ચાર સુત્રો તમારું જીવન બદલી નાખશે, તમને ક્યારેય બીમાર નહી થવા દે ક્લિક કરી વાંચો સૂત્ર

મિત્રો અત્યાર સુધી અમે ચાર સુત્રો ઉપર વાત કરેલ છે, જે તમારા માટે ખુબ જરૂરી છે. જો તમે તેનું પાલન કરશો તો જીવનભર નીરોગી રહી શકો છો.(રાજીવ દિક્ષિત જી દ્વારા આ આ બધી જાણકારી અપાઈ છે)

પહેલું સૂત્ર : પહેલું સૂત્ર તે છે કે “ભોજનાન્તે વિષમભારી” એટલે કે ભોજન કર્યા પછી પાણી બિલકુલ પીવાનું નથી. દોઢ કલાક પછી પાણી પીવાનું છે. ભોજન પછી જો કઈ પીવું હોય તો તે જ્યુસ કે છાશ કે દૂધ પીવો. સવારે ભોજન પછી જ્યુસ પીવું. બપોરે છાશ કે લસ્સી પીવી, અને રાત્રે દૂધ પીવું.

બીજું સૂત્ર : બીજું સૂત્ર એ છે કે તમે જયારે પણ પાણી પીશો તો એકદમથી ન પીવું. પાણીને મમળાવી મમળાવી ને પીવો જેનાથી તમારા મોઢાની લાળ પેટમાં જશે. મોઢાની લાળ ક્ષારીય હોય છે, અને આપણા પેટમાં એસીડ હોય છે જે ખાટું હોય છે. બન્ને જયારે મળે તોજ ન્યુટ્રલ થઇ જાય છે. તે સૌથી ઉત્તમ સ્થિતિ હોય છે, જો તમારું શરીર ન્યુટલ રહે છે તો તમને કોઈ બીમારી થશે નહી. એટલા માટે પાણી જયારે પીવો તો સીપ સીપ લઇ ને પીવો, થોડું થોડું ચા કોફી ની જેમ પીવો વધુ જાણકારી માટે આની પર ક્લિક કરો >>>> મોટાપાથી જીવનભર છુટકારો મેળવો, ફક્ત એક નાની પાણી પીવાની આયુર્વેદિક ફોર્મ્યુલાથી

ત્રીજું સૂત્ર : ત્રીજું સૂત્ર છે કે તમારે જીવનમાં ઠંડું પાણી ન પીવું. તમે કહેશો કે ઠંડા પાણીનો શું મતલબ છે. તો જવાબ છે કે ફ્રીજમાં રાખેલું પાણી કે બરફ નાખેલું પાણી. તે ક્યારેય ન પીવું. તો તમે કહેશો કેમ ? તમે મને એ જણાવો કે જો તમારું શરીર ઠંડુ થઇ જાય તો તેનો અર્થ શું થાય છે, તેનો સીધો જ અર્થ થાય છે કે તમે મરી જશો, તો પછી કેમ ઠંડું પાણી પીવા માગો છો. આ ઠંડું પાણી શરીર ને અનુકુળ નથી.

હવે હું તમને સમજાવું છું. તમે જેવું ઠંડુ પાણી પીવો છો, શરીર ઠંડુ ન થાય એટલે આપણું પેટ તે ઠંડા પાણીને ગરમ કરે છે, તમે ગમે તેટલું ઠંડુ પાણી પીવો, પેટ તેને ગરમ કરશે અને પાણીને ગરમ કરવા માટે ઉર્જા વપરાય છે અને તે ઉર્જા છે તમારું લોહી જો વધુ ઠંડુ પાણી પીશો તો પેટ તે પાણીને ગરમ કરવા માટે આખા શરીર માંથી થોડું થોડું લોહી ખેચશે, અને જ્યાં સુધી પાણી ગરમ નહી થાય ત્યાં સુધી બધા જ અંગોમાં લોહી ની ઉણપ થવા લાગશે, અને શરીરના અંગોને વારવાર લોહીની ઉણપ થવા લાગશે તો તે અંગો ખરાબ થઇ જશે, તેનાથી તમને કોઈ પણ સમયે હાર્ટ એટેક આવી શકે છે, કીડની ફેઈલ થઇ શકે છે, લીવરમાં નુકશાન શકે છે. તમારા કોઈ પણ અંગો ની ખરાબી થઇ શકે છે. વધુ જાણકારી માટે ક્લિક કરો >>> જો તમે પણ ફ્રીજનું પાણી પીવો છો તો જાણો શરીરમાં શું શું થઇ શકે છે. ખાસ વાંચો ફ્રીઝ નાં પાણી વિષે

