તમારા ગામના કામોમાં થયેલ ખર્ચ જાણો ફક્ત એક મિનિટમાં, હવે સરપંચ નહિ કરી શકે ગોલમાલ

આજે અમે આપને એક એવી સરકારી વેબસાઇટ (gov.in) ની લિન્ક બતાવવા જઈરહ્યા છીએ જેનો ઉપયોગ કરી આપ આપના ગામ, આપની શેરી અને આપણાં દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન કરી શકો છે. અહિયાં આપ જોઈ શકો છો કે ભારત સરકારે આપણા ગામના નિર્માણ કાર્યો માટે કેટલા પૈસા આપ્યા છે. ( આ ડેટા સંપૂર્ણરીતે પ્રમાણભૂત છે) જો આપને કોઈ અનિયમિતતા લાગે તો આપ તેની ફરિયાદ જનસુવિધા કેન્દ્રમાં સીધી કરી શકો છો.

સ્ટેપ 1. સર્વપ્રથમ નીચે આપેલી લિન્ક પર કોપી કરીને બીજા બ્રાઉઝરમાં ખોલો.

http://www.planningonline.gov.in/ReportData.do?ReportMethod=getAnnualPlanReport

સ્ટેપ 2. આપ આપની સુવિધા અનુસાર ભાષા પસંદ કરી શકો છો. અત્યારે અહિયાં અંગ્રેજી,હિન્દી અને પંજાબીના ઓપ્શન છે. ઇમેજ જુઓ

સ્ટેપ 3. અહી આપ આપની યોજના વર્ષ અને આપના રાજ્યનું નામ પસંદ કરી GET REPORT પર ક્લિક કરો. એ પછી આપને યોજનાના એકમ વિષે પૂછશે દા.ત.આપે જાણવું હોય કે આ વર્ષે આપના ગામ માટે સરકારમાંથી કેટલા રૂપિયા આવ્યાં તો આપ GRAM PANCHYAT નું ઓપ્શન પસંદ કરો.

સ્ટેપ 4. ત્યારબાદ આપને પૂછવામાં આવશે કે આપ કયા જિલ્લાની પંચાયતમાં રહો છો ત્યારે આપ આપના જિલ્લાનું નામ પસંદ કરો.

સ્ટેપ 5. જિલ્લા પંચાયત પસંદ કર્યા બાદ આપ જિલ્લા પંચાયત અથવા બ્લોકનું નામ પસંદ કરો. દા.ત. મારે એ જોવું છે કે 2017-2018માં મારા ગામની કઈ મદદ માટે સરકારે કેટલા પૈસા આપ્યા.

સ્ટેપ 6. જિલ્લા પંચાયત બાદ આપને ગ્રામ પંચાયતનું નામ પૂછવામાં આવશે. ત્યારબાદ આપ GET REPORT પર ક્લિક કરો.

અહિ આપની સામે આપનું ગામ/મહોલ્લો/વોર્ડમાં અત્યાર સુધી કેટલા પૈસા આવ્યાં છે અને આપના સરપંચ, આપના બોર્ડ મેમ્બરોએ કેટલું કામ કર્યું. અને સરકાર પાસેથી કેટલા રૂપિયા લીધા છે તેની પૂરી જાણકારી લઈ શકો છો. જો આપને એવો કોઈ ડેટા મળે જે આપને સાચો નથી લાગતો તો એની ફરિયાદ આપ જનસુવિધા કેન્દ્ર પર કરી શકો છો. જ્યાં કહેવાય છે કે આપની ફરિયાદ પર મુખ્યમંત્રીની સીધી નજર રહેશે.

હવે આપણે જાગૃત થવાની જરૂર છે. બધી માહિતી સરકારે ઓનલાઇન વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવી છે. બસ આપણે તેને જાણવાની જરૂર છે. જો દરેક ગામના ફક્ત 2-3 યુવાનો આ માહિતી તેમના ગામના લોકોને જણાવે તો સમજો 50 % ભ્રષ્ટાચાર તો એમજ ઓછો થઈ જશે.

એટલે આપને વિનંતી છે કે આપ આપના ગામમાં વર્ષ 2016-17માં થયેલાં કાર્યોને જરૂર જુઓ તથા આ લિંકને દેશના દરેક ગામડા સુધી મોકલવાનો પ્રયત્ન કરો જેથી ગામના લોકો તેમના અધિકાર મેળવી શકે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.