નાનકડી ફેનને જોતા જ જાન્હવી કપૂર ગળે વળગી અને લીધી સેલ્ફી, સાદગીના વખાણ કરતા થાકી રહ્યા નથી ફેન્સ

થોડાક જ દિવસોમાં જાન્હવી કપૂર બોલીવુડની ચર્ચિત અભિનેત્રી બની ગઈ છે. જાણકારી માટે જણાવી દઈએ કે, જાન્હવીએ ફિલ્મ ‘ધડક’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટર દેખાયા હતા. ફિલ્મમાં કેટલાક લોકોએ જાન્હવીની એક્ટિંગ પસંદ આવી ત્યાં કેટલાક લોકોને તેમની અભિનય પ્રતિભા પર સવાલ ઉભા કર્યા હતા.

જ્યારથી જાન્હવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી છે, ત્યારથી તે કોઈને કોઈ કારણે મીડિયાની ચર્ચામાં રહે છે. ક્યારે તે પોતાના ફેશન સેન્સને લઈને ચર્ચામાં આવે છે, તો ક્યારે ફિટનેસને લઈને. ક્યારેક તે વોગ બ્યુટી એવોર્ડ્સમાં પોતાના સ્ટનિંગ લૂકથી બધાને ચકિત કરી દે છે, તો ક્યારેક ગરીબોની મદદ કરીને બધાનું દિલ જીતી લે છે.

નાનકડી ફેન સાથે લીધી સેલ્ફી :

એવાં ફરી એક વખત જાન્હવીના કેટલાક ફોટો વાયરલ થયા છે, જ્યાં તે તેની નાનકડી ફેનને ગળે લગાવી રહી છે. થોડા સમય પહેલા જાન્હવી મુંબઈના રસ્તા પર દેખાઈ, અને તેમને જોતા જ એક નાનકડી બાળકી તેમની પાસે ભાગીને આવે છે અને સેલ્ફી ખેંચવાની જીદ્દ કરે છે.

જાન્હવીએ બાળકીને જોઈને સૌથી પહેલા તેને ગળે લગાવી, જેના પછી બાળકીની માં પોતાની દીકરી અને જાન્હવીની સાથે સેલ્ફી લે છે. આ દરમિયાન મહિલા સારી રીતે સેલ્ફી લઇ શકતી ન હતી, તો જાન્હવી પોતે ફોન લે છે અને ત્રણેયની સેલ્ફી લે છે. તેના પછી જાન્હવી તેમનો આભાર માનીને જતી રહે છે.

જાન્હવીનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો છે, અને ફેન્સ સાથેના શિષ્ટાચાર વાળા વર્તનથી તેમના વખાણ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો આને જોયા પછી જાન્હવીની સાદગીના વખાણ કરતા થાકી રહ્યા નથી. આના પહેલા પણ જાહન્વીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેણે ગરીબ બાળકને બિસ્કીટ આપ્યું હતું. તેમણે ઘણી વખત પૈસા આપીને પણ ગરીબોની મદદ કરી છે.

લાલ સાડીમાં વાયરલ થયા ફોટો :

થોડા સમય પહેલા જાન્હવીના લાલ સાડીમાં કેટલાક ફોટા વાયરલ થયા હતા, જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ આવતી હતી. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેયર કરતા જાન્હવીએ કેપ્સન આપ્યું હતું, “સાડી વાળું સપનું પૂર્ણ થતા”. ફેન્સે જાન્હવીના આ ફોટોને ખુબ પસંદ કર્યા. સાથે ફેન્સે એ પણ જણાવ્યુ હતું કે, આ ફોટોમાં તે ડિટ્ટો પોતાની માં શ્રીદેવી જેવી દેખાઈ રહી છે. શેયર કરવામાં આવેલ કેટલાક ફોટોમાં જાન્હવીના પિતા બોની કપૂર પણ તેની સાથે દેખાયા હતા. જણાવી દઈએ કે જાન્હવીએ આ સાડી ‘ઉમંગ’ ઉત્સવ માટે પહેરી હતી.

વ્યસ્ત જવાનું છે વર્ષ :

કામની વાત કરીએ તો જાન્હવી ગુંજન શર્માની બાયોપીક ‘કારગિલ ગર્લ’ માં જોવા મળશે. આના સિવાય નેટફ્લિક્સ પર પહેલી જાન્યુઆરી એ રિલીઝ થયેલી ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ માં પણ જાન્હવી છે. એટલું જ નહિ, કાર્તિક આર્યન સાથે તે ‘દોસ્તાના 2’ ની શૂટિંગમાં પણ વ્યસ્ત છે. કરણ જૌહરની મલ્ટી સ્ટાર ફિલ્મ ‘તખ્ત’ અને ‘રુહી આફજા’ માં પણ જાન્હવી કામ કરી રહી છે. કુલ મળીને આ કહેવું ખોટું નથી કે, આ વર્ષ જાન્હવી માટે ખુબ વ્યસ્ત જવાનું છે.

વિડિયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.