લગ્ન પછી પહેલી વાર ઈશાએ વોગ મેગેઝીન માટે ફોટોશુટ કરાવ્યો. ફોટોશૂટ સિવાય ઈશાએ લગ્ન પછી વોગ ફેશન મેગેઝીનને પોતાનું પહેલું ઈન્ટરવ્યૂ પણ આપ્યું. આ ઈન્ટરવ્યૂમાં ઈશાએ પોતાના કામ અને લગ્ન પછી જીવનમાં આવેલા બદલાવ વિષે જણાવ્યું. ઈન્ટરવ્યુંમાં ઈશા અંબાણીએ ખુલાસો કર્યો કે તે અને તેમનો ભાઈ આકાશ અંબાણી આઈવીએફ (IVF) ટેકનોલોજી દ્વારા જન્મ્યા હતા. નીતા અંબાણીએ મુકેશ અંબાણી સાથે લગ્નના 7 વર્ષ પછી બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. તે જુડવા બાળકો ઈશા અને આકાશ હતા.
ઈશાએ જણાવ્યું, ‘અમારા જન્મ્યા પછી માં નીતા પોતાનો બધો સમય અમને આપવા માંગતી હતી. જયારે અમે પાંચ વર્ષના થયા ત્યારે તે ફરીથી પોતાના કામ પર જતા રહ્યા. આજે પણ તે તેવી જ છે જેવી પહેલા હતી. ઈશાએ તે પણ જણાવ્યું કે તે પપ્પાથી પણ વધુ કડક સ્વભાવની હતી. હાલના દિવસોમાં ઘણા દંપતીઓ આઈવીએફની મદદ લઈને બાળકનું સુખ લઇ રહ્યા છે.
શું છે આ આઈવીએફ ટેકનોલોજી? જાણો આગળના લખાણમાં :
IVF, તેને આપણે ઈન વિટ્રો ફર્ટીલાઈઝેશનના નામે પણ જાણીએ છીએ. આ પ્રક્રિયા અંતર્ગત પતી પત્ની પોતાના બાળક ઉત્પન્ન કરી શકે છે. આ ટેકનોલોજીમાં સૌથી પહેલા ઈંડાના ઉત્પાદન માટે મહિલાને ફર્ટીલીટી દવાઓ અપાય છે. ત્યાર પછી સર્જરી દ્વારા ઈંડાનો નિકાલ કરીને પ્રયોગશાળામાં કલ્ચર ડીશમાં તૈયાર પતીના શુક્રાણુઓ સાથે ભેળવીને ફલન(Fertilization) માટે રાખી દેવામાં આવે છે. આખી પ્રક્રિયામાં અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
લેબમાં તેને બે અથવા ત્રણ દિવસ રાખવામાં આવે છે, પછી પૂર્ણ તપાસ પછી તેનાથી બનેલા ભ્રુણને પાછા મહિલાના ગર્ભમાં ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે છે. આઈવીએફની આ પ્રક્રિયામાં બે થી ત્રણ અઠવાડિયાનો સમય લાગી જાય છે. ગર્ભાશયમાં ભ્રુણ ઈમ્પ્લાન્ટ કર્યા પછી 14 દિવસોમાં બ્લડ અથવા પ્રેગનેન્સી ટેસ્ટ દ્વારા તેની સફળતા અને અસફળતાની જાણ થઇ શકે છે.
કેટલા પ્રકારના હોય છે આઈવીએફ?
આઈવીએફની પ્રક્રિયા ત્રણ પ્રકારે થાય છે – નેચરલ આઈવીએફ, મીનીમલ સ્ટીમુલેશન આઈવીએફ અને કન્વેન્શનલ આઈવીએફ. નેચરલ આઈવીએફ નેચરલ એટલે કે કુદરતી ઈંડા દ્વારા કરવામાં આવે છે, નહી કે સ્ટીમ્યુલેશન દ્વારા તૈયાર અંડાણુથી. આ તે મહિલાઓ માટે બરોબર છે, જે ખુબ વધુ ઈલાજ અથવા દવા અને ખર્ચાથી બચવા માંગે છે. મીનીમલ સ્ટીમુલેશન આઈવીએફમાં દવા ખવડાવીને સ્વસ્થ અંડાણુ તૈયાર કરાય છે. કનવેંશનલ અથવા પારંપરીક આઈવીએફ એક ટેકનીક છે, જેમાં ખાસ વાતાવરણમાં અંડાણુ અને વીર્યને ભેળવવામાં આવે છે, જેનાથી પ્રજનનની સંભાવના ઘણી વધી જાય છે.
30 ટકા સુધી વધી જાય છે બાળકનું સુખ મેળવવાની સંભાવના :
વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેનાથી બાળકનું સુખ મેળવવાની સંભાવના તાજા ભ્રુણની સરખામણીમાં 30 ટકા સુધી વધી જાય છે. એક શોધમાં કહ્યું છે કે ફ્રોઝન ભ્રુણની મદદથી બાળકની ઈચ્છા રાખતા દંપત્તિ પર આઈવીએફ ટેકનીકનો ઘણી વાર ઉપયોગ શક્ય છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.