લકવા છે ભયંકર બીમારી, કેમ કે આ બીમારીમાં શરીરના અંગ વાંકા થઇ જાય છે જાણો તેનો ઈલાજ

લકવાનું નામ સાંભળતા જ લોકોના મનમાં બીક લાગે છે, કેમ કે આ બીમારીમાં શરીરના અંગ વાંકા થઇ જાય છે, લકવાનો અર્થ માંસપેશીઓ નું ચાલવાનું બંધ થઇ જવું તથા શરીરના અન્ય ભાગોનો સંપર્ક બંધ થઇ જવો, જે ભાગમાં લકવા મારે છે તે જેમ કે હાથમાં, ચહેરા ઉપર વગેરે તે બધા ભાગોમાં માશપેશીઓ નું ચાલવાનું બંધ થઇ જાય છે.

માશપેશીઓની ગતી ની સાથે સાથે તેની સવેદના પણ ઓછી થઇ જાય છે, જેથી વ્યક્તિના તે જગ્યાએ દુખાવો, ઠંડક, ગરમી વગેરે નો અહેસાસ થતો નથી. લાંબા સમય સુથી લકવાગ્રસ્ત રોગીમાં અસરવાળા ભાગનો લોહીનો પ્રવાહ અને અન્ય મેટાબોલિક ક્રિયાઓ લગભગ બંધ થઇ જાય છે. જેનાથી તે અંગની માશપેશીઓ સુકાવા લાગે છે જેથી ખુબ જ ગંભીર સ્થિતિ ઉભી થાય છે. આ લેખમાં આપણે જાણીશું લકવાનો ઉપચાર ઘરેલું ઉપાય અને આયુર્વેદિક નુસખા અપનાવીને કેમ કરવું.

લકવાના લક્ષણ : લકવા કોઈ પણ ઉંમરમાં કોઈપણ વ્યક્તિ કે મહિલા ને થઇ શકે છે પણ વધુ પ્રમાણમાં તે વધુ ઉંમરવાળા માં જોવા મળે છે. આ બીમારીને રોકવામાં ઘણો સમય લાગી શકે છે અને ઘણી વાર તે કોઈ પણ ઈલાજ કામ ન કરે તેવો રોગ થઇ જાય છે. માથાનો દુખાવો થવો, ચક્કર આવવા કે પછી બેભાન થવું, શરીરમાં અકડન આવવું, શરીરનો કોઈ ભાગ વારવાર સુનો પડી જવો અને હાથ પગને ઉપાડવામાં તકલીફ થવી, વાત કરતી વખતે અટકવું, તોતડું કે બોલવામાં તકલીફ થવી, ઝાખું દેખાવું કે કોઈ વસ્તુ બે વખત દેખાવી.

લકવા થવાનું કારણ : લકવા થવાનું સૌથી મોટું કારણ છે હાઈ બ્લડ પ્રેશર. આ સિવાય લોહીના ગઠા જામવા, સ્ટ્રોક થવો, બેડ કોલેસ્ટ્રોલ નું વધવું. લકવાનો હુમલો આવે ત્યારે જો દર્દીને તરત સારવાર મળે તો લોહીના જામેલા ગઠા ઠીક થઇ જાય તો દર્દીની સ્થિતિમાં જલ્દી સુધારો થઇ શકે છે. અને જો લોહીનો પ્રવાહ ફરીથી શરુ ન થઇ શકે તો તેનાથી કાયમી લકવાની સ્થિતિ ઉભી થઇ શકે છે.

લકવાનો ઉપચાર ઘરેલું ઉપાય અને દેશી પદ્ધતિથી કેમ કરવો : બે ચમચી મધ માં પાચ કળીઓ લસણની વાટીને તેનું સેવન કરવાથી એક થી દોઢ મહિનામાં લકવા માં આરામ મળવા લાગશે. તેની સાથે સાથે લસણની પાચ કળીઓ દુધમાં ઉકાળીને પછી તેનું સેવન કરો. આ ઉપાય થી બ્લડ પ્રેશર પણ કાબુમાં રહેશે અને લકવાની અસર વાળા ભાગમાં પણ જીવ આવવા લાગશે.

પેરાલીસીસ ના ઉપચારમાં માલીશ થી પણ ફાયદો મળે છે, પણ કોઈ પણ પ્રકારનું માલીશ શરુ કરતા પહેલા એક વખત ડોક્ટર કે કોઈ આયુર્વેદિક વૈદ ની સલાહ જરૂર લેવી. ક્લૌજી ના તેલને હુંફાળું કરીને હલકા હાથથી માલીશ કરો. તેની સાથે દિવસમાં બે થી ત્રણ વાર એક ચમચી તેલનું સેવન પણ કરો. આ દેશી નુસખા થી ૩૦ દિવસમાં ફર્ક દેખાવા લાગશે.

