જાણો કેટલામાં વેચાયો સચિનનો દીકરો અર્જુન તેંડુલકર, આ ટી 20 માં મચાવસે ધમાલ.

આ ટી-૨૦ લીગમાં રમતા જોવા મળશે સચિનના દીકરા અર્જુન તેંદુલકર.

મહાન ક્રિકેટર સચિન તેંદુલકરના દીકરા અર્જુન તેંદુલકરની લાખોમાં બોલી લાગી છે. અર્જુન તેંદુલકરને ટી-૨૦ લીગની એક ટીમમાં ખરીદવામાં આવ્યા છે, ત્યાર પછી હવે તે ટી-૨૦ લીગમાં રમતા જોવા મળશે. અર્જુન તેંદુલકર બોલિંગ સાથે સાથે બેટિંગ પણ કરે છે. તેવામાં હવે નાના તેંદુલકરને ટી-૨૦ માં લઈ લીધા છે, જ્યાં તે પોતાની રમતથી ખ્યાતી મેળવતા જોવા મળશે. અર્જુન તેંદુલકરને ખરીદવા માટે ઘણી બધી બોલી લાગી, પરંતુ એક ટીમએ તેને સૌથી વધુ રૂપિયા આપીને ખરીદી લીધો. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

અર્જુન તેંદુલકરને સચિન પોતે ક્રિકેટ શીખવે છે, જેને કારણે તેનામાં એક અલગ કાબીલીયત જોવા મળે છે. એટલું જ નહિ, સચિનના દીકરા અર્જુન તેંદુલકરે આઈપીએલમાં પણ રમાડવાની વાત થઇ રહી હતી, પરંતુ સચિને તેના માટે ના કહી દીધી હતી. તેવામાં હવે અર્જુને એક લોકલ લીગની કંપનીએ ખરીદ્યા છે, જેના માટે તે આ સીઝનમાં ક્રિકેટ રમતા જોવા મળશે. આ લીગે અર્જુન તેંદુલકરને ઓલરાઉન્ડર તરીકે ખરીદ્યો છે, કેમ કે તેને ઓલરાઉન્ડર તરીકે રજુ કરવામાં આવ્યો હતો.

આ ટીમ માટે રમશે અર્જુન તેંદુલકર :-

આકાશ ટાઈગર્સ મુંબ વેસ્ટર્ન સુબર્બ એ ટી-૨૦ લીગ મુંબઈ લીગની બીજી સીઝન માટે ખરીદ્યો છે. ટી-૨૦ મુંબઈ લીગના ઓક્શનમાં અર્જુન તેંદુલકરને લેફ્ટ આર્મ પ્રેસર અને બેટ્સમેન તરીકે રાખવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ બોલી લગાવતા મુંબ વેસ્ટર્ન સૂબર્બએ ખરીદી લીધો છે. અર્જુન તેંદુલકરને પાંચ લાખમાં ખરીદ્યવામાં આવ્યો છે. આમ તો જુનિયર તેંદુલકર માટે ઘણા લોકો બોલી લગાવી ચુક્યા હતા, પરંતુ આ ટીમે સૌથી વધુ બોલી લગાવીને તેને ખરીદી લીધો છે, ત્યાર પછી હવે અર્જુન આ લીગમાં આ ટીમ માટે રમશે.

અનઓફીશીયલ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે અર્જુન તેંદુલકર :-

અર્જુન તેંદુલકર ગયા વર્ષે શ્રીલંકામાં અંડર ૧૯ ની એક અનઓફીશીયલ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેને કારણે હવે તેને મુંબઈ લીગમાં લેવામાં આવ્યો છે. અર્જુન તેંદુલકર પાસે સચિન તેંદુલકર ઘણી મહેનત કરાવે છે અને તેની સાથે પોતાનો અનુભવ પણ શેર કરે છે. એટલું જ નહિ, સચિનનું માનવું છે કે અર્જુન પોતાના બળ ઉપર ક્રિકેટમાં એક સ્થાન બનાવે, જેથી તે પોતાનું નામ રમતથી બનાવી દે. એટલા માટે તેંદુલકર અર્જુનના વખાણ કરવા માટે સૌને મનાઈ કરે છે.

આ લીગના બ્રાંડ અંમ્બેસેડર છે સચિન તેંદુલકર :-

મુંબઈ લીગના બ્રાંડ અંમ્બેસેડર સચિન તેંદુલકર છે. સચિન તેંદુલકર આ લીગનો સંપૂર્ણ રીતે પ્રચાર પ્રસાર કરે છે. એટલું જ નહિ, સચિન તે દરમિયાન ભવિષ્યના ક્રિકેટરોને ટીપ્સ આપતા જોવા મળે છે અને તેમની સાથે ઘણી વખત રમે પણ છે. સચિન તેંદુલકરના લોહીમાં ક્રિકેટ વહે છે અને તેના માટે આજે પણ તેની અંદર ગાંડપણ જોવા મળે છે. તે ઉપરાંત સચિન તેંદુલકર મુંબઈ ઇન્ડિયન સાથે પણ જોવા મળે છે, જેના માટે તે એક પણ પૈસો લેતા નથી.