આપણા શાકાહારી લોકો ખાસ જાણો કેવી રીતે બનાવવામાં આવે છે મીઠાઈ ઉપર લાગેલ ચાંદી નો વરખ

ચાંદીનો વરખ લગાવેલી મીઠાઈ તમે જરૂર ખરીદતા હશો કેમ કે ચાંદીનો વરખ લાગેલી મીઠાઈઓ જોવામાં સુંદર લાગે છે. કોઈ પણ શુભ કાર્યમાં ચાંદી માં વરખ લગાડેલી મીઠાઈ, ચાંદીનું વરખ લગાવેલી હોય છે છતાં પણ તે જરૂર લાવવામાં આવે છે અને લોકો તેને શાકાહારી ગણે છે. એટલા માટે પણ કે ચાંદીના વરખ મીઠાઈઓને સુંદર બનાવી દે છે અને આપણે સૌ ખુબ જ ગર્વ થી ખાઈએ છીએ.

એવું એટલા માટે કે આપણે ચાંદીના વરખ વિષે જાણતા નથી કે તે શું છે અને કેવી રીતે બનાવવામાં આવે છે. ચાંદી નો વરખ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, જો તમે જાણી લેશો તો મને વિશ્વાસ છે કે તમે ચાંદીના વરખ વાળી મીઠાઈઓ ખાવાનું છોડી દેશો. અમે તમને બતાવીએ કે ચાંદીનો વરખ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. આમ તો ચાંદીનો વરખ હકીકતમાં શુદ્ધ ચાંદીનો હોતો જ નથી પરંતુ એલ્યુમીનીયમ જેવી કોઈ ચમકતી ધાતુ માંથી બનાવવામાં આવે છે.

ચાંદીનો વરખ બનાવવા માટે એક ગાયને મારવામાં આવે છે અને તેના પેટમાંથી આતરડા કાઢીને તેની અંદર ચમકતી ચાંદી જેવી ધાતુ ના ટુકડા પરત ઉપર પરત આંતરડામાં વીટીને રાખવામાં આવે છે, જે તેની ખોલ બની જાય. ત્યાર પછી લાકડાની હથોડી થી જોર જોરથી ટીપવામાં આવે છે, જેનાથી આતરડું ફેલાય જાય છે અને બીજા આતરડા સાથે ધાતુનો ટુકડો વરખની જેમ પાતળો થતો જાય છે. ચાંદીનો વરખ ગાયના આંતરડા માંથી જ બનાવવામાં આવે છે કેમ કે તેનું આતરડું ટીપવાથી ફાટતું નથી. ચાંદીનો વરખ બનાવવા માટે દર વર્ષે ૧૧૬૦૦૦ ગાયોની હત્યા કરવામાં આવે છે.

આવી રીતે શિમલા ના ઇન્દિરા ગાંધી મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ના દવાના વિભાગના પ્રોફેસર ડો. રાજેશ કશ્યપે જણાવ્યું છે કે ધાતુ ભલે કોઈપણ રૂપમાં હોય, સ્વાસ્થ્ય માટે નુકશાનકારક જ હોય છે. તેના સેવનથી વધુ નુકશાન લીવર,કીડની અને ગળામાં થાય છે. પુના માં એનજીઓ બ્યુટી બીદાઉટ કૃએલીટી (બીડબ્લ્યુસી) ના મુજબ એક કિલો ચાંદી નો વરખ બનાવવા માટે લગભગ ૧૨૫૦૦ ગાયો નું આતરડું જરૂરી છે.

એક અનુમાન પ્રમાણે દેશમાં લગભગ વર્ષના લગભગ ૩૦ ટન ચાંદી નું વરખ ની જરૂરિયાત હોય છે. તેને બનાવવાની કામગીરી મોટા ભાગે  કાનપુર, જયપુર, અમદાવાદ, સુરત, ઇન્દોર, રતલામ, પટના,ભાગલપુર,  વારાણસી, ગયા, મુંબઈ વગેરે માં થાય છે.

આ જાણકારી પછી આપને સૌ લોકો પ્રતિજ્ઞા કરીએ કે ચાંદી નો વરખ લાગેલી મીઠાઈ ન આપણે ખાઈએ અને ન કોઈ ચાંદી વરખ લાગેલી મીઠાઈ આપણા કોઈ મિત્ર કે સગા સબંધી ને ખાવા દઈશું અને આના વિષે મિત્ર સબંધી ઓને માહિતગાર કરીશું, જેનાથી વધુમાં વધુ લોકો ચાંદી ના વરખ થી જાગૃત થઇ જાય. ગોહત્યા ને રોકવા માટે આપને એકલાથી જ નાના નાના પ્રયત્નો જાતે જ શરુ કરવા.

મીઠાઈ બનાવવા વાળાઓને પણ વિનંતી છે કે તમે પણ ચાંદીના વરખનો ઉપયોગ ન કરો અને આ અંદોલન ની શરૂઆત આજ થી જ કરો.તમારા થોડા જ પ્રયત્નથી અને જાગૃતી થી તમે પુણ્યના ભાગીદાર બનશો અને મૂંગી ગાયો ને જીવવાનો મોકો આપશો.

સૌથી નીચે વિડીયો પણ છે તે પણ જોઈ શકો છો

વિડીયો