રોજના 4 દાણા પૂરતા છે વજન ઓછું કરી કોલેસ્ટ્રોલ અને પેટની બીમારીઓ દુર કરવા માટે

માનવ શરીરની રચના પાંચ તત્વોથી થાય છે. પૃથ્વી, અગ્નિ, હવા, આકાશ અને વાયુ આ પાચ તત્વોથી બનેલ માનવ શરીરને જીવિત રહેવા માટે અને શક્તિ મેળવવા માટે સંતુલિત આહાર ગ્રહણ કરવો ખુબ જરૂરી છે. દરેક માટે હંમેશા કસરત અને યોગ કરવો ફાયદાકારક હોય છે. આ શરીર એક કાગળ જેવું હોય છે, જેની ઉપર આપણા વર્તનની પેન થી કંઈપણ લખી શકીએ. જ્યાં ખાવા પીવામાં બેદરકારી અને અનિયમિત દિનચર્યા માનવ શરીરને મોટાપો અને જાત જાતની બીમારીઓ તરફ ધકેલે છે તો એક સારો ખોરાક લેવો અને રોજ કસરત કરીને આપણે એક સ્વસ્થ કસાયેલ શરીરના માલિક બની શકીએ.

કાળીજીરી એક ખુબ જ ઉપયોગી ઔષધ છે. એ કૃમીને મારતી નથી, પણ કૃમીને મુર્છીત કરીને મળ સાથે બહાર કાઢી નાખે છે અને એથી કૃમી શરીરને નુકસાન કરતાં બંધ થાય છે. કૃમી, જીર્ણજ્વર, અશક્તી, રક્તાલ્પતા, પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગૅસ, મંદાગ્ની વગેરેમાં કાળીજીરી ખુબ જ હીતાવહ છે.

મોટી વ્યક્તીએ પાથી અડધી ચમચી અને બાળકોએ ચારથી પાંચ ચોખાભાર રોજ રાતે આઠથી દસ દીવસ લેવી.

(૧) મધમાખી, ભમરી, કાનખજુરો કે જીવજંતુ કરડે તો તે સ્થાન પર કાળીજીરી પાણીમાં લસોટી લેપ કરવો,

(૨) નળ ફુલી ગયા હોય તો પા ચમચી કાળીજીરીના ભુકાનો એક કપ પાણીમાં ઉકાળો કરીને પીવો.

(૩) તલના તેલમાં કાળીજીરી લસોટી લગાવવાથી ખરજવું મટે છે.

(૪) શરીર તપેલું રહેતું હોય, અથવા જીર્ણજ્વર રહેતો હોય, પેટમાં કૃમી થયા હોય, આમનું પાચન થતું ન હોય, તથા ખસ, ખંજવાળ અને ચામડીના રોગોમાં પા ચમચી જેટલા કાળીજીરીના ભુકાનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ તાજેતાજો ઉકાળો પીવાથી આઠથી દસ દીવસમાં આ વીકૃતીઓ શાંત થાય છે.

(૫) કાળીજીરી અડધી ચમચી અને કાળા મરી અડધી ચમચીનું ચુર્ણ એક કપ પાણીમાં રાત્રે પલાળી સવારે ગાળીને પીવાથી થોડા દીવસમાં જુનો નળ વીકાર મટે છે.

(૬) પા ચમચી જેટલું કાળીજીરીનું ચુર્ણ એક ચમચી મધમાં મીશ્ર કરી ચાટવાથી પેટના કૃમી નાશ પામે છે.

(૭) કાળીજીરી બાળી તેની રાખનો તલના તેલમાં મલમ કરીને લગાડવાથી ચામડીના રોગો મટે છે.

મિત્રો આ મશીન નાં જમાનામાં જ્યાં આપણને પહેલા કરતા ખુબ વધુ શારીરિક મહેનત કરવી પડે છે, ઘણા બધા લોકો મોટાપાનો ભોગ થતા જાય છે. મેં ક્યાંક વાચ્યું છે.

આ દુનિયામાં જેટલા લોકો ઓછું ખાવાથી નથી મરતા તેથી ઘણા વધુ લોકો વધારે ખાવાથી મરે છે.

આજનો માણસ સફળ થવા માટે હરીફો સામે ઉભા રહેવા માટે તન તોડ મહેનત કરે છે. અને આ બધી ભાગદોડમાં પોતાનું સાચું સુખ “આરોગ્ય” તરફ ધ્યાન આપવાનું ભૂલી જાય છે. ઘણા પાસે દુનિયાભરની મિલકત હોય, પણ પોતાના માટે ખર્ચ ન કરી શકે, તેને ભોગવી ન શકે, તો તે મિલકત ન હોવા બરોબર છે. માટે ધન દોલત, પ્રભાવ, માલિકી મેળવવી જરૂરી છે, પણ સાથે સાથે પોતાનું આરોગ્ય સાચવવું પણ ખુબ જ જરૂરી છે. દરેક માણસને પોતાના જીવનમાં, 24 કલાકમાં 1 કલાક પોતાના શરીર તરફ ધ્યાન આપવા માટે જરૂર કાઢવો જોઈએ. ક્યાં સુધી કરતા રહેશો આરોગ્યને ધ્યાન બહાર?

જવા દો, આ વાતોને લઈને હંમેશા આપણી આંખ ત્યારે જ ખુલે છે જયારે આપણે પોતાના માટે કરતા રહીએ છીએ. અને મોટાપો પણ એવી જ એક સમસ્યા છે જેને લઈને લોકોની આંખ મોડી મોડી ઉઘડે છે. મિત્રો, આટલેથી સમજવું જરૂરી છે કે મોટાપો ફક્ત આપણામાં જ એક સમસ્યા નથી પણ તેનો સબંધ અને ઘણી બધી બીમારીઓ જેવી કે

ડાયાબીટીસ (ટાઇપ -2 ),

હાઈ બ્લડ પ્રેશર,

હ્રદયની બીમારીઓ અને સ્ટ્રોક,

કોઈ વિશેષ પ્રકારના કેન્સર,

અનિંદ્રાની બીમારી,

કિડનીની બીમારી,

ફૈટી લીવર- લીવરમાં મેદ જમા થવાથી લીવર ખરાબ થવાની બીમારી,

આર્થરાઈટીસ – સાંધાની બીમારી, વગેરેથી પણ છે. માટે કઈ પણ કરીને તમારા Weight Reduce કરવા માટે પરું efforts કરવું જોઈએ.

દોસ્તો અમે તમને કાળીજીરી બાબતે જણાવા માગીએ છીએ એણે સેવન ની રીત બધું નીચે ના વિડીયો માં સાંભળો

વિડીયો