આ બે દિશા માં ક્યારેય પણ માથું રાખી ને નાં ઊંઘસો જાણો એનું વૈજ્ઞાનિક કારણ સમજો સાચી દિશા કઈ?

રાજીવજીએ ઊંઘવા ની રીત વિષે વિસ્તારથી જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આરામ (ઊંઘ) લેતી વખતે આપણું માથું પૂર્વ દિશા, એટલ કે સૂર્યની દિશામાં હોય તો ખુબ સરસ કહેવાય.

તમારા ઘરની પથારી માં માથું હંમેશા પૂર્વ દિશામાં રાખો. અને જો ન રાખી શકો તો ઉત્તરમાં અને પશ્ચિમમાં માથું રાખીને ક્યારે પણ સૂવું નહિ. નહીં તો મૃત્યુ જલ્દી આવી શકે છે.

ઉત્તર દિશા, મૃત્યુની દિશા હોવાનું વૈજ્ઞાનિક કારણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. પૃથ્વીનાં બે ભાગ હોય છે, એક ઉત્તર અને એક દક્ષિણ , માનવીના શરીરના પણ બે છેડા છે, જેમાં પગને દક્ષિણ માનવામાં આવે છે અને માથાને ઉત્તર માનવામાં આવે છે.

પૃથ્વીની ઉત્તર અને એક દક્ષિણ ભાગમાં બધા કરતા વધુ ગુરુત્વાકર્ષણ બળ રહેલ હોય છે. જો તમે સૂતી વખતે તમારું માથું ઉત્તર તરફ કરી લીધું તો ઉત્તર માથાનું અને પૃથ્વીની ઉત્તર મળશે તો રિપલ્શન થશે. રિપલ્શનનો અર્થ કે ધક્કો , આ ફિજિક્સનો નિયમ છે. પૃથ્વીનું ઉત્તરનું બળ આપણા શરીરને ધક્કો મારશે તો તેનાથી માથા ઉપર દબાણ પડશે અને આપણું શરીર અપસેટ થઇ જાય છે. તેના કારણે શરીરમાં લોહીના દબાણમાં વધ ઘટ થવાનું શરુ થઇ જશે. અને તેના કારણે આયુષ્ય ઓછું થવાનું જ છે.

આપણા ઘરમાં પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેનું માથું ઉત્તર તરફ કરી દેતા હોઈએ છીએ. એટલા માટે આયુર્વેદે આ નિયમને ખુબજ ઊંડાઈ થી અભ્યાસ કરી ને સ્વીકાર કર્યો છે.

પૂર્વમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું હોય છે તો સુતી વખતે માથાની દિશા પૂર્વં માં રહે તેનું ધ્યાન રાખવું. આ બાબતના પ્રયોગો રાજીવજીએ પોતાના શરીર પર 6 વર્ષ કર્યા. 6 વર્ષ સુધી રાજવજી ઉત્તર દિશામાં માથું રાખી સુતા અને પશ્ચિમમાં પણ માથું રાખી સુવાનું શરુ કર્યું. બંને દિશામાં જયારે સૂઈને ઉઠીને બ્લડપ્રેશર માપ્યું તો સુતા પહેલા અને સુતા પછીના બંનેમાં જમીન આસમાનનો ફરક હતો.

જયારે રાજીવજી ઉત્તરમાં સુતા ત્યારે દરેક વખતે ઊંઘ સારી ન આવી , ઘણા ખરાબ સ્વપ્ન આવ્યા અને પછી થોડા દિવસ પૂર્વં માં સુવાનું શરૂ કર્યું અને ત્યાર પછી તેમણે જોયું તો બધું જ સામાન્ય થઇ ગયું, ખરાબ સ્વપ્ના આવતા બંધ થઈ ગયા, અને ઊંઘ પણ સારી આવવા લાગી.

રાજીવજીએ આગળ તેમના પ્રયોગો વિષે જાણકારી આપતા કહ્યું હતું કે આયુર્વેદિકના ઘણા ડોક્ટરોને આ વિશે વાત કરી તો તેમણે કહ્યું કે તેઓ પણ આ અનુભવ કરી ચુક્યા છે. એટલા માટે તમે સુતા સમયે પૂર્વં માં માથું રાખો. આજેજ તમારી પથારીની દિશા બદલી નાખો. જીવનભર નિરોગી રહેવા માટે ઊંઘ ખુબજ જરૂરી છે, જેવી રીતે સારું ભોજન જરૂરી છે તેમ સારી ઊંઘ ખુબજ જરૂરી છે.

