આયુર્વેદમાં કહેવાએલા આધાસીસી એટલે કે માઈગ્રેન ના ૧૩ પ્રયોગ અર્જુનના તીરની જેમ સચોટ છે

માઈગ્રેન માટે આયુર્વેદના ૧૩ રામબાણ ઘરગથ્થું ઉપચાર:

માઈગ્રેન આધુનિક જીવન શૈલીનો એક એવો ખરાબ રોગ છે, જે આજ કાલ દરેક બીજી વ્યક્તિને થઇ ચુક્યો છે. આના અનેક કારણ છે જેમાં અતિ ભાવુકતા, માનસિક શારીરિક થાક, ગુસ્સો, ચિંતા, આંખોના વધારે થાકી જવાથી, જમવાને લગતી ગડબડ, અપચો વગેરે છે. તેના લક્ષણોમાં પ્રાત: ઉઠવાથી ચક્કર આવે છે. આંખે અંધારા આવે છે. આના રોગીને ઉલટી થવી, કાનમાં વાગે તેવો દુખાવો થાય છે. ઘોંઘાટમાં આ વધારે થઇ જાય છે. ઉલટી થઇ ગયા બાદ દુખાવો ઓછો થઇ જાય છે.

સૂર્યોદયની સાથે દુખાવો વધે છે અને સુર્યાસ્ત ની સાથે સાથે તે ઓછો થઇ જાય છે. જે તરફ દુખાવો હોય છે તે તરફની આંખની પાંપણ ફેલાયેલી રહે છે. આ દુખાવો પ્રાય: કેટલાય વર્ષો સુધી ચાલ્યા કરે છે. અને એલોપેથીમાં આનો કોઈ સ્થાયી ઉપચાર નથી. બસ દવા લેતા રહો જિંદગીભર.

આજે અમે તમને આ જ માઈગ્રેન માટે આયુર્વેદમાં જણાવેલા ૧૩ એવા બહેતરીન ઘરગથ્થું ઉપચાર જણાવી રહ્યા છીએ જે સદીઓથી ભારતીય ઘરોમાં સફળતાપૂર્વક અજમાવવામાં આવે છે. તમે પણ તેને વાપરીને એક બે દિવસ થી એક અઠવાડિયામાં જ આ કષ્ટકારી દુખાવાથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ આને અને બીજા સુધી પણ શેયર કરો.

માઈગ્રેન (આધાસીસી) નો ઘરગથ્થું ઉપચાર:

માઈગ્રેન માટે આયુર્વેદના ૧૩ રામબાણ ઘરગથ્થું ઉપચાર

માઈગ્રેનનો પહેલો રામબાણ ઉપચાર- દ્રાક્ષનો રસ

દ્રાક્ષનો રસ માઈગ્રેનમાં અત્યંત લાભકારી છે. દ્રાક્ષ નો રસ એક કપ દરરોજ સૂર્ય ઉગ્યા પહેલા પીવાથી અધાસીસી નું દર્દ ઠીક થાય છે.

માઈગ્રેનનો બીજો રામબાણ ઉપચાર- દૂધ જલેબી

માઈગ્રેનમાં દૂધ અને જલેબી ઘણા ઉપયોગી છે. જો અધાસીસી નો દુખાવો સૂર્ય સાથે ઘટતો વધતો રહેતો હોય તો સૂર્ય ઉગ્ય પહેલા ગરમ દૂધ ની સાથે જલેબી કે રબડી ખાવાથી થોડા જ દિવસો માં આરામ થઇ જશે.

માઈગ્રેનનો ત્રીજો રામબાણ ઘરગથ્થું ઉપચાર- દહીં ભાત માં મિશ્રી(ખાંડ)

માઈગ્રેન થાય ત્યારે ગામડાઓમાં આ ઉપચાર આજે પણ ઉપયોગમાં લેવાય છે. આધાસીસી સૂર્ય સાથે દુખાવો વધતો ઘટતો રહે તો દહીં,ભાત,માં મિશ્રી નાખી ને ખાવા થી માથાનો દુખાવો ઠીક થઇ જશે.

માઈગ્રેનનો ચોથો રામબાણ ઉપચાર- દેશી ઘી

અધાસીસી નાં દુખાવા માં સવાર સાંજ દેસી ઘી સુંઘો। માથાનો દુખાવો ગરમી ને કારણે છે તો ઠંડુ ઘી નહિ તો ગરમ ઘી થી માથા માં માલીસ કરો. દેશી ઘી નો આ ઉપચાર માઈગ્રેનમાં ખુબ જ લાભકારી છે. તેનાથી માથાની નબળી પડેલી નસો પણ ફરીથી મજબુત થાય છે. જો માથાનો દુખાવો સૂર્યોદયની સાથે વધતો ઘટતો હોય તો આ ઉપચાર જરૂર અપનાવો.

માઈગ્રેનનો પાંચમો રામબાણ ઉપચાર- હિંગ

હિંગ ને પાણી માં નાખી ને સુંઘવા થી માથાનો દુખાવો માટે છે અને આનો લલાટ માથા પર લેપ કરો.
માઈગ્રેનમાં હિંગ પણ અત્યંત લાભકારી છે. આના ઉપયોગથી તરત આરામ મળે છે.

માઈગ્રેનનો છઠ્ઠો રામબાણ ઉપચાર- સિંધાલુણ અને મધ

માઈગ્રેન નાં દુખાવા માં અડધી ચમચી સિંધાલુ મીઠું અને અડધી ચમચી મધ આ બે મિક્ષ કરી ને ચાટો

માઈગ્રેન માટે સિંધાલુણ અને મધ પણ ખુબ જ કારગર નીવડેલો ઉપચાર છે.

