દુનિયાના ૨૩ દેશોએ શ્રી રાજીવ દીક્ષિતના ભોજન બાદ વિશ્રામ ના આ નિયમને કાનૂન બનાવી દીધો

દિમાગને સતત એક્ટિવ રાખવા માટેનું રહસ્ય

રાજીવ દીક્ષિતજીએ બે ઉપાય બતાવ્યા જેનો અમલ કરવુ આવશ્યક છે.

૧. બપોરે જો તમે ભોજન કર્યું હોય તો ભોજન બાદ વીસ મિનિટ આરામ લેવું આવશ્યક છે.

૨. રાત્રિના ભોજન બાદ ઓછામાં ઓછા બે કલાક સુધી આરામ નહીં લેવું આવશ્યક છે.

આ બન્ને એકબીજાથી વિપરીત ઉપાયો છે. બપોરે જો તમે ભોજન લીધું હોય તો તેના પછી ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી તમારે વિશ્રામ કરવાનો છે. તેમજ જો રાત્રે ભોજન લીધું છે તો ઓછામાં ઓછા ૨ કલાક સુધી તો આરામ નથી જ કરવાનો.

તેઓએ કારણ દર્શાવતા કહ્યું કે બપોરના સમયે શરીરમાં પિત્તનો પ્રભાવ સૌથી વધુ હોય છે. પિત્ત એક એવી તબીબી સ્થિતિ છે કે જે દરમિયાન જો આરામ કરવામાં ન આવે તો તે વધુમાં વધુ ભડકે છે. જો તમને પિત્ત હોય તો શાંતિથી બેસી જશો તો પિત્ત પણ શાંત થઇ જશે. પરંતુ જો તમે તમારું કામ કરવાનું શરૂ કર્યું તો પિત્ત એટલી હદે ભડકશે કે તમારા આખા શરીરમાં બળતરા થવાની શરૂ થઈ જશે. માટે શ્રી રાજીવ દિક્ષિતજી ની વિનંતી છે કે તમામ ભાઈઓ અને તમામ બહેનો ભોજન બાદ ઓછામાં ઓછી વીસ મિનિટ સુધી આરામ કરવો.

તેઓએ બપોરના ભોજન બાદ કઈ રીતે આરામ કરવો જોઈએ તે પણ જણાવ્યું . તેઓએ જણાવ્યું છે કે બપોરના ભોજન બાદ ડાબા પડખે ફરીને સૂઈ જવું. જેને વામકુક્ષી પણ કહેવામાં આવે છે. વામકુક્ષી એટલે ડાબુ પડખું ફરીને સૂવું. તેઓએ વીસ મિનિટ સુધી ડાબુ પડખું ફરીને સૂવા માટે જણાવ્યું છે. જો આ દરમિયાન આંખ લાગી જાય તો સૂઈ જવું.

બપોરે સૂવાનો ફાયદો બતાવતા તેમણે કહ્યું કે રાત્રી દરમિયાનની ૬ કલાકની ઉંઘ અને દિવસ દરમિયાન ૪૦ મિનિટથી ૧ કલાક સુધીની ઊંઘ બંને એક સમાન છે. બપોરના ભોજન બાદની ૧ કલાકની ઉંઘ એટલી જ ફાયદાકારક છે જેટલી રાત્રી દરમિયાન લેવાયેલી ૬ કલાકની ઉંઘ. માટે આપ સર્વેને મારી નમ્ર વિનંતી છે કે બપોરના ભોજન બાદ તરત જ આરામ કરો. કોઈ પણ કાર્ય એટલું મહત્ત્વનું નથી જેટલું મહત્ત્વનું તમારા જીવનમાં તમારું શરીર છે.

