જાણો ભૂમિ પૂજનનું મહત્વ અને ભૂમિ પૂજનની વિધિ

ઘર કે કોઈ પણ મકાન બનાવતા પહેલા ભૂમિ પુજન કરવામાં આવે છે. ભૂમિ પૂજન વગર નિર્માણ કરવું શુભ નથી માનવામાં આવતું. હિંદુ ધર્મમાં ભૂમિ પૂજનનું ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે ભૂમિ પૂજન કરવાથી ભૂમિ પવિત્ર થઇ જાય છે. એટલા માટે જ્યારે પણ કોઈ ભૂમિ ઉપર તમે ઘર બનાવો છો, તો સૌથી પહેલા જમીનની પૂજા જરૂર કરો.

ભૂમિ પૂજનનું મહત્વ :-

ભૂમિ પૂજન કરવાથી ભૂમિ ઉપર રહેલી સકારાત્મક ઉર્જા ભૂમિ દોષ દુર થઇ જાય છે. એટલા માટે ભૂમિ પૂજન ઘણું જ જરૂરી હોય છે. ભૂમિ પૂજા કરવાથી જમીન શુદ્ધ થઇ જાય છે અને વાસ્તુ દોષ કર્યા વગર જમીન ઉપર ઘર ન બનાવી શકાય.

શાસ્ત્રોમાં ભૂમિ પૂજનનું ઘણું મહત્વ ગણાવતા કહેવામાં આવ્યું છે કે જો પૂજા કર્યા વગર મકાન બનાવવામાં આવે છે, તો તેના શુભ પરિણામ નથી મળતા અને ઘરમાં ભૂમિ દોષ લાગી જાય છે. ભૂમિ પૂજનનું મહત્વ આટલે સુધી જ સીમિત નથી. એવું પણ માનવામાં આવે છે કે ભૂમિ પૂજન કરવાથી ઘરમાં બરકત આવે છે અને ઘરમાં રહેવા વાળા લોકોનું જીવન આનંદથી ભરાઈ જાય છે.

ભૂમિ પૂજન ન કરવાથી વેઠવી પડે છે મુશ્કેલીઓ :-

ભૂમિ પૂજન ન કરવાને કારણે જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે અને ઘરમાં રહેવા વાળા લોકો હંમેશા દુઃખી રહે છે. જે પણ ઘર ભૂમિ પૂજન વગર બનાવવામાં આવે છે તે ઘરોમાં માત્ર દુઃખોનો જ વાસ રહે છે.

ઘરમાં જળવાઈ રહે છે અશાંતિ :-

ભૂમિ પૂજા કર્યા વગર બનાવવામાં આવેલા ઘર ઉપર અશાંતિ ફેલાયેલી રહે છે. ઘરનું વાતાવરણ નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે અને ઘરમાં રહેવા વાળા લોકો વચ્ચે હંમેશા ઝગડા થતા રહે છે.

નથી મળતી સફળતા :-

ભૂમિ પૂજા કરાવ્યા પછી જ ભૂમિ ઉપર ઘર બનાવવું જોઈએ. પૂજા વગર બનાવવામાં આવેલા ઘરમાં રહેવા વાળા લોકોના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવા લાગે છે અને તેમને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી.

આરોગ્ય રહે છે ખરાબ :-

ભૂમિ પૂજન ન કરવાથી આરોગ્ય ઉપર પણ ખરાબ અસર પડે છે અને ઘરના સભ્ય હંમેશા બીમાર રહે છે. એટલું જ નહિ ઘણી વખત તો ઘરમાં રહેવા વાળા લોકો ઉપર મૃત્યુનું સંકટ પણ આવી જાય છે.

નથી થતી બરકત :-

જે જમીન ઉપર તમે ઘર બનાવો છો, જો તે અશુદ્ધ હોય છે, તો તેની અસર તમારા જીવન ઉપર જરૂર પડે છે. ભૂમિ પૂજન કરાવ્યા વગર ઘર બનાવવાથી ધનમાં બરકત નથી આવતી અને સંપત્તિમાં નુકશાન થઇ જાય છે.

તનાવમાં રહે છે જીવન :-

ભૂમિ પૂજન કરાવવું ઘણું જ જરૂરી હોય છે. ભૂમિ પૂજન ન કરાવવાથી ઘરના લોકો તનાવનો ભોગ બની જાય છે અને દરેક વ્યક્તિ ચિતામાં રહે છે. એટલા માટે જયારે પણ તમે ઘર બનાવો તો સૌથી પહેલા ભૂમિ પૂજન જરૂર કરાવો.

