ક્યાં ક્યાં થયો તમારા આધાર નો ઉપયોગ, આવી રીતે જાણો તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજ વિષે

હાલના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ ગણવામાં આવી રહેલ છે. મોબાઈલ નંબર લેવાથી લઈને બીજા કામો માટે ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડ જ મોટાભાગે માંગવામાં આવતું હોય છે.

આધાર કાર્ડની વધુ જરૂરિયાત ને જોતા તેનો ખોટો ઉપયોગ થવાની શક્યતા પણ ઉભી થઇ ગઈ છે. તેવામાં આધાર ઓથોરીટી યુઆઈડીએઆઈ એ એક નવી સુવિધા શરુ કરી છે, જેના દ્વારા તમે ઘરે બેઠા જાણી શકો છો કે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં ઉપયોગ થયું છે.

આ સુવિધાનો ઉપયોગ કરીને તમે માત્ર જાણી શકો છો કે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં ઉપયોગ થયું છે, પણ તેના લીધે તમને કોઈ ગોટાળો જોવા મળે, તો તમે સરળતાથી તેની ફરિયાદ પણ કરી શકો છો. આગળ જાણો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે આ સુવિધાને.

તેના માટે તમારે uidai ની વેબસાઈટ ઉપર જવું પડશે. અહિયાં તમારે ‘Aadhar Authentication’ નો વિકલ્પ દેખાશે.

જેવું તમે તેની ઉપર ક્લિક કરશો, તેવી જ તમારી સામે નવી વિન્ડો ખુલશે. ત્યાં તમારે આધાર નંબર એન્ટર કરવાનો છે. તેની સાથે જ નીચે આપવામાં આવેલ કેપ્ચા પણ દાખલ કરવો પડશે.

ત્યાર પછી તમારે એ જણાવવું પડશે કે તમારે ક્યાંથી ક્યાં સુધીની માહિતી જોઈએ છે. ઓટીપી ચાલુ કરવાનું ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. આધાર સાથે રજીસ્ટર થયેલ તમારા મોબાઈલ નંબર ઉપર તે ઓટીપી આવશે.

ઓટીપી એન્ટર કરતા જ તમને તે સમય મર્યાદા દરમિયાન ની તમામ જાણકારી મળી જશે, જે તમે ઓટીપી ચાલુ કરતા પહેલા દાખલ કરી હતી. જો તમને રેકોર્ડ જોઇને કોઈ પણ ગોટાળો જોવા મળે, તો તેની ફરિયાદ યુઆઈડીએઆઈ ને 1947 ઉપર કોલ કરીને કરી શકો છો.

ખાસ કરીને જયારે પણ તમારા આધાર નો ઉપયોગ કરવામાં આવે છે, તો તેનો ઉપયોગ કરવા માટે સબંધિત વ્યક્તિને યુઆઈડીએઆઈ ને રીક્વેસ્ટ મોકલવી પડે છે. તેના આધારે જ યુઆઈડીએઆઈ તમારો ડેટા અહિયાં રજુ કરે છે.

આધાર વિષે અમારા બીજા તમને ઉપયોગી થાય તેવા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> જાણો તારીખ લંબાવી છે ઘરે બેઠા આવી રીતે કરી શકશો મોબાઈલ નંબરને આધાર સાથે લીંક

આધાર વિષે અમારા બીજા તમને ઉપયોગી થાય તેવા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> ઘર બેઠા કરો મોબાઈલ નંબરને આધાર સાથે લીંક, આ છે સરળ સ્ટેપ્સ ક્લિક કરી વિડીયો દ્વારા પણ સમજી લો

આધાર વિષે અમારા બીજા તમને ઉપયોગી થાય તેવા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> આધાર કાર્ડ આપીને બેન્કનું ખાતુ ખોલાવવા વાળા માટે ઉભી થઇ નવી મુશ્કેલી, વાચી લો નહિ તો પસ્તાશો

આધાર વિષે અમારા બીજા તમને ઉપયોગી થાય તેવા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> આધાર ડેટાને 4 સ્ટેપમાં ઘર બેઠા કરી દો લોક, તમારી ઈચ્છા વગર કોઈ નહી કરી શકે ઉપયોગ