જન્મથી જ બાળકોમાં આવી જાય છે આ 4 ગુણ, બહારની દુનિયામાંથી આ ગુણ મળી શકવા છે અશક્ય

ચાણક્ય અનુસાર જન્મતાની સાથે જ બાળકમાં આવે છે આ 4 ગુણ, જાણો કયા છે તે ગુણ, જેને પછી નથી કેળવી શકતા. કહેવામાં આવે છે કે, કોઈ પણ વ્યક્તિ પોતાના ગુણો અને કર્મોને કારણે જ શ્રેષ્ઠ અને લોકોના પ્રિય બને છે, જે વ્યક્તિ પોતાની પાસે ગુણોનો ભંડાર રાખે છે, તે બધાને પોતાની તરફ આકર્ષિત કરી લે છે. દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રમાં તે વ્યક્તિની લોકો રાહ જોતા રહે છે. અને એવા વ્યક્તિ જે ગુણહીન હોય, તેનું જીવન નરક સમાન હોય છે. તેને ક્યાય પણ માન સન્માન પ્રાપ્ત નથી થતું.

મહાન આચાર્ય ચાણક્યએ તેના નીતિ શાસ્ત્રમાં ઘણી એવી વાતોને સ્થાન આપ્યું છે. તેમાંથી એક તેમણે જણાવ્યું છે કે થોડા ગુણ એવા હોય છે, જે માણસની અંદર જન્મ સાથે જ પ્રવેશ કરી જાય છે. એટલે કે તેમના માનવા મુજબ, વ્યક્તિમાં અમુક ગુણ જન્મ સાથે જ હોય છે, તેને પાછળથી મેળવી નથી શકાતા. આચાર્ય ચાણક્ય એક શ્લોકના માધ્યમથી કહે છે કે, ‘दातृत्वं प्रियवक्तृत्वं धीरत्वमुचितज्ञता, अभ्यासेन न लभ्यन्ते चत्वारः सहजा गुणाः॥’.
આવો તમને વિસ્તારથી ચાણક્યના આ શ્લોક વિષે જણાવીએ.

દાન દેવાની ઈચ્છા : આચાર્ય ચાણક્ય કહે છે કે, કોઈ પણ વ્યક્તિ દાન આપે છે, તો તે તેનો જન્મજાત ગુણ છે, ન કે તેને તેના માટે બહારની દુનિયામાં આવીને અભ્યાસ કરવો પડ્યો છે. તેને અભ્યાસ સાથે પ્રાપ્ત કરવો મુશ્કેલ છે.

વાણીમાં મધુરતા : વાણીમાં મધુરતા, તે વ્યક્તિમાં રહેલો સૌથી મોટા ગુણ માંથી એક હોય છે. આ ગુણથી વ્યક્તિ કોઈનું પણ સરળતાથી દિલ જીતી શકે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે તે બધા જન્મજાત ગુણ છે, તેને પણ બહારથી શીખવા આપણા માટે મુશ્કેલ છે.

ધીરજ : આજની દોડધામ ભરેલા જીવનમાં હંમેશા જોવા મળે છે કે લોકોમાં ધીરજનો ઘણો અભાવ છે. ઉતાવળમાં લોકો ખોટા કામ કરી બેસે છે. પાછળથી તેને તેની ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે. એટલે જો તમારામાં ધીરજ છે કે તમને કોઈનામાં એ ગુણ જોવા મળે તો સમજી જાવ કે તેને એ ગુણ ભગવાન તરફથી ભેંટ તરીકે પ્રાપ્ત થયો છે.

યોગ્ય કે અયોગ્યનું જ્ઞાન : યોગ્ય કે અયોગ્યનું જ્ઞાન હોવું તે ગુણ પણ કોઈ વ્યક્તિમાં જન્મ સાથે જ આવી જાય છે. તેને પણ બહારથી મેળવવવું ઉપર જણાવેલા ત્રણે ગુણો જેવું જ મુશ્કેલ છે. આ ગુણ દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. માનવને એ વાતની જાણકારી જરૂરી હોવી જોઈએ કે શું તેમના માટે યોગ્ય છે અને શું તેમના માટે ખોટું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.