બે જાત નાં પાવડર છે નીચે કેમિકલ વિના નો ને બીજો એક એની નીચે છે હાઈ પાવર ડિટર્જન પાવડર
સામગ્રી
કપડાં ધોવાના સોડા – 01 કિલો
મીઠું -200 ગ્રામ
યુરિયા -200 ગ્રામ
મેંદો -50 ગ્રામ
સ્લરી -200 ગ્રામ
રંગ -5 ગ્રામ
પાણી -100 મી.લી.
બનાવવાની પદ્ધતિ
પ્લાસ્ટિક સીટને ઘરમાં લાદી ઉપર પાથરી દો. સોડા ને પ્લાસ્ટિક ઉપર ગુંદી લો. ત્યાર પછી ઝીણું વાટેલું યુરિયા,મીઠું અને મેંદા ને પણ એક કરી ને સોડાની ઉપર ગુંદી લો.આ બધાને ભેગું કરીને સારી રીતે ભેળવી દો.
100 મી.લી.ડોલ માં પાણી લઇ લો,તેમાં 5 ગ્રામ રંગ સારી રીતે હલાવી લો. હવે એક વ્યક્તિ જીણી ધારથી સ્લરી ધીરે ધીરે ડોલમાં નાખતા જાવ અને બીજી વ્યક્તિ લાકડાના દંડાથી સારી રીતે હલાવતા રહો. દંડાથી સારી રીતે હલાવતા રહે અને ઘૂંટતા રહેવાથી તે લઇ ની જેમ લુગદી બની જશે.
લુગદી બની ગયા પછી તેમાં સોડા સાથે બનાવેલ મિશ્રણ થોડું થોડું નાખીને (50-100 ગ્રામ ) દંડાથી સારી રીતે હલાવતા જાય જેથી તેની અંદરનો ભેજ સુકાઈ જશે ને ગઠ્ઠા જેવો પાવડર થઇ જાય. ભેળવતી વખતે તેજ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેમાંથી ગરમી નીકળે છે, એટલે તેને હાથથી અડવું નહિ.
ડોલમાં તૈયાર મિશ્રણ ને પ્લાસ્ટિક સીટ ઉપર રાખવામાં આવેલ સોડા મિશ્રણ (પાવડર) માં નાખો અને બન્ને હાથથી સારી રીતે રગડી રગડીને મિક્ષ કરો જેથી કોઈ ગઠ્ઠા ન રહી જાય. જેટલું સારું મિશ્રણ હશે,તેટલી જ સારી ક્વોલેટીનો માલ તૈયાર થશે. તેને તપાસી લો અને જો કોઈ ગઠ્ઠા રહી ગયા હોય તો તેને ફરીવખત રગડીને મિક્ષ કરો. આ રીતે સારી રીતે બરોબર ચાળેલા પાવડરને જરૂરિયાત મુજબના માપ પ્રમાણે પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરો.
સાધનો
(1) પાથરવા માટે એક પ્લાસ્ટિકની સીટ
(2) પ્લાસ્ટિકની ડોલ
(3) લાકડાનો ગોળ ડંડો(સોટા)
(4)ત્રાજવું-બાટ
(5) લોટ ચાળવાની ચારણી
(6) સીલિંગ મશીન કે સ્ટેપલર
સાવધાનીઓ-
એસિડ સ્લરી,રંગ કે પાણીથી બનેલ પેસ્ટ તથા રાસાયણિક પ્રક્રિયા દરમિયાંન મિક્ચર (મિશ્રણ) ને હાથથી સ્પર્શ ન કરવો.
તેલમાં ભળવા વાળા રંગનો જ ઉપયોગ કરવો, રંગ સારી ક્વોલેટીનો હોવો જોઈએ.
16 કિલો થી વધુ પાવડર તૈયાર કરવા માટે હાથમાં ગ્લબ્સ પહેરી લેવા ખુબ સારા.
પાવડરને રગડીને મિક્સ કરવા માટે ખાસ ધ્યાન આપવું.
ડિટર્જન પાવડર (હાઈ પાવર)
સામગ્રી
સોડા એશ 02
સોડિયમ બ્રે કાર્બોનેટ 500 ગ્રામ
સોડિયમ મેટા સિલિકેટ 500 ગ્રામ
સોડિયમ સલ્ફેટ 500 ગ્રામ
એસિડ સ્લેરી 700 ગ્રામ
લીકવીડ ફોમ બુસ્ટર 200 ગ્રામ
કાર્બોક્સી મૈથીલ સેલ્યુલોઝ 50 ગ્રામ
આપ્ટીકર બ્રાઇટનર 25 ગ્રામ
ટ્રાય સોડિયમ ફાસ્ફેટ 500 ગ્રામ
ટ્રાય સોડિયમ પાલી ફાસ્ફેટ 250 ગ્રામ
બોરેક્સ 100 ગ્રામ
સોડિયમ લૉરેલ સલ્ફેટ 25 ગ્રામ
કલર 05 ગ્રામ
બનાવવાની રીત
કલર સેન્ટ એસિડ સ્લેરી ફોમ બુસ્ટર સિવાય બીજી બધી સામગ્રી એક પ્લાસ્ટિક ડબ્બામાં રાખીને સારી રીતે મિલાવી દો.
હવે તેમાં એસિડ સ્લરી અને ફોમ બુસ્ટર સારી રીતે ભેળવી લો.
સૌથી છેલ્લે કલર અને સેન્ટ ભેળવી પાવડર ને બારીક ચાળી લો.
પાવડર એક થી બે વખત ચળવાથી ફૂલી જાય છે.
તૈયાર પાવડર પ્લાસ્ટિક થેલીઓમાં ભરીલો. સારી ક્વોલિટી નો ડિટર્જન પાવડર તૈયાર છે.