૃત્યુનું પ્રમાણ ઓછું હોય છે, કારણ કે એનો ઘેરાવો થોડોક હોય છે, પણ માનવ મૃત્યુનું મુખ્ય કારણ ધમાકા બાદ તેમાંથી નીકળતા તરંગોનો જોરદાર ઝટકો અને ત્યાર બાદ તેમાંથી નીકળતું રેડીયેશન છે.

તમને કયાય દુર વિસ્ફોટ જેવું દેખાય કે તરત જ જમીન તરફ મો કરીને સુઈ જવું અને હાથ વડે તમારા નાક, આંખ, અને કાનને દાબીને બંધ કરી લો. જો પરમાણું વિસ્ફોટ થાય તો આ પ્રકારની અવસ્થામાં આવવા માટે તમારી પાસે મુશ્કિલથી માત્ર ૮ સેકન્ડનો જ સમય હશે. જયારે ધડાકા પછી તેની તરંગો તમારા પરથી પસાર થઇ જાય ત્યારે જલ્દીથી નજકની કોઈ મજબુત ઘર કે બિલ્ડીગમાં જઈ સંતાઈ જવુંને ધડાકો થયા બાદના ૪૮ કલાક સુધી બહાર નહી નીકળવું. ૪૮ કલાક બાદ જેમ બને એટલી જલ્દીથી શહેર છોડી દેવું જોઈએ.

મુશ્કેલીના સમયે આપેલ પ્રયાસો ઉપયોગી નીવડે છે. તો તમારે ખાસ યાદ રાખવા અને બીજા લોકોને પણ માહિતગાર કરવા. જય જય ગરવી ગુજરાત. જય જવાન, જય કિશન, જય હિન્દ…

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.