જાણો કાળા બજારમાં કેટલી છે તમારા શરીરની કિંમત. જાણો 10 ઇંચ લાંબા વાળ અને 1 ઇંચ ચામડીની કિંમત.

માણસનું શરીર વાસ્તવમાં કોઈ વરદાનથી ઓછું નથી કેમ કે તેના હોવાને કારણે જ આપણે બધા પોતાનું જીવન જીવી શકીએ છીએ અને તેના ન હોવાથી શક્ય છે કે આપણી કોઈ હંયાતી જ નથી રહેતી. આપણું શરીર છે પણ ઘણું જટિલ જેમાં ન જાણે કેટલાય અંગ રહેલા છે અને દરેક પોતાના ચોક્કસ કામ માટે જ બનાવવામાં આવેલા છે.

આપણું શરીર અનમોલ છે, પરંતુ શું તમે જાણો છો? કે માણસના શરીરના અંગ પણ વેચાય છે, જેની ગેરકાયેસર બજારમાં ઘણી ઉંચી કિંમત હોય છે. ગેરકાયેસર બજારમાં માણસના લોહીથી લઇને માણસના હ્રદય સુધી તમામ વસ્તુ વેચાય છે. તેની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો. જાણીએ શું છે ગેરકાયેસર માર્કેટમાં શરીરના અંગોની કિંમત.

આખા વિશ્વમાં માનવ અંગોની હેરાફેરી એક મુખ્ય ગેરકાયેસર ધંધો છે. ગેરકાયેસર ધંધામાં તમને માણસના લોહીથી લઇને માણસના હ્રદય સુધી તમામ વસ્તુ મળી શકે છે. આમ તો તેના માટે તમારે મોટી રકમ ચૂકવવી પડે છે. આવો જાણીએ શું છે તે ગેરકાયેસર બજારમાં તમારા શરીરના અંગોની કિંમત?

કીડની :-

કીડની જેનો વેપાર તમામ અંગોની સરખામણીમાં સૌથી વધુ છે, કેમ કે હંમેશા લોકો એ જાણે છે કે તે પોતે એક કીડની ઉપર પણ જીવતા રહી શકે છે, તેથી પોતાની કીડની વેચી દે છે. બ્લેક માર્કેટમાં આ કીડનીની કિંમત લગભગ ૨,૦૦,૦૦૦ ડોલર છે. નવાઈની વાત છે કે તેના વેચવા વાળા લોકોને તેની ઘણી ઓછી કિંમત જેમ કે ૫,૦૦૦ ડોલર જ મળે છે. જ્યાં વચ્ચેનો લોકો મોટો ભાગ પોતાની પાસે રાખી લે છે. કીડની જોઈએ અને ડોનર ન મળે તો કાળાબજાર દ્વારા દસ લાખમાં કીડની મળી જશે. ગરીબ લાચાર અને માસુમોની કીડની કાઢીને વેચવા વાળી ગેંગ ભારતમાં જ નહિ દુનિયાભરમાં ફેલાયેલી છે.

લીવર :-

જો તમારે લીવર નખાવવું છે, તો ગેરકાયેસર બજારમાં ગુનેગારો ૧૦ લાખ રૂપિયામાં તેની વ્યવસ્થા કરી આપશે. તે ન પૂછશો કે તે કેવી રીતે તેની વ્યવસ્થા કરશે. તે બજાર ગુનેગાર જગતની અંદર સુધી પડેલા છે.

વાળ :-

ગેરકાયેસર બજારમાં દસ ઇંચ લાંબા વાળની કિંમત ૭૦ ડોલર હોય છે. જે ભારતના લગભગ સાડા ચાર હજાર (૪૫૦૦) રૂપિયા થાય છે. આ વાળ માંથી કોઈ મોંઘી વસ્તુ બનાવે છે અથવા વિગ બનાવામાં આવે છે.

હ્રદય :-

આમ તો હ્રદય કિંમતી છે પરંતુ ગેરકાયેસર બજારમાં હ્રદયની કિંમત ૧૧૯ હજાર ડોલર એટલે કે ૭૫ લાખ ૮૩ હજાર રૂપિયા છે. એવું માનો છે. શરીરના દરેક અંગ માણસ હેરાફેરીની બજારમાં વેચાય છે.

લોહી :-

આજના સમયમાં કોઈ વ્યક્તિને થોડી પણ ઈજા થાય છે, તો તેને લોહીની ઉણપ થઇ જ જાય છે. તેનો લાભ કાળા બજારમાં વધુ થઇ રહ્યો છે. હોસ્પિટલ પણ આવા પોતાના ગ્રુપ બનાવેલા છે. કાળા બજારમાં એક ગ્લાસ લોહીની કિંમત ૩૩૭ ડોલર છે. એટલે લગભગ ૨૦ હજાર ભારતીય રૂપિયા.

બોનમેરો :-

એક ગ્રામ બોનમેરોની કિંમત ૨૩ હજાર ડોલર થાય છે. જે ભારતના ૧૪ લાખ ૬૫ હજાર રૂપિયા જેટલી છે.

ફર્તાંઈલ એગ :-

બાળકના જન્મ માટે ઈંડાના ડોનેશન લીગલ છે, ઘણા લોકો હોસ્પિટલની ફીથી બચવા માટે ગેરકાયેસર રીતે જ ઈંડા ખરીદી લે છે. અમેરિકાના દર આઈવીએફ સાઈકિલ માટે ૧૨,૪૦૦ યુએસ ડોલર એટલે લગભગ ૭ લાખ ૯૦ હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે.

ભાડાની કોખ (સેરોગેસી) :

ભારતમાં આમ તો સરોગેસી લીગલ છે, પરંતુ છતાં પણ લોકો ગેરકાયેસર રીતે કોખ વેચે છે. ગરીબ મહિલાઓ મજબુરી અને પૈસાની લાલચમાં શ્રીમંત લોકો માટે ભાડેની કોખનું કામ કરે છે. તેના માટે ૧૨ થી ૧૯ લાખ રૂપિયા સુધીના ભાવ છે.

કોર્નિયા :

ગેરકાયેસર બજારમાં કોર્નિયાની કિંમત લગભગ સાડા પંદર લાખ છે. ડોનર ન મળવાથી તેને ગેરકાયેસર બજાર માંથી ખરીદવામાં આવે છે.

ચામડી :-

જો તમે વિચારો છો કે બસ લોહી અને કીડની જ વેચાય છે તો તમે ખોટા છો. તમારી ચામડી સુધી વેચાય છે. એક ઇંચ ચામડીની કિંમત ૬૦૦ ડોલર છે.

WHO ના જણાવ્યા મુજબ દર વર્ષે હજારોથી વધુ organs ની ખરીદી અને વેચાણ આખા વિશ્વમાં આ બ્લેક માર્કેટ દ્વારા થાય છે. માણસના અંગોનો વેપાર એક illegal economic activity એટલે ગેરકાયેસર વેપાર છે અને લગભગ દરેક દેશ તેનાથી પ્રભાવિત છે. આમ તો ઈરાન જ એક એવો દેશ છે, જ્યાં organ trading , ગેરકાયેસર નથી અને લોકો એક ચોક્કસ કિંમત ઉપર સરકારની દેખરેખ હેઠળ પોતાના અંગો વેચે છે. એક અનુમાન મુજબ આખા શરીરની કિંમત લગભગ ૨૮ કરોડ થશે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.