જાણો શું થાય છે IAS ની ટ્રેનીંગમાં? મેળવો એના વિષે A to Z માહિતી, જાણવા ક્લિક કરો.

જો ઉમેદવારનું સપનું IAS અધિકારી બનવાનું છે. તો IAS તાલીમ પ્રાપ્ત કરવી એ સપનું સાકાર કરવાનું પહેલું પગલું ગણવામાં આવે છે. IAS તાલીમને હંમેશા જીવંત, રોમાંચક અને સંતોષપ્રદ ગણાવવામાં આવે છે. IAS તાલીમ દરમિયાન, અધિકારીઓમાં ઉપલબ્ધી અને આત્મવિશ્વાસની ઊંડી ભાવના જાગૃત થાય છે.

IAS તાલીમ દરમિયાન, અધિકારીઓ જેવી રીતે તાલીમ પ્રાપ્ત કરે છે, તેના વિષે વાંચવું ચોક્કસ રીતે વિદ્યાર્થીઓમાં એક સારો સંચાર કરશે. એટલા માટે, અહિયાં અમે તમને IAS અધિકારી બન્યા પછીના જીવન વિષે જણાવી રહ્યા છીએ.

IAS પરીક્ષામાં પાસ થયા પછી જે પહેલી વસ્તુ તમે સાંભળશો તે લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસનીક એકેદમી (LBSNAA) માં આપવામાં આવતી તાલીમ દરમિયાન સમૃદ્ધ જીવન વિષે હશે. આવો LBSNAA માં આપવામાં આવતી તાલીમ વિષે જાણીએ.

IAS પ્રશિક્ષણનો ભાગ ૧ :

પહેલા ભાગમાં ભારતીય પ્રશાસનીય સેવાના અધિકારી પ્રશિક્ષુઓને ઘણા પ્રકારના વિષયોમાં કઠોર તાલીમ આપવામાં આવે છે. જેથી તેને સામાન્ય રીતે નોકરીના પહેલા દશકમાં મળતા જુદા જુદા પ્રકારના કાર્યો કરવા માટે સક્ષમ કરવામાં આવી શકે. તેમાં જીલ્લા તાલીમ હોય છે. પરંતુ તે પહેલા, તેના નીચે જણાવેલા બે મોડ્યુલ હોય છે :

૧. શિયાળાનો અભ્યાસ પ્રવાસ :

અ) પ્રશિક્ષુ અધિકારી (Probationers) પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાનો અનુભવ કરવા માટે આખા દેશનો પ્રવાસ કરે છે. જેને ભારત દર્શન પણ કહે છે.

બ) સંસદીય અભ્યાસ બ્યુરો સાથે એક અઠવાડિયાની તાલીમ મળે છે, જે તેને ભારતમાં સંસદીય પ્રણાલીના કામકાજ વિષે જણાવે છે.

ક) આ ભાગમાં પ્રશિક્ષુ અધિકારીઓ (Officer Trainee) ની ભારતના રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને બીજા મહત્વના ગણમાન્ય વ્યક્તિઓ સાથે પણ મુલાકાત કરાવવામાં આવે છે.

૨. એકેડેમિક મોડ્યુલ : આ થીમ આધારિત મોડ્યુલ (Theme Based Module) હોય છે, અને જુદા જુદા પ્રકારના વિષયોને કવર કરે છે. જેમ કે :

અ) નીતિ નિર્માણ, રાષ્ટ્રીય સુરક્ષા/કાનુન અને વ્યવસ્થા, ખેડૂત/ભૂમિ પ્રબંધન અને પ્રશાસન, ગ્રામીણ વિકાસ/વિકેન્દ્રીકરણ અને પંચાયતી રાજ, શહેરી પ્રબંધન. પાયાનો ઢાંચો(યોજના) અને પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપ, ઈ- ગવર્નેસ/કાર્યાલય પ્રબંધન/પ્રશાસનમાં IAS નો દ્રષ્ટિકોણ/ ભીમિકા.

બ) સોફ્ટ સ્કીલ્સ (નેતૃત્વ, સંગઠનાત્મક વ્યવહાર અને આંતરવ્યક્તિગત કૌશલ્ય), પરિયોજના પ્રબંધન, એન્જીનીયર કૌશલ્ય અને આઈસીઆઈટી વિત્તીય(નાણાકીય) પ્રબંધન અને પરિયોજના મૂલ્યાંકન જેવા કૌશલ્ય, સામાજિક ક્ષેત્ર/ નબળો વર્ગ અને અલ્પસંખ્યકોનું વિશેષ ધ્યાન અપાય છે.