એવા પણ ઘણા લોકો હશે જેઓે આખો દિવસ નોકરી કરતા હશે. તેઓ તમામને રાજીવ જી એ એક મહત્વપૂર્ણ વાત જણાવતા કહ્યું છે કે તમારામાંથી ઘણા લોકો એવા હશે જે સર્વિસમાં હશે, બેન્કમાં હશે, સ્કૂલમાં અધ્યાપક હશે કે પછી રેલવેમાં હશે. આ લોકો કઈ રીતે આરામ કરશે ? આ તો એક સમસ્યા છે જ પણ રાજીવ ભાઈએ એક મહત્વની અને સારી એવી જાણકારી સહુને આપી હતી કે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, મેક્સિકો જેવા કુલ ૨૩ દેશોની સરકારોએ ભોજન બાદ ૨૦ મિનિટ આરામનો કાનૂન બનાવી દીધો છે. તેઓની કંપનીમાં જો ભોજન બાદ ૨૦ મિનિટનો આરામ નહીં આપવામાં આવે તો ત્યાંની સરકાર કંપનીનો લાયસન્સ કાયમ માટે રદ્દ કરી દે છે. આવું ભારતમાં ક્યારે થશે એ વાતની તો ખબર નહીં પરંતુ જે લોકો ઘરે હાજર હોય છે તેઓ પોતાના ઘરમાં આ નિયમને કાયમી બનાવી દો.

અંતે બધી વાતોનું પુનરાવર્તન કરાવતા કહ્યું કે બપોરના ભોજન પછી વીસ મિનિટ ડાબુ પડખું ફરીને સૂવુ જોઇએ. કારણ કે બપોરના સમયે પિત્તની ગતિ ખૂબ જ તીવ્ર હોય છે જેને કારણે ભોજન બરાબર પચી શકતું નથી. જેને કારણે વિશ્રામ કરવું ખૂબ જ આવશ્યક છે.

ઉપરાંત રાત્રી દરમિયાન ભોજન કર્યા બાદ બે કલાક સુધી સુવું નહી . એનું એક કારણ છે કે રાત્રિના સમયે કફનું પ્રમાણ વધારે હોય છે કફની અધિકતા લીધે ભોજન બાદ તરત જ સુવુ એ તકલીફ દાયક છે. માટે રાત્રિના ભોજન બાદ બે કલાક સુધી હરો, ફરો , આમ તેમ થોડા ઘણા આંટા મારો , ભજન કીર્તન કરો , વાંચવા લખવા બેસો , જપ કરો પરંતુ બે કલાક સુધી સુવું નહી.

તેઓએ આગળ જણાવ્યું કે જો તમારી મજબૂરી છે કે બપોરના ભોજન બાદ તમારી પાસે વીસ મિનિટ વિશ્રામ કરવા માટેનો સમય નથી તો તેઓની માટે આયુર્વેદમાં એક ઉપાય જણાવવામાં આવ્યો છે. આ ઉપાય ઋષિઓના સમયમાં નહોતો, બાળભટ્ટના સમયમાં પણ નહોતો. પરંતુ આધુનિક યુગના આયુર્વેદ ચિકિત્સકોએ આ ઉપાય શોધી કાઢ્યો છે. તે આ છે કે બપોરના ભોજન બાદ થોડી વાર માટે વજ્રાસનમાં બેસી જાઓ આ થોડી વાર ત્રણ મિનિટથી લઈને વીસ મિનિટ સુધીની હોઈ શકે છે.

વિડીયો 

આખરે રાજીવજીએ વજ્રાસન વિશે વધારે જાણકારી આપતા કહ્યું કે વજ્રાસન તમે બધા જાણો છો. બપોરના ભોજન બાદ જો વિશ્રામ કરવા માટેની જગ્યા અનુકૂળ નથી કે પછી તમે એવી જગ્યાએ ફસાયેલા હોય કે જ્યાં ડાબા પડખે સૂઈને વિશ્રામ કરી શકાય એવી વ્યવસ્થા નથી. તેઓ ત્રણ મિનિટ થી વીસ મિનિટ સુધી વજ્રાસન કરી શકે છે. ટ્રેનમાં જો તમે ફસાયેલા હો અને વિશ્રામ કરવું યોગ્ય ન હોય તો ટ્રેનની સીટ પર બેસીને પણ ત્રણ મિનિટથી લઈને વીસ મિનિટ સુધી વજ્રાસન કરી શકો છો. ટ્રેનની સીટ ત્રણ ફૂટ પહોળી અને છ ફૂટ લાંબી હોય છે જ્યાં તમે આરામથી બેસીને વજ્રાસન કરી શકો છો. ઓછામાં ઓછું ત્રણ મિનિટ કરવાનું છે અને વધુમાં વધુ વીસ મિનિટથી પણ વધુ તમે કરી શકો છો.

આ લેખ રાજીવ દીક્ષિતજીના વિડિયો પરથી બનાવેલ છે.