રસ્તા પર પૈસા માંગી રહેલા ગરીબ બાળકોને જાન્હવીએ આપી એવી વસ્તુ કે વાયરલ થયો વિડીયો, જુઓ

થોડા જ દિવસોમાં જાન્હવી કપૂર બોલીવુડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. જાણકારી માટે જણાવી દઈએ કે, જાન્હવીએ થોડા સમય પહેલા જ ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. એ ફિલ્મમાં એની સાથે શાહિદ કપૂરનો નાનો ભાઈ ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો. જ્યાં ફિલ્મમાં અમુક લોકોને જાન્હવી એક્ટિંગ પસંદ આવી તો, અમુક લોકોએ એમની અભિનય પ્રતિભા પર સવાલ ઉભા કર્યા.

જ્યારથી જાન્હવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી છે, ત્યારથી તે કોઈને કોઈ કારણે મીડિયાની હેડલાઈનમાં રહે છે. ક્યારેક તે પોતાની ફેશન સેન્સને લઈને તો કયારેક ફિટનેસને લઈને હેડલાઈનમાં રહે છે. ક્યારેક તે વોગ બ્યુટી અવોર્ડમાં પોતાના સ્ટનિંગ લુકથી બધાને ચકિત કરી દે છે, તો ક્યારેક ગરીબોની મદદ કરીને.

આમ તો જાન્હવી કપૂર ઘણી વાર ગરીબોની મદદ કરતા જોવા મળી છે. પણ હાલમાં જ એમનો એક વિડીયો વાયરલ થયો છે, જેને ફેન્સ ઘણો પસંદ કરી રહ્યાં છે. જો કે આ વિડીયોમાં પણ તે કોઈ ગરીબની મદદ કરી રહી છે. પણ આ વખતે જાન્હવીએ પૈસાની જગ્યાએ ખાવાનું આપ્યું, જે એમના ફેન્સને ઘણું સારું લાગ્યું છે.

હકીકતમાં હાલમાં જ જાન્હવી બાંદ્રામાં આવેલા એક સલૂનમાં પહોંચી હતી. જેવી જ તે પોતાની ગાડીમાંથી ઉતરી કે એની સામે એક નાનો ગરીબ બાળક આવી ગયો. એ નાનો બાળક જાન્હવી પાસે પૈસા માંગવા લાગ્યો, પણ જાન્હવીએ પોતાની ગાડીમાંથી બિસ્કિટના બે પેકેટ લાવીને એના હાથમાં આપ્યા. એ પછી કોઈ વ્યક્તિના કહેવા પર જાન્હવીએ એ બાળકને પૈસા પણ આપ્યા. જણાવી દઈએ કે, બાળક પોતાની માં સાથે હતો જે રસ્તાના કિનારે ફુગ્ગા વેચી રહી હતી.

વાયરલ થયો વિડીયો :

જાન્હવીનો આ ગુણ એમના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. એના માટે લોકો જાન્હવીની ઘણી પ્રશંસા પણ કરી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી થયું કે જયારે જાન્હવીએ કોઈની મદદ કરી હોય. જણાવી દઈએ કે, આ પહેલા પણ તે ગરીબ લોકોની મદદ કરતા દેખાઈ છે. જાન્હવીનો આ મદદગાર સ્વભાવ લોકોને ખુબ પસંદ આવ્યો છે, અને એના માટે લોકો એની ખુબ પ્રશંસા કરે છે.

દિવાળીની પાર્ટીમાં ઘણી ગ્લેમરસ દેખાઈ જાન્હવી :

હાલમાં જ જાન્હવી દિવાળી પાર્ટીમાં પોતાના લુકને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. દિવાળી પાર્ટીમાં જાન્હવી સફેદ રંગની સાડીમાં જોવા મળી હતી. એ સાડીમાં તે ઘણી સુંદર દેખાઈ રહી હતી. જાન્હવીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો, અને એના ફેન્સ સફેદ સાડીમાં એની સુંદરતાને જોતા જ રહી ગયા હતા. લુકને કમ્પ્લીટ કરવા માટે જાન્હવીએ વાળ ખુલ્લા રાખ્યા હતા અને લાલ લિપસ્ટિકની સાથે સાથે કાનમાં ઝુમકા પહેર્યા હતા.

વાત કરીએ જાન્હવીના વર્ક ફ્રન્ટની તો જલ્દી જ તે ગુંજન સક્સેનાની બાયોપિક ‘ધ કારગિલ ગર્લ’ માં જોવા મળશે. આ ફિલ્મને શરણ શર્મા ડાયરેક્ટ કરી રહ્યા છે, અને પ્રોડ્યુસર કરણ જોહર છે. ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2020 માં રિલીઝ થઈ શકે છે. એના સિવાય જાન્હવી વર્ષ 2020 માં જ રિલીઝ થવા વાળી ફિલ્મ ‘રુહી આફઝા’ માં પણ જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર હાર્દિક મેહતા છે. ફિલ્મમાં જાન્હવી કપૂરની ઓપોઝીટ રાજકુમાર રાવ જોવા મળશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

વિડીયો :