૫૦ થી ૬૦ ગ્રામ કાળા મરી ને ૨૫૦ ગ્રામ તેલમાં ભેળવીને થોડી વાર સુધી ગેસ ઉપર પકાવો. હવે તે તેલને હુંફાળું કરી લકવા વાળા ભાગ ઉપર પાતડો લેપ લગાવો. લકવાના ઇલાજમાં લસણ નું સેવન ખુબ જ અસરકારક છે. લસણ ના ઉપચાર માટે પહેલા દિવસે પાણી સાથે લસણની એક કળી ગળી જવી. ત્યાર પછી રોજ એક એક કળી વધારો અને પાણી સાથે લો. કહેવાનો અર્થ છે કે પહેલા દીવસે એક કડી, બીજા દિવસે બે, ત્રીજા દિવસે ત્રણ અને એવું કરતા કરતા ૨૧ માં દિવસે લસણનું પૂરી ૨૧ કળીઓ પાણી સાથે ગળવાની છે. ૨૧ દેવસ પછી રોજ એક એક કળી ઓછી કરીને ગળો. આ પ્રયોગ થી અધરંગ(મગજ નો એટેક કે મગજ નો લકવો) જેવી સમસ્યા માં તરત ફાયદો મળે છે.

રોજ સુંઠ અને અડદ ને ઉકાળી લો અને ઠંડું થાય પછી તેનું પાણી ગાળીને પીવું. રોજ આ ઉપાયને કરવાથી લકવા માં ઘણો સુધારો થાય છે.

ઝીણું વાટેલું આદુ ૫ ગ્રામ અને કાળા અડદ દાળ ૧૦ ગ્રામના પ્રમાણમાં લો અને ૫૦ ગ્રામ સરસો નું તેલ માં ૫ થી ૭ મિનીટ સુધી ગરમ કરો અને તેમાં બે ગ્રામ વાટેલું કપૂરનો પાવડર નાખી દો. રોજ આ તેલના ઉપયોગથી ગઠીયા અને લકવા ની બીમારીમાં ગજબ નો ફાયદો મળે છે. આ તેલથી સાંધાનું માલીશ કરવાથી દુખાવો ઠીક થઇ જાય છે. ખજુરનો માવો લકવાની અસર વાળા ભાગ ઉપર ઘસવાથી પણ આરામ મળે છે.

દુધમાં ખારેક પલાળીને ખાવાથી પણ લકવા માં ફાયદો થાય છે. ધ્યાન રાખશો એક સાથે ચારથી વધુ ખારેક ન ખાવા. રાત્રે ત્રાંબા ના વાસણ માં એક લીટર પાણી ભરીને મૂકી દો અને પાણીમાં ચાંદીનો સિક્કો પણ નાખી દો. સવારે ખાલી પેટ આ પાણીને પી લો અને અડધો કલાક સુધી કઈ ખાવું પીવું નહી. આ પ્રયોગ લકવાને રીકવર થવામાં ખુબ ફાયદો કરે છે.

લકવાના રોગીએ કારેલા વધુ ખાવા જોઈએ. લકવામાં કારેલાના સેવનથી પણ ફાયદો મળે છે. લકવાગ્રસ્ત વ્યક્તિ કોઈ પણ નશીલી વસ્તુ નું સેવન ન કરવું જોઈએ અને ખાવામાં ઘી, તેલ માસ, મચ્છી નો ઉપયોગ ન કરવો જોઈએ.

રોજ સવારે સાંજ દેશી ગાયનું શુદ્ધ ધી ના બે ટીપા નાકમાં નાખવાથી લકેવા માં ખુબ જ આરામ મળે છે અને તે સિવાય આ ઉપાય થી વાળ નું ખરવાનું બંધ થાય છે, કોમામાં ગયેલા વ્યક્તિની ચેતના પાછી આવે છે અને મગજ પણ તેજ બને છે. આ દેશી નુસખાનો સતત પ્રયોગ માઈગ્રેન ની બીમારીમાં રામબાણ ઈલાજનું કામ કરે છે.

લકવાના હુમલો આવે એટલે તરત જ તલ નું તેલ ૫૦ થી ૧૦૦ ગ્રામ હળવું ગરમ કરીને રોગીને પીવરાવી દો અને તેની સાથે થોડું લસણ ચાવી ચાવીને ખાવાનું કહો. હુમલો આવતા જ માથું અને લકવા ની અસર વાળા ભાગ ઉપર શેક કરો. કાળા અડદ ને ખાવાના તેલમાં નાખી ગરમ કરી લો અને તેને લકવા વાળા ભાગ ઉપર માલીશ કરો, તેનાથી ઘણો લાભ થશે. લકવા ના હુમલા માં તાત્કાલિક સારવાર અપાવી જ દેવી જોઈએ એમાં થોડું પણ મોડું ના કરો

લકવો થઇ ગયો હોય મટતો નાં હોય તો એકવાર આ એક મંદિર છે ત્યાં નું ક્લિક કરી વાંચો>>  માત્ર ૭ દિવસમાં જ લકવા, પક્ષઘાતનો રોગી સાજો થઈ જશે એ પણ નિઃશુલ્ક, જરૂર વાંચો અને શેયર કરો

આ પણ બીજો ઉપાય જાણો >>> લકવાનો હુમલો આવતા જ આ ઉપાયોને અપનાવવા થી બચી શકો છો તમે લકવા (પેરાલીસીસ) થી

વિડીયો