ભૂમિ પૂજનની વિધિ હેઠળ સૌથી પહેલા ભૂમિને સારી રીતે સાફ કરવામાં આવે છે. પૂજાના સમયે પંડિત ઉત્તર મુખની દિશા તરફ બેસે છે. જયારે વ્યક્તિને પૂજા માટે પૂર્વ તરફ મુખ કરીને બેસાડવામાં આવે છે.

ભૂમિ પૂજનની શરુઆત સૌથી પહેલા ગણેશજીનું નામ લઈને કરવામાં આવે છે. ગણેશનીની પૂજા કરી તેને આમંત્રિત કરવામાં આવે છે. ત્યાર પછી નવગ્રહોનું પૂજન થાય છે.

પૂજા દરમિયાન ચાંદીનો નાગ અને કળશને એક સાથે રાખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને ધરતીને પાતાળ લોક માનવામાં આવે છે અને પાતાળ લોકના સ્વામીનું સ્થાન શેષનાગ ભગવાનને આપવામાં આવે છે. એટલા માટે ભૂમિ પૂજન દરમિયાન ચાંદીના નાગની પૂજા કરવામાં આવે છે. ચાંદીના નાગની પૂજા કરવાથી શેષનાગની કૃપા મળી જાય છે અને શેષનાગ ભૂમિની દેખરેખ કરે છે.

ભૂમિ પૂજા દરમિયાન કળશની પૂજા કરતી વખતે કળશની અંદર દૂધ, દહીં અને ઘી નાખવામાં આવે છે. ત્યાર પછી શેષનાગ સાથે જોડાયેલા મંત્રો વાચીને શેષનાગને આહ્વાન કરવામાં આવે છે અને શેષનાગને પ્રાર્થના કરવામાં આવે છે કે ભૂમિ ઉપર બનેલા ઘરને હંમેશા સહારો આપતા રહે અને ઘર હંમેશા સારું રહે.

દૂધ, દહીં અને ઘી ઉપરાંત કળશમાં સિક્કા અને સોપારી નાખવું પણ શુભ માનવામાં આવે છે. સિક્કા અને સોપારીને કળશની અંદર નાખવાથી લક્ષ્મી અને ગણેશની કૃપા મળી જાય છે અને ઘરમાં ક્યારે પણ ધનની ખામી નથી રહેતી.

ભૂમિ પૂજા વખતે ભૂમિને થોડી ખોદવામાં આવે છે અને ભૂમિની અંદર કળશ અને ચાંદીના શેષનાગ રાખવામાં આવે છે. ત્યાર પછી આ બંનેની પૂજા કરતી વખતે તેની ઉપર સૌથી પહેલા ગંગાજળ છાંટવામાં આવે છે અને લાલ સુતરાઉ કપડું, કપૂર, ફૂલ, લવિંગ અર્પણ કરવામાં આવે છે.

હળદરની મદદથી નવગ્રહ બનાવવામાં આવે છે અને નવગ્રહની પૂજા કરવામાં આવે છે, જેથી તે હંમેશા શાંત રહે. ત્યાર પછી ખોદવામાં આવેલી ભૂમિને માટીથી ઢાંકી દેવામાં આવે છે.

ભૂમિની નીચે દબાયેલા શેષનાગ અને કળશ હંમેશા ઘરનું રક્ષણ કરે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન થવા દેતા નથી.

પૂજા કર્યા પછી પંડીતોને ભોજન કરાવવામાં આવે છે અને તેના આશીર્વાદ લેવામાં આવે છે. અને પૂજા પછી જમીન ઉપર મકાન બનાવવાનું કાર્ય શરુ કરી દેવામાં આવે છે.

ભૂમિ પૂજનમાં મુહુર્ત :-

ભૂમિ પૂજન હંમેસા યોગ્ય મુહુર્ત ઉપર જ કરવું જોઈએ. શુભ મુહુર્ત ઉપર થયેલા ભૂમિ પૂજનના જ શુભ ફળ મળે છે. એટલા માટે ભૂમિ પૂજન કરતા પહેલા તમે પંડિત પાસે મુહુર્ત જરૂર કઢાવો અને મુહુર્ત દરમિયાન જ પૂજા કરો.

ભૂમિ પૂજાનું મહત્વ અને ભૂમિ પૂજાની વિધિ જાણ્યા પછી ભૂમિ પૂજા જરૂર કરાવો અને ભૂમિ પૂજા પછી જ ઘર કે કોઈ પણ વસ્તુનું નિર્માણ કાર્ય શરુ કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.