જાણો કેમ પૂજા કે સારા કાર્યના સમયે પ્રગટાવવામાં આવે છે દીવો, જાણો દીવાના પ્રકાર અને તેને પ્રગટાવવાનું મહત્વ.

કોઈ પણ દેવી દેવતાની સામે દીવડો પ્રગટાવવાના જુદા જુદા મહત્વ હોય છે. જાણો ક્યા કામ માટે કેવો દીવડો પ્રગટાવવો શુભ હોય છે.

ચૈત્ર મહિનો શરુ થઇ ગયો છે અને આ ચૈત્ર મહિનામાં નવરાત્રીની શરુઆત થઇ ગઈ છે. ૯ દિવસ સુધીમાં દુર્ગાના જુદા જુદા રૂપોની પૂજા થાય છે. તેવામાં મંદિરમાં એક રૂપ આગળ દીવડો પ્રગટાવવામાં આવે છે. તેવામાં તમારે દીવડાનો મહિમા જાણવો જરૂરી છે. એવું એટલા માટે કેમ કે દીવડા જુદા જુદા પ્રકારના હોય છે અને દરેક દીવડાનું અલગ મહત્વ હોય છે. કોઈ પણ દેવી દેવતાની સામે દીવડો પ્રગટાવવાના અલગ અલગ મહત્વ અર્થ હોય છે. ક્યા કામ માટે કેવો દીવડો પ્રગટાવવો શુભ હોય છે.

કેમ પ્રગટાવવામાં આવે છે દીવડા? :-

ભારતીય પરંપરા મુજબ દીવડા પ્રગટાવવા ઘણા જ શુભ માનવામાં આવે છે. એવું માનવમાં આવે છે કે ભગવાન આપણી સામે પ્રકાશના રૂપમાં છે અને દીવડા પ્રકાશ અને જ્ઞાનતાનું પ્રતિક છે. એ કારણેથી કોઇપણ શુભ કામ કરતા પહેલા કે કોઈપણ દેવી દેવતાઓના પૂજા પાઠ શરુ કરતા પહેલા ઈશ્વર આગળ આપણે દીવડો પ્રગટાવીએ છીએ. દીવડો પ્રગટાવવાનો અર્થ થાય છે કે જ્યોતિના રૂપમાં દેવી દેવતા ત્યાં રહેલા છે. જેથી આપણે તેમની પૂજા કરી શકીએ.

આપણે જયારે ઘરમાં પૂજા કરીએ છીએ તો તેલનો કે પછી દેશી ઘીનો દીવડો પ્રગટાવવો જોઈએ. આમ તો સરસીયાના તેલનો દીવડો ક્યારે પણ ન પ્રગટાવવો જોઈએ, પરંતુ દિવાળીના સમયમાં સરસીયાના તેલના દીવડા પ્રગટાવવામાં આવે છે. તે ઉપરાંત સરસીયાના તેલના દીવડાનો ઉપયોગ શનિદેવ માટે શનિવારના દિવસે થાય છે, તે પણ ઘરની બહાર જ કોઈ શની મંદિર કે પીપળાની નીચે પ્રગટાવવામાં આવે છે.

ચાર મુખી દીવડો પ્રગટાવવાનું મહત્વ :-

હવે એક મુખી દીવડો દરેક પૂજા વિધિમાં પ્રગટાવી શકાય છે. બીજા બે મુખી દીવડા છે. એવા દીવડા ત્યારે પ્રગટાવવામાં આવે છે, જયારે દુશ્મન દુ:ખી કરી રહ્યા હોય અને તેનાથી વિરોધી શાંત થઇ જાય છે. માનવામાં આવે છે કે સતત ત્રણ મહિના સુધી તે પ્રગટાવાથી સંતાન સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા દુર થઇ જાય છે.

એક બે અને ત્રણ ઉપરાંત એક ચાર મુખી એટલે ચાર મોઢા વાળો દીવડો ઘીની વાટકીમાં રોજ સાંજે માતા લક્ષ્મી સામે પ્રગટાવવામાં આવે તો ધન સંબંધિત તકલીફો દુર થઇ જાય છે. આ દીવડાને પણ પ્રગટાવી શકાય છે.

નિયમ અને દિશાનું પણ છે મહત્વ :-

દીવડાના નિયમ કઈ દિશામાં હોવો જોઈએ તેના માટે આમ તો વાસ્તુ શાસ્ત્રમાં ઘણા બધા નિયમો છે, પરંતુ તે તેની ઉપર પણ આધાર ધરાવે છે તમે ક્યા દેવતાની પૂજા કરી રહ્યા છો અને તેનો વાસ કઈ દિશામાં છે. સૂર્યોદયની પહેલું કિરણને આશાનું કિરણ કહેવામાં આવે છે. તેવામાં પૂર્વ દિશામાં જો તમારા દીવડાનો નિયમ રાખો તો તેનાથી ઉંમરમાં વધારો થાય છે. જો તમારા ધંધામાં લાભ, પગારમાં વધારો કરવા માટે ઉત્તર દિશામાં દીવડો પ્રગટાવો. તે ધન વૃદ્ધી માટે ઘણો જ લાભદાયક માનવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.