જાણો કેમ ઘરમાં બાથરૂમ અને ટોયલેટ એક સાથે હોવું જોઈએ નહિ.

વાસ્તુદોષનું ઘરમાં ઉત્પન્ન થવું આપણા પરિવાર માટે ઘણું નુકશાનકારક માનવામાં આવે છે. આ દોષોનું કારણ ઘણી વખત આપણા થતા કામોમાં અડચણ આવવા લાગે છે, તો ક્યારેય ઘરમાં કલેશ દુર થવાનું નામ જ નથી લેતી. આ બધી તકલીફોની પાછળનું રહસ્ય આપણે નથી જાણી શકતા કે ખરેખર આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ.

પરંતુ જાણે અજાણ્યે આપણે એવી ભૂલો કરીએ છીએ જેથી આપણે તકલીફોને જાતે જ આમંત્રણ આપીએ છીએ. અમે વાત કરી રહ્યા છીએ એટેચ લેટ-બાથની, તમને જાણીને નવાઈ થશે કે એટેચ લેટ-બાથ વાસ્તુદોષોને ઉત્પન્ન કરે છે.

આજના સમયમાં લોકો પોતાની સગવડતા મુજબ ઘરમાં એટેચ લેટ-બાથ બનાવરાવે છે, તો ઘણા જગ્યાના અભાવે એક સાથે બનાવરાવી લે છે. પરંતુ તેનાથી ઉત્પન્ન થતા વાસ્તુદોષોથી ઘરમાં રહેવા વાળાને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમ એટલે સ્નાનઘરમાં ચંદ્રમાંનો વાસ હોય છે અને શૌચાલયમાં રાહુનો વાસ હોય છે.

જો ઘરમાં સ્નાનઘર અને શૌચાલય એક સાથે હોય છે તો ચંદ્રમાં અને રાહુ એક સાથે હોય છે. તે બન્ને સાથે હોવાને કારણે રાહુથી ચંદ્રને ગ્રહણ લાગી જાય છે, જેથી ચંદ્રમાં દોષપૂર્ણ થઇ જાય છે. ચંદ્રમાંના દુષિત થતા જ ઘણા પ્રકારના દોષ ઉત્પન્ન થવા લાગે છે.

ચંદ્રમાં શાંત ગ્રહ માનવામાં આવે છે. જે મન અને જળના કારક છે અને રાહુને પાપનો ગ્રહ માનવામાં આવે છે, તે ઝેરનો કારક હોય છે. આવી રીતેની યુતિથી જળ અને ઝેરની યુગલ બની જાય છે. જે ઘરમાં રહેવા વાળા લોકો માટે સારું નથી માનવામાં આવતું. તેની અસર પહેલા તો વ્યક્તિના મન ઉપર પડે છે અને બીજું તેના શરીર ઉપર.

બાથરૂમ અને ટોયલેટ એક સાથે હોવાથી ઘરના સભ્યો વચ્ચે ઝગડા દુર થવાનું નામ જ નથી લેતા. તે કારણે વાસ્તુ શાસ્ત્રમાં લેટબાથને એક સાથે બનાવવા યોગ્ય નથી માનવામાં આવતા. જો તમે પણ તમારા ઘરમાં વાસ્તુદોષ માંથી મુક્ત રહેવા માગો છો, તો તમારા ઘરમાં લેટબાથને જુદી જુદી જગ્યા ઉપર બનાવો.

વાસ્તુદોષ દુર કરવા માટે કરો આ ઉપાય :

૧. ઇશાનનો ખૂણો હંમેશા સ્વચ્છ અને ખાલી રાખવો જોઈએ. તે સ્થળે શૌચાલય પણ ન હોવું જોઈએ. ઘરમાં અગ્નિનું સ્થાન વાસ્તુ સંમત દિશામાં હોવું જોઈએ. અગ્નિનું સ્થાન આગ્નેય ખૂણો છે, એટલે રસોડા યથાસંભવ ઘરની દક્ષીણ પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. ચૂલો ઉત્તર પૂર્વ દિશામાં ન હોવો જોઈએ.

૨. ઘરમાં રાખવામાં આવેલી સાવરણીને રસ્તા પાસે ન રાખવી જોઈએ. કેમ કે સાવરણી ઉપર પગનો સ્પર્શ થવાથી ધનનો નાશ થાય છે.

૩. રસોડાના દરવાજાની બરોબર સામે બાથરૂમનો દરવાજો હોય, તો તે નકારાત્મક ઉર્જા આપશે. આ દોષથી બચવા માટે બાથરૂમ કે રસોડા વચ્ચે એક કપડાનો પડદો કે કોઈ બીજા પ્રકારનું પાટીશન ઉભું કરી શકો છો, જેથી રસોડાથી બાથરૂમ દેખાય નહી.

૪. દરવાજાના મઝાગરામાં તેલ નાખતા રહો, નહિ તો દરવાજા ખોલવા કે બંધ કરતી વખતે અવાજ આવે છે, જે વાસ્તુ મુજબ અશુભ અને નુકશાનકારક હોય છે.

૫. હળદરને પાણીમાં ઘોળીને એક પાનના પાંદડાની મદદથી તમારા આખા ઘરમાં છંટકાવ કરો. તેનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ અને શાંતિ જળવાયેલા રહે છે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.