આ વાસણમાં છુપાયેલ છે આરોગ્યનો ખજાનો :
આરોગ્યપ્રદ ખાવાનું બનાવવા માટે તમે તેલ મસાલા ઉપર તો પુરતું ધ્યાન આપો છો, પણ શું ખાવાનું બનાવવા માટે વાસણની પસંદગીમાં પણ ધ્યાન આપો છો? જો તમારો જવાબ નાં છે તો આજે જ આ વાત ઉપર પણ ધ્યાન આપવાનું શરુ કરી દો.
વાસણ કેવી રીતે તમને આરોગ્યપ્રદ બનાવી શકે છે, એના વિષે આજે અમે તમને જણાવીએ છીએ.
ખાવાનું પોષ્ટિક અને આરોગ્યપ્રદ બને તેના માટે આપણે ન જાણે કેટલું જતન કરીએ છીએ. ઓછા તેલના ઉપયોગથી લઈને શાકભાજી અને દાળને ચોખ્ખાઈથી ધોવી, લોટ ચોખ્ખા હાથથી બાંધવો, ઘર અને રસોડામાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું, ભોજનની ગુણવત્તા, તાજગી, યોગ્ય મસાલાનો ઉપયોગ અને બીજી પણ થોડી ઘણી આપણી ટેવોમાં સુધારો હોઈ શકે છે.
પણ એક ખાસ વસ્તુ આપણે હમેશા ભૂલી જઈએ છીએ અને તે છે વાસણ. જી હા ભોજનને પોષ્ટિકતામાં આ વાત પણ આધાર રાખે છે કે છેવટે તેને ક્યાં વાસણમાં બનાવવામાં આવી રહેલ છે. તમને કદાચ ખબર ન હોય પણ તમે જે ધાતુમાં ખાવાનું બનાવો છો તેના ગુણ ભોજનમાં આપોઆપ જ આવી જાય છે.
ડાયટીશિયન નિશા બંસલ મુજબ ભોજન રાંધતી વખતે વાસણનું મટીરીયલ પણ ખાવાની સાથે મિક્સ થઇ જાય છે. એલ્યુમીનીયમ, તાંબુ, લોખંડ, સ્ટેનલેસ્ટીલ અને ટેફલોન વાસણમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી છે. ઉત્તમ છે કે તમે તમારા ઘર માટે કુકિંગ મટીરીયલ પસંદ કરતી વખતે થોડી જરૂરી વાતોનું ધ્યાન રાખો, અને તેના માટે તમારે આ વાસણોના ફાયદા નુકશાન વિષે જાણકારી હોવી જરૂરી છે.
આપણે લોકો ખાવાનું એટલા માટે ખાઈએ છીએ જેથી આપણા શરીરને જરૂરી પ્રમાણમાં પોષક તત્વો મળે. જે ભોજન આપણે ખાઈએ છીએ પોતાનામાં તો મિનરલ્સ વિટામિન્સ પ્રોટીન તો હોય જ છે, તેમાં તે ગુણ વધારવા કે ઘટાડવામાં તેને પકાવવા વાળા વાસણ પણ ખાસ સ્થાન ધરાવે છે.
આવો જાણીએ માટી અને બીજા વાસણમાં બનાવવામાં આવેલ ભોજન કેવી રીતે અસરકારક અને નુકશાનકારક નથી હોતું.
કાસ્ટ લોઢાના વાસણ :
જોવામાં અને ઉપાડવામાં ભારે, મોંઘા અને સરળતાથી ન ઘસાતા વાસણ ખાવાનું બનાવવા માટે સૌથી યોગ્ય પાત્ર માનવામાં આવે છે. શોધકર્તાઓનું માનવું છે કે વાસણમાં ખાવાનું બનાવવાથી ભોજનમાં આયરન જેવા જરૂરી પોષક તત્વ વધી જાય છે.
માટીના વાસણના ગુણ :
માણસના શરીરમાં રોજ ૧૮ પ્રકારના પોષક તત્વ મળવા જોઈએ, માટીના વાસણમાં ખાવાનું બનાવવાથી પુરા ૧૦૦ ટકા પોષક તત્વ મળે છે. અને જો માટીના વાસણમાં ખાવાનું ખાવામાં આવે તો તેનો અલગ જ સ્વાદ આવે છે.
માટીના વાસણમાં ખાવાનું બનાવવાથી તેનું PH પણ યોગ્ય રહે છે. જે આપણા શરીર માટે ખુબ ઉપયોગી છે. માટીના વાસણમાં જે ભોજન બને છે તેના પોષક તત્વો બહાર નથી નીકળતા તે ભોજનમાં જ ભળી જાય છે. અને આયુર્વેદ મુજબ ખાવાનું બનાવતી વખતે તેને હવાનો સ્પર્શ અને સૂર્ય પ્રકાશ મળવો જરૂરી છે. જો આપણે એવું કરી શકીએ તો તે ભોજન આપણા માટે અમૃત સમાન બની જશે.