માઈગ્રેનનો સાતમો રામબાણ ઘરગથ્થું ઉપચાર- સુંઠ

અડધું માથા નું દર્દ કે આખું માથું દુખતું હોય તો સુંઠ ને પાણી માં વાટી ને ગરમ કરી ને માથા પર લેપ કરો અને આને સુંઘતા રહો. માઈગ્રેનમાં સુંઠ પર ખુબ જ ઉપયોગી છે. તેને માત્ર સુંઘવાથી પણ માઈગ્રેનમાં તરત રાહત મળે છે. જરૂર અપનાવવો જોઈએ.

માઈગ્રેનનો આઠમો રામબાણ ઘરગથ્થું ઉપચાર- સરસવનું તેલ

માથા નાં જે ભાગ માં દર્દ હોય નાક નાં તે બાજુ નાં તે સાઈડ ૮ ટીપાં તેલ નાક માં નાખો આ પ્રયોગ પાંચ દિવસ કરો.
સરસવનું તેલ માઈગ્રેનમાં તરત લાભ અપાવવામાં ખુબ જ અસરકારક છે. અને સરસવનું તેલ ના હોય તો બદામનું તેલ પણ અત્યંત લાભકારી છે.

માઈગ્રેનનો નવમો રામબાણ ઘરગથ્થું ઉપચાર- ગોળ અને દેશી ઘી

12 ગ્રામ ગોળ ની સાથે ૬ ગ્રામ દેસી ઘી નાખી ને ખાયો માઈગ્રેનમાં ગોળ અને દેશી ઘી પણ ખુબ જ લાભકારી છે. ગામડાઓમાં જુના વૈદ્ય આ ઉપચાર કરીને માઈગ્રેન જેવા દુખાવાને મટાડી આપતા હતા. તમે પણ અજમાવો.

માઈગ્રેનનો દશમો રામબાણ ઘરગથ્થું ઉપચાર- મરી અને દેશી ઘી

12 ગ્રામ મરી ચાવી ને ખાયો અને એની ઉપર ૩૦ ગ્રામ ઘી પી જાયો. માઈગ્રેન રોગમાં મરી અને દેશી ઘી નો આ પ્રયોગ પણ ખુબ જ નીવડેલો છે.

માઈગ્રેનનો અગિયારમો રામબાણ ઘરગથ્થું ઉપચાર- મધ

આધાશીશી નાં દુખાવા માં કેટલીક વાર ઉલ્ટીઓ થાય છે ઉલ્ટી થયા પછી દર્દ બંધ થઇ જાય છે. આવા દર્દ માં રોગી ને ભોજન સમયે ૨ ચમચી મધ ખાવા થી આવું નહિ થાય.

મધ નાં બીજા ઉપાય માં માં આધાસીસી નાં દર્દ સૂર્ય ની સાથે વધતું ઘટતું રહે તો જે ભાગ માં દર્દ હોય તે સાઈડ નાક ની નથ માં એક ટીપું શુદ્ધ મધ નાખો તરત આરામ થશે.

માઈગ્રેન માટે મધના ઉપર બતાવેલા બન્ને પ્રયોગ જ ખુબ જ અસરકારક અને તરત રાહત આપનારા છે. જો માઈગ્રેન થાય ત્યારે ઉલટી થાય તો તેમાં આ ખુબ જ અસરકારક છે.

માઈગ્રેનનો બારમો રામબાણ ઘરગથ્થું ઉપચાર- તુલસી અને મધ

આધાસીસી નાં દુખાવા માં તુલસી નાં પાન નું ચૂર્ણ મધ સાથે સવાર સાંજ ચાટવા થી લાભ થાય છે.
માઈગ્રેનમાં તુલસી અને મધ નો આ ઉપચાર ખુબ જ લાભકારી છે. અને કોઈ ચમત્કાર થી ઓછો નથી… માથાના દુખાવાની સાથે અનેક શરદીથી થયેલા રોગ પણ આનાથી મટી જાય છે.

માઈગ્રેનનો તેરમો રામબાણ ઘરગથ્થું ઉપચાર- દેશી ખાંડ

અધાસીસી નાં દુખાવા માં સૂર્ય ઉગે તે સમયે સૂર્ય ની સામે ઉભા રાહો અને ૧૫૦ ગ્રામ પાણી માં ૬૦ ગ્રામ દેસી ખાંડ નાખી ધીમે ધીમે પીવો દુખાવો માટી જશે. માઈગ્રેનમાં ખાંડ નો આ ઉપચાર પણ ખુબ જ નીવડેલો છે.

ઉપર જણાવેલા બધાજ તેર પ્રયોગો ખુબજ અસરકારક અને આયુર્વેદમાં સદીઓથી પ્રયોગમાં લેવાતા એકદમ સાધારણ ઉપચાર છે. આને જરૂર અજમાવવા જોઈએ. કેટલીક વાર અલગ અલગ પ્રકૃતિના લોકોના કારણે કોઈ એક ઉપચાર સફળ થતો નથી તો આવામાં નિરાશ થવાના બદલે બીજો પ્રયોગ અજમાવી જોવો જોઈએ. માઈગ્રેનનો ઉપચાર આમાંથી જ નીકળશે. તમે પોસ્ટ વાંચી. તમારો ખુબ ખુબ આભાર.

હવે તમે આગળ પણ આને શેયર જરૂર કરો. જય હિન્દ. અને હા આવી અપડેટ માટે તમેં અમારા પેજ ને લાઇક કરવાનું ના ભૂલો. દરેક લોકો નું સ્વાસ્થ્ય સારું રહે તમના દુખ દર્દ ઠીક થાય એ માટે દરરોજ પ્રાથના જરૂર કરજો.