જાણીતું એન્ટિવાયરસ બનાવવા વાળો અય્યાશીમાં થયો બર્બાદ, નશામાં ઉડાવી નાખ્યા 6 અરબથી વધારે

 

મૈકેફી એન્ટીવાયરસ બનાવનારા જોન મૈકેફી ભાગી ગયેલ છે. મૈકેફી ની ફરિયાદ છે કે પોલીસ અને અમેરિકા સરકાર તેના જીવ પાછળ પડેલ છે તેથી તેને ભાગવું પડયું. હકીકતમાં એન્ટીવાયરસ કિંગ જોન મૈકેફી હવે અર્શ થી વર્ષ સુધી પહોચી ગયેલ છે. એક સમય એવો હતો જયારે જોનની નેટ વર્થ ૧૦૦ મીલીયન ડોલર (આશરે ૭૦૦ કરોડ રૂપિયા) હતી. પણ અય્યાશી, નશાની ટેવ અને ૨૦૦૮ પછી સતત ખોટા રોકાણએ તેને પાયમાલ કરી દીધો. આજે ૭૨ વર્ષના જોન ઉપર રેપ અને હત્યા જેવા ગંભીર આરોપ છે. ૧૫ વર્ષની ઉંમરમાં થઇ ગયું હતું પિતાનું મૃત્યુ.

જોન મૈકેફી નો જન્મ ૧૯૪૫ માં અમેરિકાના એક આર્મી બેસ કેમ્પ માં થયેલ હતો. જયારે જોન ૧૫ વર્ષના હતા તો તેના આલ્કોહોલિક પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. રીપોર્ટસ મુજબ જોન ત્યાર પછી જ ડ્રગ્સ લેવા લાગી ગયા હતા.

ઓફિસમાં ડ્રગ્સ

જોનને નશાની ટેવે એવી રીતે જકડેલ કે તે ૧૯૮૦ માં જે સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો ત્યાં પણ ડ્રગ્સ લેતો હતો. ૧૯૮૩ આવતા આવતા તો કોફીનની પણ ટેવ પડી ગઈ. જોન ઉપર ઓફિસના ક્લીન્ગ્સને પણ ડ્રગ્સ આપવાનો આરોપ લાગ્યો.

તે એક સમય હતો જયારે પહેલું કોમ્પ્યુટર વાયરસ સામે આવેલ હતો અને જોન એ તેને પોતે ક્રેક કરવાની ચેલેન્જ લીધી હતી.

આવી રીતે બન્યો બિજનેશ ટાયકુન

 

૧૯૮૭ સુધી જોન મૈકેફી વિશ્વનો જાણીતો એન્ટીવાયરસ નિષ્ણાંત બની ગયો, ત્યાર પછી તેણે પોતાની એક કંપની શરુ કરી દીધી. જેનું નામ હતું મૈકેફી એસોસીએટસ. મૈકેફી એન્ટીવાયરસ એ એન્ટીવાયરસ ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવી દીધી હતી. જોનની કંપનીની પોલીસી હતી કે પોતાની પ્રોડક્ટ ફ્રીમાં ગ્રાહકને આપો અને તેમાં માત્ર કસ્ટમર કેયર નો ચાર્જ લગાવો. આ એક ઇન્સ્ટેટ હીટ હતી. ૧૯૯૪ માં મૈકેફીએ પોતાની શોધ ઈંટેલ ને ૬૦ મીલીયન ડોલર (તે સમયે આશરે ૩૦૦ કરોડ) માં વેચી દીધી.

 

પછી શરુ થયું પ્લેબોય જીવનધોરણ

ઈંટેલ માંથી મળેલા અબજો રૂપિયા માંથી અય્યાસી કરવાનું શરુ કરી દીધું. તેમણે હવાઈ, એરિજોના, કોલારોડા, ન્યુ મેક્સિકો જેવા સ્થળો ઉપર આલીશાન બંગલા ખરીદ્યા. મહિલા ફોલોઅર્સ ના વધતા લીસ્ટ પછી તેણે પોતાની અય્યાસી પૂરી કરવા માટે એક સેક્સ ક્લબ પણ ખોલી. હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે તેણે એક વખત વગર લાઈસન્સે મીની એયરક્રાફ્ટ માં ઉડતી વખતે તેના ભત્રીજાનું મૃત્યુ થઇ ગયું હતું.

ડ્રગ્સ માટે સનક

ગેરકાયદેસર રીતે મીની એયરક્રાફ્ટ ઉડાડવાના કેસમાં જોન ઉપર ઘણા કેસ નોંધાયેલ. ૨૦૦૮ માં તે નોર્થ આઈલેન્ડ પહોચી ગયેલ. અહિયાં તેણે એક એન્ટીબાયોટીક કંપની શરુ કરી. તે ૬૩ વર્ષના થઇ ગયા હતા. ગીજમોડોના રીપોર્ટ મુજબ અહિયાં તેની ઉપર ડ્રગ્સ માટે વિચિત્ર એવી ધૂન સવાર થઇ ગઈ હતી. તે લોકોને ડ્રગ્સના ફાયદા ગણાવતા. તે લોકોને ઘણી ડ્રગ્સને ભેળવીને લેવાની સલાહ આપતા હતા. કહેતા કે તેનાથી તેમની સેકસ્યુઅલ લાઈફ સારી રહેશે. જોનએ ઓનલાઈન પોસ્ટ જોઇને સ્થાનિક પોલીસે તેની એન્ટીબાયોટીક કંપની ઉપર દરોડો પાડી દીધો. અહિયાં મૈકેફીની ધરપકડ કરી લેવામાં આવેલ. પણ પછી પુરાવાના અભાવે તેને છોડી દેવામાં આવેલ અને પાછા પોતાના ઘેર અમેરિકા મોકલી દેવામાં આવેલ.