3. જીલ્લા પ્રશિક્ષણ :

અ) IAS પ્રશિક્ષુઓ (Probationers) ને એક વર્ષનો જીલ્લા પ્રશિક્ષણ અપાય છે. જે તેમને પોતાની અદભુત વિવિધતાઓ, અસંખ્ય પડકારો અને અવસરો સાથે સર્વોત્કુષ્ટ ભારતને જોવા, વાંચવા અને જીવવામાં સક્ષમ બનાવવામાં ડ્રીલ જેવું હોય છે.

બ) જીલ્લા પ્રશિક્ષણ તેમને પ્રશાસનિક સેટઅપને સમજવામાં વિભિન્ન અવસર આપે છે. તે તેમને વિકાસના પ્રતિમાન(પેટર્ન)ને સમજવાની સાથે-સાથે રણનીતિઓની પ્રભાવકારીતાને સમજવા માટે લોકો, તેમના પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે વાતચીત કરવાનો અવસર આપે છે.

IAS પ્રશિક્ષણનો ભાગ 2 :

૧) બીજા ચરણમાં આ ક્ષેત્રમાં અધિકારી પ્રશિક્ષુઓને પોતાના અનુભવો જણાવવા માટે મંચ આપે છે, અને દેશના પ્રશાસન અને શાસનની ખૂબીઓ અને ખામીઓને સમજવામાં સક્ષમ બનાવવામાં આવે છે.

૨) આ ચરણમાં ઈન્ટરેકટીવ શિક્ષણ પદ્ધતિ પર જોર આપવામાં આવે છે, અને તેમાં સરકારમાં કામ કરતા અને સરકારની બહારના પ્રતિષ્ઠિત વિશેષજ્ઞોના વિશેષ સત્ર પણ આયોજિત કરવામાં આવે છે.

૩) પ્રશિક્ષણના સમાપ્ત થયા પહેલાનું ચરણ અધુકારી પ્રશીક્ષુઓ (Officer Trainee) ને સરકારી સેવામાં પોતાના કરિયર શરુ કરતા પહેલા એના વિષે સીખવાનો જીવંત અવસર પ્રદાન કરે છે.

IASની તૈયારી માટે પ્રભાવશાળી સમય સારિણી (ટાઇમ ટેબલ) કેવી રીતે બનાવવી?

એલબીએએનએએ એકેડમીમાં અધિકારી પ્રશિક્ષુનો એક સામાન્ય દિવસ :

એકેડમીમાં IAS અધિકારી પ્રશિક્ષુ (Officer Trainee) નો દિવસ સવારે 6 વાગ્યે, 60 મિનીટના અભ્યાસ ડ્રીલ સાથે શરુ થાય છે. પછી બાકીના કામ દિનચર્યા મુજબ કરવામાં આવે છે. બધા કાર્ય દિવસો પર IAS અધિકારી પ્રશિક્ષુના કક્ષા સત્ર જેમાં 5 થી 6 એકેડેમિક સત્ર હોય છે, પ્રત્યેક સત્ર 55 મીનીટના હોય છે, તે સવારે 9 વાગ્યે શરુ થાય છે.

સાંજનો સમય હંમેશા ખેલ, ઘોડેસવારી અને સંસ્કૃતિક ગતિવિધિઓ માટે હોય છે. તેમાં શીખવાનો અવસર ઓછો અને ખાલી સમય વધુ મળે છે. સાંજે બાકી સમય અને રાતનો સમય સાથી પ્રશીક્ષુઓ સાથે વાત ચિત કરવા અને આગલા દિવસે એકેડમીક સત્રની તૈયારીમાં વીતી જાય છે.