એલ્યુમીનીયમના વાસણ :
અલ્યુમિનીયમના વાસણ હળવા, મજબુત અને સારા હીટ કંડકટર હોય છે. સાથે જ તેની કિંમત પણ વધુ નથી હોતી. ભારતીય રસોડામાં અલ્યુમિનીયમના વાસણ સૌથી વધુ હોય છે. કુકરથી લઈને કડાઈઓ સામાન્ય રીતે અલ્યુમિનીયમની જ બનેલી હોય છે.
અલ્યુમિનીયમ ખુબ જ મુલાયમ અને પ્રતિક્રિયાશિલ ધાતુ હોય છે. તેથી મીઠું કે ખાટા તત્વોના સંપર્કમાં આવતા જ તેમાં ભળવા લાગે છે. ખાસ કરીને ટમેટા ઉકાળવા, તેમાં આંબલી, સિરકા કે કોઈ ખટાશ વાળા ભોજન બનાવવા જેવા કે સંભારો વગેરેની બાબતમાં તે વધુ બને છે. તેનાથી ખાવાના સ્વાદ ઉપર પણ અસર થાય છે.
ખાવામાં એલ્યુમિનીયમ હોવું ગંભીર ચિંતાનો વિષય છે. તે ખાવાથી આયરન અને કેલ્શિયમ તત્વોને શોષી લે છે. એટલે જો પેટમાં જાય તો શરીરમાંથી આયરન અને કેલ્શિયમ શોષવાનું શરુ કરી દે છે. તેનાથી હાડકા નબળા થઇ શકે છે. ઘણા અલ્જાઈમર (યાદશક્તિની બીમારી) ની બાબતમાં મસ્તિકના ઉત્તકોમાં પણ અલ્યુમિનીયમના અર્ક મળી આવે છે. જેથી તે તો સ્પષ્ટ છે કે અલ્યુમિનીયમના તત્વ માનસિક બીમારીઓના સંભવિત કારણો પણ હોઈ શકે છે.
શરીરમાં અલ્યુમિનીયમનું પ્રમાણ વધુ થઇ જાય, તો ટીબી અને કીડની ફેઈલ થવાનું પ્રબળ કારણ બની શકે છે. તે આપણા લીવર અને નર્વસ સીસ્ટમ માટે પણ ફાયદાકારક નથી હોતું. શોધકર્તાઓનું માનીએ તો અલ્યુમિનીયમના વાસણમાં ચા, ટમેટા, પ્યુરી, સંભારો અને ચટણી વગેરે બનાવવાથી દુર રહેવું જોઈએ. આ વાસણોમાં ખાવાનું જેટલું વધુ રહેશે, તેના રસાયણો ભોજનમાં એટલા જ વધુ ભળશે.
અમુક વાસણમાં છુપાયેલ છે આરોગ્યનો ખજાનો :
તાંબા અને પિત્તળના વાસણ :
તાંબા અને પિત્તળના વાસણ હીટના સારા કંડકટર હોય છે. તેનો ઉપયોગ જુના જમાનામાં વધુ થતો હતો. તે એસીડ અને સોલ્ટ સાથે પ્રક્રિયા કરે છે. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્સ્થ મુજબ ખાવામાં રહેલ એસીડ અને સોલ્ટ સાથે પ્રક્રિયા કરીને વધુ કોપર ઉત્પન કરે છે, જે શરીર માટે નુકશાનકારક હોય છે. તેનાથી ફૂડ પોયઝનીંગ પણ થઇ શકે છે. એથી તેના ટીન સર્ફેસ કોટિંગ જરૂરી છે. જેને કલાઈ પણ કહે છે.
સ્ટેનલેસ સ્ટીલ વાસણ :
સ્ટેનલેસ સ્ટીલ વાસણની સૌથી ખાસ વાત એ છે, કે તેમાં તેલનું ખુબ ઓછું પ્રમાણ કે ન નાખો તો પણ ખાવું ઉત્તમ પાકે છે. નોન સ્ટીક હોવાને કારણે તેમાં ખાવાનું ચોટતું પણ નથી. પણ નોન સ્ટીક વાસણ વધુ પડતું ગરમ કરવું, કે તેની સપાટી ઉપર લીટા પડવાથી અમુક ખતરનાક રસાયણ નીકળે છે. તેથી જાણકારો હમેશા આ વાસણને વધુ ગરમ કરવું કે ચાલુ ગેસ ઉપર મૂકી રાખવાની સલાહ નથી આપતા.
માટી નાં વાસણો નાં ફાયદા પર બીજા આ આર્ટીકલ વાંચો ક્લિક કરો >>>> બિલ્ડીંગ નહી માટીના વાસણ બનાવે છે આ એન્જીનીયર, દુબઈમાં જાય છે આ વાસણ
માટી નાં વાસણો નાં ફાયદા પર બીજા આ આર્ટીકલ વાંચો ક્લિક કરો >>>> જાણો માટી નાં વાસણો માં બનેલું જમવા નું કેટલું ટેસ્ટી અને શરીર માટે ખુબ જ ફાયદા કારક છે
માટી નાં વાસણો નાં ફાયદા પર બીજા આ આર્ટીકલ વાંચો ક્લિક કરો >>>> કુકરની દાળ અને માટીની હાંડલીની દાળનો દિલ્હીની લેબમાં ટેસ્ટ ! આંકડા તમને વિચારતા કરશે.