હવે બગભટ્ટજીએ તો લખી નાખ્યું પરંતુ રાજીવભાઈએ આના ઉપર અભ્યાસ કર્યો , તો રાજીવભાઈ લખે છે કે ગમે ગામ જયારે હું ફરતો હતો ત્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે મને જો કોઈનાં અંતિમ સંસ્કાર માં જવાનું થતું ત્યારે મેં જોયેલું કે પંડિતજી ઉભા થઇ ગયા ક્રિયા કરમ કરવા અને અંતિમ ક્રિયા માટેના મંત્ર બોલવાનું શરુ કરે છે. તો પહેલો મંત્ર તેઓ બોલે છે કે , મૃત શરીર ઉત્તરમાં કરો એટલે કે માથું ઉત્તરમાં કરો.

પહેલો જ મંત્ર બોલશે કે મૃતક વ્યક્તિનું માથું ઉત્તરમાં કરો. જન્મની વિધિ છે, ગર્ભધારણની એક વિધિ છે તેમ મૃત્યુ પણ એક વિધિ (અંતિમવિધિ) છે તો એક પુસ્તક લખાયું છે સંસ્કાર વિધિ ! તો તેમાં અંતિમ સંસ્કાર વિધિનું પહેલું સૂત્ર છે ! મૃતક નું શરીર ઉત્તરમાં કરો પછી વિધિ શરુ કરો. હવે આ તો થયુ બાગભટ્ટજી, વગેરે લોકોનું, હવે આમાં વિજ્ઞાન શું છે તે સમજો.

નીચેની રાજીવભાઈની પોતાની સમજૂતી છે.

કેમ ????

આજનું જે આપણું મગજ છે તે કેમ? વગર માનતું જ નથી ! કેમ કેમ એવું કરવું??? કારણ તેનું એકદમ સ્પષ્ટ છે ! આધુનિક વિજ્ઞાન કહે છે તમારું જે શરીર છે, અને તમારી પૃથ્વી છે આ બંનેની વચ્ચે એક બળ કામ કરે છે તેને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ !

આને તમે આ રીતે સમજો જેમ આપણે ક્યારેક બે ચુંબક આપણા હાથમાં લીધા હોય અને તમે જોયું હશે કે તે હંમેશા એક તરફથી તો ચોંટી જાય છે પરંતુ બીજી તરફથી ચોટતા નથી ! બીજી બાજુથી તેઓ એકબીજાને ધક્કા મારે છે ! તો આ એટલા માટે થાય છે કારણ કે ચુંબકની બે બાજુ હોય છે એક south એક north ! જયારે પણ તમે south અને south કા તો north અને north ને જોડશો તો તે એકબીજાને ધક્કા મારશે ચોંટશે નહિ ! પરંતુ ચુંબક નાં south અને north એકબીજા સાથે ચોંટી જાય છે !!

હવે આ વાતને મગજમાં રાખીને આગળ વાંચો

હવે આ શરીર પર કેવી રીતે કામ કરે છે, તો તમે જાણો છો કે પૃથ્વીનો ઉત્તર અને પૃથ્વીનો દક્ષીણ આ સૌથી વધારે તીવ્ર છે ગુરુત્વાકર્ષણ બળ માટે. પૃથ્વીનો ઉત્તર પૃથ્વીનો દક્ષીણ એક ચુંબકની જેમ કામ કરે છે ગુરુત્વાકર્ષણ માટે. હવે ધ્યાનથી વાંચો ! તમારું જે શરીર છે તેનો જે માથાવાળો ભાગ છે તે છે ઉત્તર ! અને પગ છે દક્ષીણ. હવે માની લો તમે ઉત્તર બાજુ માથું કરી ને સુઈ ગયા. હવે પૃથ્વી નું ઉત્તર અને તમારા માથા નું ઉત્તર સાથે આવે તો force of repulsion કામ કરે છે આ વિજ્ઞાન કહે છે !

force of repulsion નો અર્થ પ્રતિકાર બળ લાગશે ! તો તમે સમજો ઉત્તરમાં જેમ તમે માથું રાખશો પ્રતિકાર બળ કામ કરશે ધક્કો દેવાવાળું બળ ! તો તમારા શરીરમાં સંકોચન આવશે contraction. શરીરમાં જો સંકોચન આવે તો લોહીનો પ્રવાહ blood pressure સંપૂર્ણ રીતે કંટ્રોલ ની બહાર જતા રહે ! કારણ કે શરીરપર પ્રેસર આવે તો લોહી માં પણ પ્રેશર આવશે. તો હવે લોહી માં પ્રેશર આવે તો ઊંઘ આવશે જ નહિ. મનમાં હંમેશા ચંચળતા રહેશે.હૃદય ની ગતિ હંમેશા ઝડપી રહેશે, તો ઉત્તરની દિશા પૃથ્વીની છે જે નોર્થ પોલ કહેવાય છે. અને આપણા શરીરનો ઉત્તર આ છે માથું, જો બંને એક તરફ છે તો force of repulsion ( પ્રતિકાર બળ ) કામ કરશે ઊંઘ આવશે જ નહિ !

