જાણો આજ કાલ ક્યાં છે ‘કસૌટી જિંદગી કી’ ના જુના અનુરાગ, સીરીયલ પૂરી થતા જ…

એકતા કપૂરની ટીવી સીરીયલ ‘કસૌટી જિંદગી કી ૨’ આ સીરીયલ આ સમયે ટોપ શોના લીસ્ટમાં રહેલી છે. એકતા કપૂરની આ સીરીયલના પહેલા પાર્ટને લોકો એ જેટલો પસંદ કર્યો હતો એટલો જ પાર્ટ ટુ ને પણ પસંદ કરી રહ્યા છે.

જયારે આ શો નો પહેલો ભાગ ટીવી ઉપર આવી રહ્યો હતો, તો તે શો તે સમયનો ફેમસ શો ગણવામાં આવતો હતો. ત્યારે સીરીયલમાં પ્રેરણાનું પાત્ર નિભાવી રહી હતી, શ્વેતા તિવારી અને તે અનુરાગનું પાત્ર પ્લે કરી રહ્યા હતા સીજેન ખાન. આ બન્નેની જોડીને લોકો એ ઘણો પ્રેમ આપ્યો હતો અને આ જોડી તે સમયે ટીવીની સૌથી હિટ જોડીઓ માંથી એક ગણવામાં આવતી હતી. આ સીરીયલમાં બીજા પણ એવા પાત્ર હતા, જેના લોકો ફેન હતા. સીરીયલના દરેક કલાકારએ પોતાના પાત્રને સારી રીતે નિભાવ્યું હતું. તે સીઝનમાં કોમોલિકાના પાત્રને પણ લોકો એ ઘણું પસંદ કર્યું હતું ત્યાં સુધી કે લોકો કોમોલિકાના ડ્રેસિંગ સ્ટાઈલથી લઇને ફેશન સુધી નકલ કરવા લાગ્યા હતા. એટલા માટે તો સ્ટાર પ્લસ ઉપર આ શો એ સાત વર્ષ સુધી પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. આ શો ટીવી ઉપર લગભગ સાત વર્ષ સુધી ચાલ્યો હતો.

આ સીરીયલમાં શ્વેતા અને સીજાન ઉપરાંત બીજા પણ ઘણા એવા કલાકાર છે. જેણે પોતાના અભિનય અને તેમના રોલ માટે યાદ કરવામાં આવે છે. હવે આ શો ની નવી સીઝન આવી ગઈ છે. જેમાં પ્રેરણાનું પાત્ર એરિકા ફર્નાડીસ નિભાવી રહી છે, તે અનુરાગના પાત્રમાં પાર્થ જોવા મળી રહ્યો છે. શો ના પહેલી સીઝનની જેમ જ આ સીઝનને પણ દર્શકો ઘણો પસંદ કરી રહ્યા છે. તે સૌથી વધુ જે રોલ ચર્ચામાં છે. તે છે કોમોલિકાનો જેણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ની વહુ અક્ષર એટલે હીના ખાન પ્લે કરી રહી છે. હીના ખાનને આ નવા અવતારમાં જોઈને તેના ફેંસ ઘણા ખુશ છે.

જ્યાં લોકો વચ્ચે આ સીરીયલની નવી સીઝનને લઇને એક્સાઈટમેંટ છે, તે તમારા મગજમાં એ વિચાર આવ્યો હશે કે ખરેખર આ સીઝનના અનુરાગ ક્યાં છે? કેમ કે પ્રેરણા (શ્વેતા તિવારી), કોમોલિકા (ઉર્વશી) હાલના દિવસોમાં ક્યાં છે? અને શું કરી રહી છે? તેના વિષે તો સૌને ખબર છે, પરંતુ જેના વિષે નથી જાણી શકાયું તે છે અનુરાગ એટલે સીજેન ખાન. તો અમે તમને જણાવીએ છીએ કે સીજેન ખાન આ દિવસોમાં ક્યાં છે અને શું કરી રહ્યા છે? સીરીયલ પૂરી થતા જ તે પાકિસ્તાન જતા રહ્યા હતા. અને હાલના દિવસોમાં તે પાકિસ્તાની સીરીયલ્સમાં કામ કરી રહ્યા છે. ભલે તેમણે ભારત છોડી દીધું હોય પરંતુ અહિયાં તેને પસંદ કરવા વાળાની કોઈ ખામી નથી. લોકો આજે પણ તેની અને પ્રેરણાની જોડીને યાદ કરે છે.