ફક્ત ૭૦૦ રૂપિયા માં ફરી શકો છો આ દેશો મા જે છે દુનિયા નાં ફરવાલાયક સ્થળ

મિત્રો, આજે અમે તમારા માટે ફરવા લાયક અને સસ્તા દેશોની યાદી લઈને આવ્યા છીએ, જ્યાં તમે ઓછા ખર્ચે ફરી શકો છો. કારણ કે આ દેશોનું ચલણ ભારતીય રૂપિયા કરતા નીચું છે. એટલે આપણે ખુબ જ ઓછા ખર્ચે ત્યાં હરી ફરી શકીએ છીએ.

ખાસ નોંધ : મિત્રો, અલગ અલગ દેશની કરંસીનો ભાવ સમયે સમયે બદલાતો રહે છે. એટલે આ લેખમાં જણાવેલા કિંમતમાં વધારો ઘટાડો થતો રહે છે. તમને ભાવમાં ઓછા વત્તા ધોરણે ફરક જોવા મળશે. એટલા માટે ફરવા જતા પહેલા કરંસી કન્વર્ટરની મદદ જરૂર લેવી.

Paraguay 1 Rupees = 74.26 Guarani

પૈરાગ્વે દેશ નુ ચલણ ગ્વારાની છે

ગ્વારાનીની કિંમત માત્ર 0.014 છે.

1 રૂપિયાના બદલામાં 74.26 ગ્વારા.

પૈરગ્વાયના વોટર ફોલ સહુ થી વધુ જોવાલાયક છે . અહીં રાફ્ટિંગની મજા માણી શકો છો. આ દુનિયામાં બીજે ક્યાંય નહી મળે.

એક સર્વે મુજબ પૈરાગ્વે દુનિયાનો સૌથી સસ્તો દેશ છે ત્યાંરહેવાનુ, ખાવા-પીવાનુ દરેક વસ્તુ સસ્તી છે અને બિયર તો મફત જ સમજી લો. ફરી આવો પૈરાગ્વે અને 1000-2000 રૂપિયા ખર્ચ માં ઘણા જલસા કરી શકસો.

Zimbabwe 1 Rupees = 5.85 Zimbabwe (Dollar)

એક રૂપિયો ઝિમ્બાબ્વેના 5.85 ડોલરના બરાબર થાય, અને ખાવા-પીવાનુ અને બાકી બધુ પણ ઘણુંસસ્તુ છે. તેનુ કારણ એ છે મોંધવારીનુ સ્તર લગભગ 1000 ટકા છે. તો આ સંજોગોમાં ઝિમ્બાબ્વેનુ ચલણની કિંમત ખૂબ નીચી થઈ છે.

Costa rica 1 Rupees = 8.15 Costa Rican Colón

કોસ્ટા રિકાના ચલણને કોલન કહે છે. એક રૂપિયા સામે કિંમત 8.15 કોલન થાય.

આ જગ્યા એટલી સુંદર છે કે તમે જોયેલા સપના આ જગ્યાને જોઈને પુરા થઈ શકે છે.

અહીંના બીચ બીજા દેશોના સુંદર બીચ કરતા પણ વધુ સારા માણવા માં આવે છે.

તેમજ તમે અહીં એટલા સસ્તામાં ફરી શકશો કે તમને તમારા રૂપિયામાં કમાવવા પર ગર્વ થશે.

અહીંના આદિમ દરિયાઈ તટો પર તમે લીલા પાણીની મજા પણ લઈ શકશો.

કોસ્ટા રિકામાં હોલીવુડ સુપર હિટફિલ્મ જુરાસિક પાર્ક બની હતી. અહીંના વધુ પડતા વિસ્તારો સંરક્ષિત છે. દુનિયાભરમાં કોસ્ટા રિકા હરિયાળી તથા શુધ્ધ પર્યાવરણના કારણે પ્રખ્યાત છે.

Cambodia 1 Rupees = 63.96 Cambodian Riel

કંબોડિયાનુ ચલણ રિયાલ છે.

ભારતીય 1 રૂપિયા બરાબર 63.93 રિયાલ થાય.

અહીં ખાવા-પીવાનુ, રહેવાનુ, ફરવાનુ તદ્દન સસ્તુ છે.

આ દેશ ઈતિહાસ અને સંસ્કૃતિમાં ઘણો સમૃધ્ધ છે.

કંબોડિયાના અંકોરમાં આવેલા અંકોરવાટનુ મંદિર ખુબ પ્રખ્યાત છે અને તે સૌથી મોટું ધાર્મિક સ્થળ છે.સંસ્કૃતિનો ખજાનો લૂંટવાની ઈચ્છા હોય તો કંબોડિયા અચૂકજઈ શકો છો. અહીંના જંગલો પણ ખૂબજ સુંદર છે.

Vietnam 1 Rupees = 338.35 Vietnamese Dong

વિયતનામ એક એવો દેશ છે જ્યાં તમે રહેવાનુ, ખાવા, પીવાનુ, ફરવાનુ, શરાબ, બધુ જ માત્ર 700 રૂપિયામાં કરી શકો છો.

વિયેતનામનુ ચલણ ડોન્ગ છે.

ભારતીય એક રૂપિયા બરાબર 338.35 ડોન્ગ.

વિયેતનામ જઈને તમે ખૂબ જ ઈન્જોય કરી શકો છો.

વિયેતનામનુ જમવાનું ખૂબજ ટેસ્ટી કહેવાય છે.

કોઈપણ ભારતીય માટે વિયેતનામ જવુ અઘરું નથી. તમે થોડાક રૂપિયામાં ખૂબ મજા કરી શકો છો કારણકે રૂપિયા માં દમ છે.

Belarus 1 Rupees = 216 Belarusian Ruble

બેલારૂસનુ ચલણ રુબલ છે.
આ દેશ શ્રેષ્ઠ મ્યૂઝિયમ, ભવ્ય પોપ્યુલર કાફે માટે જાણીતુ છે.

તમારો એક રૂપિયો ત્યાના 216 રુબલના બરાબર થાય છે. તેનો અર્થ એ થાય કે, તમે ઓછામાં ઓછા પૈસામાં ભવ્ય દેશોની મુલાકાત કરી શકો છે. આ દેશ સુંદર ઝીલો, જંગલો તથા અન્ય આકર્ષણ માટે જાણીતો છે.

આ દેશ પોતાની સુંદરતા માટે જાણીતો છે. બેલારૂસ પોતાની સ્વચ્છતા તથા સુંદર લાઈટીંગ માટે જાણીતુ છે.

અહીં તમે નાઈટ ક્લબ અને શોપિંગની બરાબર મજા માણી શકો છો. બેલારૂસમાં વર્લ્ડ હેરિટેજની ઘણીબધી જગ્યાઓ છે. જો તમે પૂર્વ યુરોપના કોઈ સુંદર દેશની ઓછામાં ઓછા પૈસામાં મુસાફરી કરવા ઈચ્છો છો તો બેલારૂસ એક શ્રેષ્ઠ ઓપ્શન છે. દરેક ભારતીયોએ બેલારૂસની મુલાકાત કરવી જોઈએ.

ખાસ નોંધ : મિત્રો, અલગ અલગ દેશની કરંસીનો ભાવ સમયે સમયે બદલાતો રહે છે. એટલે આ લેખમાં જણાવેલા કિંમતમાં વધારો ઘટાડો થતો રહે છે. તમને ભાવમાં ઓછા વત્તા ધોરણે ફરક જોવા મળશે. એટલા માટે ફરવા જતા પહેલા કરંસી કન્વર્ટરની મદદ જરૂર લેવી.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.