ઘર માં પોસ્ટ ઓફીસ ખોલી ને કરો આવી રીતે કમાણી,૮ પાસ પણ ખોલી શકે છે જાણો કેટલું કમીશન મળશે

જો તમે આઠમુ પાસ છો અને તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ છે તો તમે તમારા ઘર માં પોસ્ટ ઓફિસ ખોલીને સારી એવી કમાણી કરી શકો છો. પોસ્ટ ઓફિસ ખાતું તેની ફ્રેન્ચાઇઝી યોજના અનુસાર તમને ઘર માં પોસ્ટ ઓફિસ ખોલવાની સગવડતા આપી રહી છે.

ફ્રેન્ચાઇઝી યોજના માં તમે એ સેવાઓ આપી શકો છો, જે પોસ્ટ ઓફિસમાં કાઉંન્ટર દ્વારા ગ્રાહકો ને અપાય છે. ચાલો જાણીએ કે ઘરમાં પોસ્ટ ઓફિસ ખોલીને તમે કઈ-કઈ સેવાઓ આપી શકો છો અને તમારે આના માટે શું કરવાનું છે…

ફ્રેન્ચાઇઝી લેવા માટે પોસ્ટ ઓફિસ તરફથી નક્કી કરેલ પ્રોફૉર્મા (સંલગ્નક ૧ ) માં ડિવિઝનલ હેડના નામે અરજી કરવાની હોય છે. ડિવિઝનલ હેડ એસડીઆઈના રિપોર્ટ પરથી ફ્રેન્ચાઈચી ની પસંદગી કરે છે.

આમાં કોમ્પ્યુટર ની સુવિધા પુરી પાડનાર અને પોસ્ટના પેન્શનરને પ્રાધાન્યતા આપવામાં આવે છે. ફ્રેન્ચાઇઝી માટે અરજી કરવાની કોઈ મહત્તમ વય મર્યાદા નથી.

કોઈ પણ દુકાનદાર અને બીજા પ્રકાર ના વ્યવસાય કરવાવાળા લોકો પણ ફ્રેન્ચાઇઝી લઈને પોતાના વ્યવસાય ની સાથે-સાથે પોસ્ટ ઓફિસનું કામ પણ કરી શકે છે. ફ્રેન્ચાઇઝી લેવા માટે તમારે સિક્યુરિટી પણ ડિપોઝિટ પણ જમા કરવી પડે છે. સિક્યુરિટી ડિપોઝિટ NSC ના સ્વરૂપે હોય છે. ઓછા માં ઓછી સેક્યુરીટી 5000 રૂપિયા જમા થશે. તમારા દરરોજના સરેરાશ ધંધાના આધારે સિક્યુરિટી ડિપોઝિટ વધારવામાં આવશે.

તમે મની ઓર્ડર, રજિસ્ટ્રી, સ્પીડપોસ્ટ બુક કરી શકો છો. તદુપરાંત સ્ટેમ્પ, સ્ટેશનરી નું વેચાણ,ઈ-પોસ્ટનું બુકિંગ પણ કરી શકો છો.તમને રજીસ્ટર્ડ /સ્પીડપોસ્ટ ની મોટી સંખ્યામાં બુકિંગ કરવાની સુવિધા મળશે. તમે પોસ્ટ ઓફિસ વિભાગના બિલ,ટેક્સ,ફાઈન કલેકશન અને પેમેન્ટ સર્વિસો પણ મેળવી શકો છો. આ બધી સર્વિસથી તમને કમાણી થશે. જો કે, તમે 100 રૂપિયાથી ઓછાના મની ઓર્ડર બુક કરી શક્શો નહિ.

તમને દરેક રજીસ્ટર્ડ આર્ટિકલ ઉપર 3 રૂપિયા,સ્પીડ પોસ્ટ ની બુકિંગ પર 5 રૂપિયા મળશે. જ્યારે 100-200 રૂપિયાના મની ઓર્ડર ઉપર 3.50 રૂપિયા અને 200 થી વધારેના મની ઓર્ડર ઉપર 5 રૂપિયા મળશે. 1000 આર્ટિકલ થી વધૂની રજિસ્ટ્રી પર 20 ટકા,પોસ્ટના સ્ટેમ્પ, પોસ્ટની સ્ટેશનરી ઉપર કુલ વેચાણ ના 5 ટકા અને રિટેઇલ સર્વિસ, રેવન્યુ સ્ટેમ્પ અને સેન્ટ્રલ રિક્રુટમેન્ટ ફી ઉપર 40 ટકા નું કમિશન મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.