મફત ની વસ્તુઓ થી ઠીક થઇ જશે તમારો ગમે તેવો દાંત નો દુખાવો જાણો કેવીરીતે

દાંતમાં દુખાવો કોઈપણ માટે ખુબ પીડાદાયક સ્થિતિ હોય છે. ઘણી વખત આ દુખાવો એટલો પીડાદાયક હોય છે કે વ્યક્તિને સમજવા અને વિચારવાની શક્તિ ઉપર પણ અસર કરે છે. પણ આ દુખાવામાંથી રાહત મેળવવા માટે આપણે થોડા સહેલા એવા ઘરગથ્થું ઉપચાર અપનાવી શકીએ છીએ. દાંતનો દુખાવો ઘણા કારણોથી થાય છે. એટલે કે કોઈ જાતના ચેપ થી કે ડાયાબીટીસ ને કારણે કે સારી રીતે દાંતોની સાફ સફાઈ ન કરવાથી. આમ તો દાંતના દુખાવા માટે એલોપેથીક દવા હોય છે પણ તેની ખુબ આડ અસર થાય છે જેના લીધે લોકો ઈચ્છે છે કે કોઈ ઘરગથ્થું ઉપચાર થી તેમાં સારું કરવામાં આવે.

જો તમે પણ દાંતના દુખાવાથી પરેશાન છો અને તેના ઉપચાર માટે અસરકારક ઘરગથ્થું ઉપચાર મેળવવા માગો છો તો નીચે આપવામાં આવેલ ઉપચારો ઉપર અમલ કરો. દાંતના દુખાવાના ઉપચાર માટે અસરકારક ઘરગથ્થું ઉપચાર.

હિંગ

જયારે પણ દાંતના દુખાવા માટે ઘરગથ્થું સારવારની વાત કરવામાં આવે છે, હિંગનું નામ સૌથી પહેલા આવે છે. આવું એટલા માટે થાય છે કેમ કે તે દાંતના દુખાવામાંથી તુરંત મુક્તિ આપે છે. તેનો ઉપયોગ કરવો સૌથી સહેલો છે. તમારે ચપટીભર હિંગને મોસંબીના રસમાં ભેળવીને તેને રૂ માં લઈને પોતાના દુખાવા વાળા દાંતની બાજુમાં મૂકી દો. કેમ કે હિંગ લગભગ દરેક ઘરમાં મળી આવે છે તેથી દાંતના દુખાવા માટે આ ઉપચાર ખુબ અનુકુળ, સરળ અને અસરકારક માનવામાં આવે છે.

લવિંગ

લવિંગમાં ઔષધીય ગુણ રહેલા છે જે બેક્ટેરિયા અને બીજા જીવાણું નો નાશ કરે છે. કેમ કે દાંતના દુખાવાનું મૂળ કારણ બેક્ટેરિયા અને બીજા જીવાણુંના ફેલાવાથી થાય છે તેથી લવિંગના ઉપયોગથી બેક્ટેરિયા અને બીજા જીવાણુંનો નાશ થાય છે જેથી દાંતનો દુખાવો દુર થવા લાગે છે. ઘરગથ્થું ઉપચારમાં લવિંગને તે દાંત ની બાજુમાં મુકવામાં આવે છે જે દાંતમાં દુખાવો થાય છે. પણ દુખાવો ઓછો થવાની પ્રક્રિયા થોડી ધીમી થાય છે તેથી તેમાં ધીરજ ની જરૂર રહે છે.

ડુંગળી

જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી દાંતના દુખાવા માટે એક ઉત્તમ ઘરગથ્થું ઉપચાર છે. જે વ્યક્તિ રોજ કાચી ડુંગળી ખાય છે તેને દાંતના દુખાવાની તકલીફ ઓછી રહે છે કેમ કે ડુંગળીમાં એવા ઔષધીય ગુણ રહેલા છે જે મોઢામાં જ્મર્સ, જીવાણું અને બેક્ટેરિયા નો નાશ કરી દે છે. જો તમારા દાંતમાં દુખાવો છે તો ડુંગળીના ટુકડાને દાંતની બાજુમાં મૂકી દો અથવા ચાવો. આમ કરવાથી થોડા જ સમયમાં તમને રાહતનો અનુભવ થવા લાગશે.

લસણ

જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ દાંતના દુખાવામાં ખુબ રાહત આપે છે. ખરેખર લસણમાં એન્ટીબાયોટીક ગુણ રહેલા છે જે ઘણી જાતના ચેપ સામે લડવાની શક્તિ ધરાવે છે. જો તમારા દાંતનો દુખાવો કોઈ પ્રકારના ચેપ ને કારણે હશે તો લસણ તે ચેપ ને દુર કરી દેશે જેથી તમારા દાંતનો દુખાવો ઠીક થઇ જશે. તેના માટે તમે લસણ ની બે ત્રણ કળીને કાચી ચાવી જાવ. તમે ધારો તો લસણને કાપીને કે વાટીને પોતાના દુખાવો કરતા દાંતની બાજુમાં મૂકી શકો છો. લસણમાં એલીસીન હોય છે જે દાંતની પાસેના બેક્ટેરિયા, જ્મર્સ, જીવાણું વગેરેનો નાશ કરી દે છે.

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> દાંત ઉપરથી આવી રીતે દુર કરો માવા, તમ્બાકુ અને ગુટકાના ડાઘ, આ છે અચૂક ઉપાય

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> જાણો ફક્ત 5 રૂપિયા માં કેવી રીતે ઘરે જ કાઢી શકીએ છીએ દાંતની જીવાત

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> અમેરિકન પણ સમજી ગયા દાંત માટે દાંતણથી ઉત્તમ કઈ જ નથી, જાણો ક્યા ક્યા દાતણ કરી શકાય

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> ઘરેલું ઉપાય થી પામો થોડી જ સેકન્ડમાં દાંતના દુખાવા માંથી રાહત…!!

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> Tartar(દાંત પાર બાઝતી પીળાશ) દુર કરવા માટે ડેન્ટીસ્ટ પાસે શા માટે જવું? કરો ઘરેલું ઉપચાર

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> પાયોરિયા, દાંતો ની સડન, પેઢામાં સોજો, દુખાવો હોય તો આ નુસ્ખા પહેલા જ દિવસે કરશે અસર

દાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> દાંતોમાં પોલાણ કે જીવાત, દુઃખાવો, પીળાશ, મોઢામાંથી દુર્ગંધ ઉપર કુદરતી ઉપચાર