હવે આનાથી વિરુદ્ધ કરી દો તમારું માથું દક્ષીણમાં કરી દો ! તો તમારું માથું ઉત્તર છે ! અને પૃથ્વીની દક્ષીણ દિશામાં રાખેલું છે ! તો force of attraction કામ કરશે ! એક બળ તમને ખેચશે ! અને તમારા શરીરમાં જો ખેચાણ પડશે તો માની લો જો તમે સુતા છો અને આ પૃથ્વીની દક્ષીણ દિશા છે અને અહીંયા તમારું માથું છે ! તો તમને ખેચશે અને શરીર થોડું મોટું થશે ! જેમ રબર ખેંચાય છે ને ? બસ એમજ ! થોડુ એવું વિસ્તરણ થશે ! જેમ શરીર થોડું મોટું તો bodyમાં રીલેક્સેસન આવી ગયું !

ઉદાહરણ માટે જેમ તમે આળસ લો છો ને એકદમ ! શરીરને ખેચો છો પછી તમને કેવું લાગે છે ? ખુબ સારું લાગે છે. કેમ કે શરીરની આળસ મરડવા માં શરીરમાં થોડો વધારો થયો અને તમે ખુબ સારું અનુભવો છો.

તેથી બાગભટ્ટજીએ કહ્યું કે દક્ષીણમાં માથું કરસો તો force of attraction છે ! ઉત્તરમાં માથું કારસો તો force of repulsion છે ! force of repulsion થી શરીર પર દબાણ પડે છે. force of attractionથી શરીર પર ખેંચાણ પડે છે ! ખેંચાણ અને દબાણ એકબીજાના વિરોધી છે ! દબાણથી શરીરમાં સંકોચન આવશે દબાણથી શરીર થોડું ફેલાશે. ફેલાવો છે તો તમે સારી નીંદર માણી શકશો, અને જો દબાણ છે તો ઊંઘ નહિ આવે.

તેથી બાગભટ્ટજીએ સૌથી સારો ઉપાય આપ્યો છે, આ ઉપાય જીવનમાં બધા માનસિક રોગોનો નાશ કરવાનો ઉત્તમ ઉપાય છે. નીંદર સારી આવે તો સૌથી વધારે શાંતિ છે, તેથી ઊંઘ તમે સારી લો ! દક્ષીણમાં માથું રાખીને સુવો ક્યાંતો પૂર્વમાં !!

હવે પૂર્વ શું છે? પૂર્વ વિષે પૃથ્વી ઉપર શોધખોળ કરવાવાળા બધા વૈજ્ઞાનિકોનું કહેવું છે ! કે પૂર્વ તટસ્થ છે ! તેનો અર્થ ન તો ત્યાં force of attraction છે ન તો force of repulsion. અને જો છે પણ તો બંને એકબીજાને બેલેન્સ કરે છે, તેથી પૂર્વમાં માથું રાખીને ઊંઘસો તો તમે પણ તટસ્થ રહેશો અને સરળતાથી ઊંઘ આવશે !
પશ્ચિમનું પૂછશો જી !??

પશ્ચિમ પર હજુ રીસર્ચ થવા નું બાકી છે. અને બાગભટ્ટ જી પણ એ વિષય માં મૌન છે તેની પર કોઈ છણાવટ નથી કરી. અને આજનું વિજ્ઞાન પણ લાગ્યું છે આ વિષય પર પણ હજુ કાઈ ખબર પડી નથી !

તો આ ત્રણ દિશાઓનું ધ્યાન રાખો !

ઉત્તરમાં ક્યારેય માથું ના રાખો !

પૂર્વ કે દક્ષીણમાં રાખો !

માત્ર એક અંતિમ વાતનું ધ્યાન રાખો ! જો સાધુ સંત છે કે સન્યાસી છે ! જેમણે વિવાહ વગેરે નથી કર્યા! તે હંમેશા પૂર્વમાં માથું રાખીને સુઓ ! અને જેના લગન થયેલા ગૃહસ્થ જીવન જીવે છે જે પરિવાર ચલાવી રહ્યા છો. તેઓ હંમેશા દક્ષીણમાં માથું રાખીને સૂઓ.

નીચેના વિડીયો થી પણ સમજી શકશો

વિડીયો