જાણો કેમ ઘરમાં રાખવું ન જોઈએ શિવલિંગ, જાણો એનું રહસ્ય.

સામાન્ય રીતે મંદિરોમાં જે દેવી દેવતાઓની પૂજા થાય છે, તેમની પૂજા અર્ચના ઘર ઉપર પણ કરવા માટે ઘરના મંદિરમાં તેમની મૂર્તિઓ અથવા ફોટા રાખવામાં આવે છે. દરેક દેવી-દેવતાની પૂજાથી સંબંધિત કેટલાક નિયમો પણ છે. જેનું યોગ્ય પાલન કરવાથી જ સકારાત્મક પરિણામ મળે છે.

શનિ દેવ હોય અથવા ભૈરવ દેવ, ઘરના મંદિરોમાં તેમની પૂજાની વ્યવસ્થા નથી, તેવા જ ઘરમાં શિવલિંગની સ્થાપના પણ કરવી બાધારૂપ માનવામાં આવે છે. અને આમ પણ ઘરમાં શિવલિંગ સસ્થાપના પણ કરવાની મનાઈ કરવામાં આવે છે. પરંતુ છેવટે કેમ તમે ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ?

ઘરમાં શિવલિંગની પૂજા કરવી સરળ નથી :

વાસ્તવમાં ભગવાન શિવની ઉપાસનાનું પ્રતિક ‘શિવલિંગ’ અપાર શક્તિનું પ્રતિક છે. તેથી તેનું ઠંડુ રહેવું પોઝિટિવ એનર્જી માટે ઘણું જરૂરી છે. મંદિરમાં સ્થાપિત શિવલિંગ ઉપર સતત અથવા તો આવનારા ભક્તગણ પાણી ચડાવતા રહે છે અથવા તો પછી શિવાલિંગ ઉપર એક જળથી ભરેલો લોટો લટકાવીને શિવલિંગ ઉપર સતત પાણી ચડાવવામાં આવે છે.

શિવલિંગ માંથી સતત ઉર્જા બહાર નીકળતી રહે છે, જે આસપાસનું વાતાવરણ સકારાત્મક અને શુભ રાખે છે. પરંતુ આ અપાર ઉર્જાને મંદિરમાં તો પૂરતી જગ્યા અને પૂરતું પાણી મળતું રહે છે, પરંતુ ઘરમાં સ્થાપિત શિવલિંગ ઉપર સતત જલાભિષેક કરવો શક્ય નથી હોતો અને ન તો શિવલિંગની પૂજા અર્ચના સાથે સંબંધિત બીજા નિયમોનું યોગ્ય પાલન કરવું સરળ હોય છે.

અપાર શક્તિ બની શકે છે મુશ્કેલીઓનું કારણ :

ઘર ઉપર સ્થાપિત શિવલિંગથી એટલી વધારે શક્તિ ઉત્સર્જિત થાય છે તે કે ઘરમાં ઘણી મુશ્કેલીઓનું કારણ બની શકે છે, જેનાથી માથાનો દુ:ખાવો, માનસિક ચિંતા, શારિરીક બિમારીઓ અને ક્રોધ વગેરે મુશ્કેલીઓ આવી શકે છે. આ અતિ ઊર્જા ખાસ કરીને ઘરની સ્ત્રીઓને નુકસાન પહોંચાડે છે, જેનાથી તેમના તનાવ, ઘણાં પ્રકારનાં સ્ત્રી રોગ ઉભા થઇ શકે છે અને ઘરમાં વાદ વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે. ઊર્જા પોતાનામાં એક જ્વાળા જેવી હોય છે, જેનો અતિ કોઈ પણ વસ્તુના અતિની જ જેમ નુકસાન થાય છે.

