સફેદ સાડી પહેરેલી જાન્હવીમાં દેખાઈ તેની માં શ્રીદેવીની ઝલક, આવવા લાગ્યા લગ્નના માંગા

કહેવાય છે કે દીકરીઓ પોતાની માં ની જ કાર્બન કોપી હોય છે. માં ના લૂકની સાથે સાથે તેમની આવડત અને આદતો પણ દીકરીમાં દેખાવા લાગે છે. આવું જ કંઈક હાલ બોલીવુડ એક્ટ્રેસ જાન્હવી કપૂરનું છે. જેમ જેમ જાન્હવી મોટી થતી જઈ રહી છે, તેનામાં તેની માં ની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી છે. આજે ભલે જાન્હવીની સાથે શ્રીદેવી નથી પણ તેમનું લોહી જાન્હવીના શરીરમાં છે. જાન્હવી પણ પોતાની માં ની જેમ બોલીવુડમાં પોતાનું નામ સ્થાપિત કરવા તરફ પગલાં વધારી રહી છે.

જાન્હવી સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થતી રહે છે. ઘણી વખત તેનો જિમ લૂક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે. પરંતુ ઘણી વખત પોતાના લૂકને લઈને જાન્હવીનો મજાક પણ ઉડાવવામાં આવ્યો હતો. પણ જાન્હવી આ ટ્રોલર્સની વાતો પર વધારે ધ્યાન આપતી નથી. જાન્હવી વિષે એક રસપ્રદ વાત એ છે કે, તે વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંને લૂકમાં ખુબ સુંદર દેખાય છે. ખાસકરીને તેનો સંસ્કારી લૂક લોકોને ખુબ પસંદ આવે છે.

થોડા સમય પહેલાની જ વાત લઇ લો. જાન્હવીએ સફેદ રંગની સાડી પહેરેલી હતી. આ સાડીમાં તે ખુબ સુંદર દેખાઈ રહી હતી. તેનો આ સફેદ સાડી વાળો લૂક જોઈએ ફેન્સ એટલા ખુશ થયા કે, તેની તુલના ‘ચાંદની’ ની શ્રીદેવી સાથે કરી. એટલું જ નહિ જ્યાં એક તરફ વેસ્ટર્ન લૂકના કારણે ટ્રોલર્સ જાન્હવીનો મજાક ઉડાવ્યા કરતા હતા, તો બીજી તરફ જાન્હવીને સાડીમાં જોઈને એના માટે લગ્નના માંગા આવવા લાગ્યા.

લોકોને સફેદ સાડીમાં જાન્હવી એટલી સારી લાગી, કે તેઓ તેને તેમની ધર્મપત્ની બનાવવા માંગે છે. અમારું કહેવાનું છે કે, એક યુઝરે જાન્હવીને સાડીમાં જોઈને પૂછી લીધું કે, “જાન્હવી શું તમે મારી સાથે લગ્ન કરશો?” તો બીજા યુઝરે લખ્યું કે, “જાન્હવી તમે સફેદ સાડીમાં ખુબ જ હોટ લાગી રહ્યા છો.” બસ આવી જ રીતે સોશિયલ મીડિયામાં જાન્હવીના વખાણ થઇ રહ્યા છે.

જણાવી દઈએ કે, જાન્હવીએ આ સફેદ સાડી પોતાના પરિવારની દિવાળીની આફ્ટર પાર્ટી દરમિયાન પહેરી હતી. આ પાર્ટીમાં તે પોતાની બહેનો સોનમ કપૂર અને અંશુલા કપૂરની સાથે વાતો કરતા દેખાઈ હતી. જાણકારી અનુસાર જાન્હવીએ આ પાર્ટીમાં ખુબ મજા પણ કરી હતી.

તેમના આવનારા પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો જાન્હવી જલ્દી જ ઘણી બધી ફિલ્મોમાં જોવા મળશે. તેની નેક્સ્ટ ફિલ્મની વાત કરીએ તો ‘રૂહીઅફઝા’ એક હોરર કોમેડી ફિલ્મ છે, જેમાં તેની સાથે રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, વરુણ શર્મા, રોનિત રોય અને આમના શરીફ જેવા સ્ટાર્સ દેખાવાના છે. ત્યાં ‘કારગિલ ગર્લ’ની કહાની ઇન્ડિયન એયરફોર્સ પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિક પર બેસ્ડ છે. આમાં જાન્હવી ગુંજનનો રોલ કરતી દેખાશે. પછી દોસ્તાના 2 માં તે કાર્તિક આર્યનની સાથે દેખાશે. આ ફિલ્મ દોસ્તાનાની સિક્વલ છે.

તમને લોકોને જાન્હવીનો આ સાડી લૂક કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવો. સાથે આ વાતની પણ જાણકારી આપો કે, તમને જાન્હવી કપૂર વેસ્ટર્ન કપડામાં વધારે સુંદર દેખાય છે કે, ભારતીય પારંપરિક ડ્રેસમાં સુંદર દેખાય છે. બોલીવુડથી જોડાયેલી દરેક સમાચાર માટે હંમેશા આમારી સાથે જોડાઈ રહેવા માટે અમારા પેજને લાઈક કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.