શું કામ ગોરાઓ પણ જાતે લીંપણ કરેલા ઘરો મા રહેવા માંડ્યા છે? જાણો આધુનિક વિજ્ઞાન

બધાને પ્રણામ, નમન, રામ રામ રામ.

મિત્રો વિષય એ છે કાચા ઘર, માટી અને ગાયના છાણથી ઘરને લીપવું. પણ આજે આપણે આ વિષય ને આધુનિક વિજ્ઞાનની નજરથી જોવાનું છે.

આવો સમજીએ તે કાચા ઘરોમાં શું હતું કે વસ્તી ઓછી હોવા છતાં, તે વખતે દરેક વસ્તુ મોટાભાગે માટી અને લાકડાના હોતા અને માટીને પકવવાનું જ્ઞાન હોવા છતાં પણ આપણા વડવાઓએ માટીના વાસણ બનાવ્યા અને પકાવીને ઉપયોગ કર્યો પણ ઈંટ પકવીને તેના થી ઘર ન બનાવ્યા જો કે ઈંટ પકવવી વાસણ બનાવીને પકાવવા કરતા ઘણું સરળ હતું.

જેમ જેમ આ વિષયની ઊંડાણમાં જાવ છું, દુખી તો થાવ જ છું સાથે ચિંતિત પણ થઇ જાવ છું કે તે સર્વોત્તમ Eco Friendly Sustainable Mode of living નો નાશ કેમ કરવામાં આવ્યો અને તે ફરી વખત ચલણમાં કેવી રીતે આવે.

જવા દો મૂળ વાત ઉપર આવું છું. મિત્રો આપણે સૌને ખબર છે કે જીવન હાર્મોન્સ નો ખેલ છે અને સનાતન સત્ય છે કે પ્રાણી માત્ર આનંદમાં રહેવા માંગે છે. તે આનંદ આપવા વાળા રસાયણ, હાર્મોન છે સેરોટીનીન. આ રસાયણ આપણા મસ્તિકમાં બને છે અને આપણ ને ખુશ અને શક્તિશાળી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. નંબર એક.

નંબર બે એક બીજું રસાયણ છે Negative ion.(નેગેટિવ આયન) આ બીજું કઈ નથી પણ ઓક્સીજન છે જે એક વધારાનું ઇલેક્ટ્રોન નો હોય છે. મોટા મોટા આ બે જ રસાયણ છે જેનો આનંદનો, હર્ષ, સારા મુડ ની સાથે સીધો સબંધ છે.

આમ તો જોવામાં આવે તો સંસારના દરેક ભાગમાં હવા ની કોમ્પોઝીશન લગભગ એક જ છે. તે ૨૦.૯૫% ઓક્સીજન છે પણ જો તેમાં નેગેટિવ ઈયોન નું પ્રમાણ વધુ હોય તો તે એકદમ આપણને તાજામાજા કરી દે છે, મૂળ ફ્રેશ કરી દે છે. તે negetive ion વાળી હવા મગજમાં સેરોટેનિન લેવલ વધારી દે છે.

પણ હવે સવાલ થાય છે કે આ હવા મળે ક્યાં?

આ હવા મળે છે સવાર સાંજ ખેતરોમાં, નદી નાળા અને ઝરણાની આજુબાજુ. પહાડોમાં, જંગલોમાં, અને અને જી હા બીજી આપણી માટી અને છાણથી લીપેલા ઘરોમાં.

સવારના સમયે ખતરો અને બગીચામાં આ negetive ion(નેગેટિવ આયન ) ૪૦૦૦ પાર ક્યુબિક સેન્ટિમીટર હોય છે જો કે ઝરણા અને વરસાદ પછીની હવામાં એક લાખ પર ક્યુબિક સેન્ટિમીટર સુધી પહોચી જાય છે. જો કે કોઈ કોમ્પ્યુટર રાખેલા રૂમમાં આ માત્ર ૬૦૦ સુધી રહી જાય છે. પણ જયારે તે રૂમની અર્થેન પ્લાસ્ટરિંગ કરી દઈએ છીએ તો ત્યાં એ નેગેટિવ આયન લગભગ ૨૧૦૦ સુધી પ્રતિ ઘન સેન્ટીમીટર સુધી મળી આવે છે. કહેવાનું અને સમજવું સમજાવવાનો અર્થ એ છે કે આપણા પૂર્વજો આ વિજ્ઞાનને જાણતા હતા, તેથી જ તે કાચા અને છાણ માટીથી લીપેલા ઘરોમાં રહેતા હતા. ખુશ રહેતા હતા, સ્વસ્થ રહેતા હતા.

આપણે પણ જો ઓછા ખર્ચમાં સ્વસ્થ અને ખુશ રહેવું છે તો આપણા પૂર્વજો ની પદ્ધતિ અપનાવવી પડશે નહી તો બજારની કંપનીઓ ionizer વેચે છે તે ખરીદી ને વીજળી ફૂંકથી નેગેટિવ આયન બનાવવી પડશે. ઈચ્છા તમારી છે.

બોલો ભારત માતાની….. જય

બોલો ગૌમાતા ની ……..જય

વાત તો બીજી પણ છે જણાવવાની પણ ઘણી છે પણ લેખ મોટો થઇ જશે. બીજી ફરી ક્યારે. અહિયાં ફોટા મુક્યા છે જેમા ગોરી કન્યાઓ આ વાત સમજી ને માટી લીંપણ ના ઘર બનાવવા માંડયા છે.

ગાયના છાણથી બનાવેલ વૈદિક પ્લાસ્ટર માટે પણ સંપર્ક કરી શકો છો.

ડૉ. શિવ દર્શન મલિક

વૈદિક ભવન રોહતક (હરિયાણા)

મો. – ૯૮૧૨૦૫૪૯૮૨ Website – www.vedicplaster.com  Email – vedicplaster@gmail.com

જે લોકો ને ફેક લાગતું હોય કે વધુ જાણકારી લેવી હોય તે ગુગલ માં cob house લખી ને સર્ચ કરી લે નીચે એક વિડીયો અમે મૂકી છે તે પણ જોઈ શકે છે

વૈદિક પ્લાસ્ટર વિષે જાણવા ક્લિક કરો >>>> ઘર ની અંદર ની દીવાલો પર લગાવો વૈદિક પ્લાસ્ટર મળશે ખુબ શાંતિ અને માનસિક સંતોષ

વિડીયો