શિવલિંગને ન રાખો બંધ રૂમ કે અંધારા વળી જગ્યામાં :

શિવલિંગને ક્યારેય પણ અંધારા વાળી જગ્યા અથવા બંધ રૂમમાં ન રાખવું જોઈએ. આમ કરવાથી શિવલિંગ નેગેટિવ એનર્જી ઉત્સર્જિત કરવા લાગે છે, જેના પરિણામ ભયાવહ હોઈ શકે છે. આ જ બધી બાબતોને કારણે, શક્તિના સાક્ષાત સ્વરૂપ શિવલિંગને ઘરમાં ન રાખવા જોઈએ. શિવલિંગનું પૂરતી સ્થાન અને સતત જલાભિષેકની જરૂર હોય છે, જે ફક્ત મંદિરમાં જ શક્ય છે. તેની સાથે જ મંદિર આવનારા દરેક ભક્તને પણ શિવલિંગ માંથી શક્તિ મળે છે. તેવામાં શક્તિના આ સ્રોતનું મંદિરમાં હોવું જ સૌથી સારું છે.

પૂજા ખંડમાં ન લઇ જવી જોઈએ આ વસ્તુઓ :

આમ તો ઘરની અંદર જ ચંપલ બુટ પહેરીને ન જવું જોઈએ. તેથી નકારાત્મક શક્તિ પ્રવેશ કરે છે. આ જ વાત મંદિર માટે પણ માનવામાં આવે છે. કે ત્યાં ચામડા માંથી બનેલી વસ્તુઓ, શૂઝ-ચંપલ ન લઇ જવા જોઈએ. મંદિરમાં મૃતકો અને પૂર્વજોના ચિત્રો પણ ન લગાવવા જોઈએ. ઘરમાં દક્ષિણ દિશાની દિવાલ ઉપર મૃતકોના ચિત્રો લગાવી શકાય છે.

પરંતુ મંદિરમાં ન રાખવા જોઈએ. મંદિરની પાસે ટોયલેટ ન હોવું જોઈએ ઘરના પૂજા રૂમ પાસે ટોયલેટ હોવું પણ અશુભ ગણાય છે, એટલે કે એવા સ્થાન ઉપર પૂજા રૂમ બનાવો. જ્યાં આજુબાજુ ટોયલેટ ન હોય. પૂજાનું સ્થાન હંમેશા ખુલ્લું હોવું જોઈએ, જ્યાં સરળતાથી બેસી શકાય.

કુંવારી કન્યાઓએ શિવલિંગની પૂજા કેમ ન કરવી જોઈએ? :

શાસ્ત્રોમાં મહિલાઓ દ્વારા શિવલિંગની પૂજા વિશે એક વાત કહેવામાં આવે છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ કે કુવારી કન્યાઓ દ્વારા શિવાલિંગને સ્પર્શ ન કરવો જોઈએ. શિવલિંગની પૂજાનો વિચાર પણ મનમાં લાવવો મનાઈ છે. એવું માનવામાં આવે છે કે લિંગમ લિંગનું પ્રતિનિધિત્વ કરે છે એટલે લીન્ગ્મ મહાદેવનું પ્રતિક અને પુરુષની રચનાત્મક ઉર્જા છે. મહાદેવ સદા તપસ્યામાં લીન રહે છે અને તેમની તપસ્યા ભંગ ન થઇ જાય તેના માટે સ્ત્રીઓને શિવલિંગને સ્પર્શ ન કરવાની સલાહ આપવમાં આવે છે.

ન હોવું જોઈએ અંગુઠાથી મોટું શિવલિંગ :

શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો આપણે ઘરના મંદિરમાં શિવલિંગ રાખવા માંગીએ છીએ તો શિવલિંગ આપણા અંગુઠાના આકાર કરતા મોટુ ન હોવું જોઈએ. નાનું શિવલિંગ શુભ ફળ આપે છે. બીજા દેવી દેવતાઓની મૂર્તિઓ પણ નાના કદની જ રાખવી જોઈએ. ઘરના મંદિરમાં નાના કદની મૂર્તિઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે.