જાણો ચેક બાઉન્સ થઇ જાય અને આપનાર પૈસા આપવાની ના પાડી દે, તો શું કરવું જોઈએ?

ઘણી વખત એવી સ્થિત આવે છે, જયારે ચેક બાઉન્સ થઇ જાય છે. તમારી સાથે પણ એવું ક્યારે ક્યારે જરૂર બન્યું હશે. ચેક બાઉન્સ થવાથી ક્યારે ક્યારે દેવાદાર પૈસા આપવામાં આનાકાની કરવા લાગે છે. આ સ્થિતિમાં આપણે સમજી નથી શકતા કે આનું શું કરવું જોઈએ? એટલા માટે આજે અમે તમને જણાવીશું કે જો તમારી સાથે કોઈ એવી સ્થિતિ ઉભી થઇ જાય છે, તો તમારે શું કરવું જોઈએ?

સૌથી પહેલાએ વાત ધ્યાનમાં રાખો કે કોઈ પણ ચેકની મર્યાદા ત્રણ મહિના સુધીની હોય છે. એટલા માટે જો તમે ચેક ત્રણ મહિના પછી જમા કરાવી રહ્યા છો? તો તે પોતાની જાતે જ બાઉન્સ થઇ જશે. પરંતુ તે ચેકને ઇનવેલીડ જાહેર કરી દેવામાં આવશે. એટલા માટે તે પહેલા ચેક જમા કરવો.

બીજું સૌથી મોટું કારણ ચેક બાઉન્સ કરવામાં આવેલો હોય છે તે છે ચેક આપનારાના એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ ન હોવું. જો કોઈ વ્યક્તિ તમને ચેક આપે છે અને તેના એકાઉન્ટમાં પૈસા નથી હોતા, તો ચેક જમા કરવાથી તે ચેક પોતાની રીતે બાઉન્સ થઇ જાય છે.

ચેક બાઉન્સ થવાથી તમને બેંક દ્વારા એક રસીદ આપવામાં આવે છે. જેમાં એ લખ્યું હોય છે કે તમારો ચેક ક્યા કારણે બાઉન્સ થયો છે. મોટા ભાગે ચેક એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટમાં પૂરતા પૈસા ન હોવાને કારણે જ બાઉન્સ થાય છે. જો એવી કોઈ સ્થિતિ ઉભી થાય છે, તો લીગલ નોટીસ આપવાવાળાને મોકલવામાં આવે છે. આ નોટીસ ૩૦ દિવસની અંદર મોકલવામાં આવે છે. નોટીસ મોકલવા માટે તમે કોઈ વકીલની પણ મદદ લઇ શકો છો.

નોટીસ મોકલ્યા પછી તમને તમારા પૈસા મળી જાય તો ઠીક નહિ, તો તમે 15 દિવસ પછી તે વ્યક્તિ વિરુદ્ધ જીલ્લાની કોર્ટમાં વકીલની મદદથી કેસ પણ દાખલ કરી શકો છો. આ સ્થિતિમાં કોર્ટ આરોપીને બે વર્ષની સજા આપી શકે છે કે પછી બાઉન્સ ચેકની રકમ આપવાનો આદેશ આપી શકે છે.

ધ્યાન રાખશો, જો કોઈ કારણસર તમારો ચેક બાઉન્સ થઇ જાય છે, તો તે સ્થિતિમાં તમારા કોઈ પૈસા નહિ કપાય.

જો આપનાર બીજો ચેક આપવામાં આનાકાની કરી રહ્યો છે, તો તમે ૩૦ દિવસની અંદર તેને નોટીસ મોકલી શકો છો.

જો નોટીસ મોકલ્યા પછી પણ તમને પૈસા નથી મળતા, તો તમે 15 દિવસ પછી કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો.

કોર્ટમાં આ કેસ વધુમાં વધુ 2 વર્ષની અંદર જ ઉકેલી દેવામાં આવશે. તેનાથી વધુ સમય નહિ લાગે.

કોર્ટ દેવાદારને મૂળ રકમથી બમણી રકમ આપવાનો નિર્ણય તમારા હિતમાં કરી શકે છે. તો કોઈ પણ સ્થિતિમાં તમારા પૈસા બરબાદ નહિ જાય.

આ રીતે લીગલી પ્રોસેસ કરીને આપણે આપણા હકના આપેલા પૈસા કે વસ્તુના પૈસા લઇ શકીએ છીએ એના માટે ધાક ધમકી કે બળજબરી કે કાયદો હાથમાં લેવાની જરૂર નથી. જય હિન્દ…

આ માહિતી જીનાસીખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.