પોતાના ગતિશીલ પ્રશિક્ષણ કાર્યક્રમના ભાગની જેમ એકેડમી આઉટડોર કાર્યક્રમો પર ખુબ વધુ જોર આપે છે. બધી અઠવાડિક અને અધિસૂચિત રજાઓ પાઠ્યેત્તર ગતિવિધિઓ જેવી કે સામુદાયિક સેવાઓ, એડવેન્ચર સ્પોર્ટ્સ, રોક ક્લાઈમ્બીંગ, પેરાગ્લાઈડીંગ, રીવર રાફટીંગ, શોર્ટ ટેક્સ વગેરે માટે સામાન્ય રીતે આરક્ષિત હોય છે. સ્વાસ્થ્ય, જીવન શક્તિ અને શાંતિ માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના મહત્વને જણાવવાની આવશ્યકતા નથી. હંમેશા વ્યસ્ત અને તણાવથી ભરેલા કરિયર વાળા માટે આ વધુ મહત્વપૂર્ણ હોય છે.

પ્રશિક્ષણ પ્રાપ્ત કરી રહેલા IAS અધિકારીઓને લેકચર હોલના દાયરાથી દુર સમૃદ્ધ, વિવધતાથી ભરેલા અને જીવંત કેમ્પસ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એવા અનુભવોના કેટલાક ઉદાહરણ આ રીતે છે:

અ) પર્શીક્ષુઓને ગ્રેટર હિમાલય પર ટ્રેકિંગ માટે મોકલવામાં આવે છે, જ્યાં તે વિપરીત પરિસ્થિતિઓ, ખરાબ વાતાવરણ, રહેવાની અપૂરતી સુવિધા અને સીમિત ભોજન જેવી પરિસ્થિતિઓમાં જીવવાનું શીખવાડે છે.

બ) ગ્રામીણ જીવનની વાસ્તવિકતાઓને સમજવા અને તેની સરાહના કરવા માટે પછાત ગામોની મુલાકાત લેવી અને ત્યાં જઈને રહેવું આરંભિક સ્તરના કાર્યક્રમનું અભિન્ન અંગ છે.

ક) અધિકારી પ્રશિક્ષુઓ (Officer Trainee) ને પાઠ્યેત્તર મોડ્યુલોમાં સમાવિષ્ટ થવા અને પોતાની પસંદના કોઈ પણ શોખમાં પ્રવીણતા મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ડ) તેના માટે તેમને તેમની રચનાત્મક ક્ષમતાને રજુ કરવા માટે વિભિન્ન ક્લબો અને સોસાયટીઓની ગતિવિધિઓમાં ભાગ લેવામાં પ્રોત્સાહિત કરવામાં આવે છે.

IAS પ્રશિક્ષણના નવા વલણ :

કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DoPT) દ્વારા ગઠિત કિરણ અગ્રવાલ સમિતિએ IAS અધિકારીઓ માટે પ્રશિક્ષણના કુલ સમયગાળાને બે વર્ષથી ઓછા કરીને દોઢ વર્ષનો કરવાની વિનંતી કરી હતી. એવું કરવાનું સૂચન IAS અધિકારીઓના હાલના બેચોથી જીલ્લા પ્રત્યે આસક્તિના ઉપ-ઇષ્ટતમ પ્રભાવ અને કામ દરમિયાન સીખવા માટે સ્વતંત્ર પ્રભારના અપેક્ષાકૃત ઉચ્ચ ઉપયોગીતા પર મળેલી જબરદસ્ત પ્રતિક્રિયાને જોતા આપ્યો હતો.

જો અમે IAS અધિકારી પ્ર્શીક્ષુઓની સરેરાશ ઉંમર 28 ની આજુબાજુ માનીએ તો પ્રશિક્ષણના સમયગાળામાં કટૌતી થોડી સાચી લાગે છે. કારણ કે ઘણા લોકો આ નોકરીમાં પર્યાપ્ત કાર્યાનુભવ સાથે આવે છે અને તેમની પાસે નોકરી કરવા માટે ઓછા વર્ષ હોય છે. તેના સિવાય વીતેલા વર્ષોમાં પ્રશિક્ષણનો ગાળો વ્યાપક થયો છે અને અધિકારી ચાર વર્ષની નોકરી સાથે મીડ-કરિયર પ્રશિક્ષણ (Mid Career Training) પ્રોગ્રામ અને શોર્ટ ટર્મ રીફ્રેશર કોર્સ કરી શકે છે. અને છેલ્લે કનિષ્ઠ સ્તર પર IAS અધિકારીઓની સામાન્ય ઉણપને જણાવતા રાજ્ય સરકારોએ પ્રશિક્ષણ અથવા પરિવીક્ષા(પ્રોબેશન) સમયગાળામાં કટૌતીનું સ્વાગત કર્યુ છે.