ચોથું સૂત્ર : ચોથું સૂત્ર છે કે સવારે ઉઠતા ની સાથે જ પહેલા પાણી પીવાનું છે. તમારા દિવસની શરૂઆત પાણીથી. ચા થી નહી, કોફીથી નહી, દિવસની શરુઆત પાણી થી કરો. અને પાણી પીવાની રીત આગળ ની પોસ્ટમાં જણાવી ગયા હતા. પાણી હમેશા બેસીને અને સીપ સીપ કરીને પીવાનું છે. જેવી રીતે ચા પીવો છો કે ગરમ દૂધ પીવો છો તેવી રીતે. ધીમે ધીમે પાણી પીવું જોઈએ અને ઉપર નાં નિયમ માં તમને જણાવ્યું હતું કે તમારા માટે સૌથી સારું માટીના ગોળાનું પાણી છે.

જો તમે ચારે સુત્રો તમારા જીવનમાં ઉતારી લેશો તો સાતમાં દિવસે તેનું પરિણામ એટલું સારું આવશે કે તમને વિશ્વાસ પણ નહી થાય. પરિણામ તમને જણાવી દઇયે છીએ, જેને પણ પેટમાં ગેસ બને છે, બળતરા થાય, ખાટા ઓડકાર આવે, ભોજન બરોબર પચે નહી, જેને કબજિયાત હોય, કોસ્ટ વધવા લાગી હોય, મળ બદ્ધતા થી ગઈ છે, પેટ સાફ નથી થતું, આ બધા તમારા રોગો દુર થઇ જશે. જેને ભૂખ નથી લાગતી, તમને ભૂખ લાગશે, સારી ઊંઘ નથી આવતી, તેને સારી ઊંઘ આવશે અને જેને સવારે ઉઠીને માથાનો દુઃખાવો થાય છે, તે ૬-૭ દિવસમાં દુર થઇ જશે.

જેને અડધા માથામાં દુઃખાવો રહે છે તે પણ ઠીક થઇ જશે. જેને આખા માથામાં દુખાવો રહે છે તે પણ ઠીક થઇ જશે. જેને ચક્કર આવે છે તે પણ ઠીક થઇ જશે આવી સામાન્ય થી અસામાન્ય બીમારીઓ જેની સંખ્યા ૪૮ છે(૪૮ જેટલા રોગ) તે આ ચાર સુત્રોથી ઠીક થઇ જશે. પગમાં એડીનો દુઃખાવો છે, ઠીક થઇ જશે. ઘુટણ નો દુઃખાવો ૨૫ થી ૩૦ % ૭ દિવસમાં દુર થઇ જશે અને જો દોઢ બે મહિના આ સુત્રનું પાલન કરશે તો ઘુટણ નો દુઃખાવો ૫૦% થી વધુ દુર થઇ જશે. કમરનો દુઃખાવો ૫૦ % ઠીક થઇ જશે. ખભા નો દુઃખાવો ઠીક થઇ જશે. આમ તમારા શરીરના ઘણા બધા રોગો આ ચાર સૂત્ર નું પાલન કરવાથી જ દુર થઇ જશે. ક્લિક કરો >>> પાણી પીવા ની રીત શીખો ને જાણો ક્યારે પીવું ને ક્યારે નાં પીવું, કેવી રીતે પીવું A ટુ Z

નીચે નું પણ ક્લિક કરી ને વાંચી શકો છો

જો ૧૪૮ બીમારિયો થી બચવું હોય તો ભોજન પછી પાણી નાં પીવો. આ ત્રણ વસ્તુ પી શકો છો

મોટાપાથી જીવનભર છુટકારો મેળવો, ફક્ત એક નાની પાણી પીવાની આયુર્વેદિક ફોર્મ્યુલાથી