મકાઈ નાં ડોડા લીંબુ ને મરચું નાખી ને ઘણા ખાધા હશે જાણો તેના ઘણા બધા અદભુત ઉપયોગ

હાલના દિવસોમાં તાજા ભુટ્ટા ઉર્ફ મકાઈ નાં ડોડા બજારમાં આવી રહેલ છે. નરમ ભુટ્ટાને શેકીને કે લીંબુ મીઠું લગાવીને ખાવાની મજા જ કાંઇક અલગ જ હોય છે. તેનાથી દાંત અને જડબું મજબુત થાય છે. બાળકોને જરૂર આપવા જોઈએ.

જ્યારે પણ શેકેલા ભુટ્ટા ખાવ તો પહેલા ખાઈને વધેલા ભાગને ફેંકશો નહિ પણ તેને વચ્ચેથી બે ભાગમાં ટુકડા કરી તોડી લો અને પછી અંદર વાળા ભાગને સુંઘો. તેનાથી દાણા જલ્દી પચી જાય છે. તે ગાયને ખવરાવી દો.

થોડા ટુકડાઓને સળગાવીને રાખ ભેગી કરી લો અને જરૂરિયાત મુજબ શ્વાસના રોગોમાં ઉપયોગ કરો. તેમાં સ્વાદ મુજબ સિંધા મીઠું ઉમેરી લો. દરરોજ ઓછામાં ઓછું ચાર વખત પા ચમચી હળવા ગરમ પાણી સાથે ફાંકી લો. ખાસી દુર થઇ જશે. તેનાથી ખાસ કરીને સુકી ખાંસી માં ઘણી રાહત મળશે.

ભુટ્ટા થોડા કડક હોય તો તેના દાણા ને વાટીને તેનું ઉપમા જેવી સ્વાદિષ્ઠ વાનગી બને છે કે તેમાં થોડું બેસન નાખીને ગરમા ગરમ પકોડીઓ બની જાય છે.

કોઈને ઉકાળેલા ભુટ્ટા ગમે છે, કોઈને તેનું સૂપ, તાજા ભુટ્ટાને વાટીને સૂપમાં ભેળવો તો જુદો જ સ્વાદ આવે છે.
ભુટ્ટામાંથી મીઠો હલવો પણ બને છે.

આયુર્વેદ મુજબ ભુટ્ટા તૃપ્તીદાયક, વાતકારક, કફ, પિત્તનાશક, મીઠા અને રૂચી ઉત્પન કરતું અનાજ છે. તેની ખાસિયત એ છે કે પકાવ્યા પછી તેની પોષ્ટિકતા વધી જાય છે.

પાકેલા ભુટ્ટામાં મળી આવતા કેરોટીનાયડ વિટામીન એ નો સારો સ્ત્રોત હોય છે.

ભુટ્ટાને પકાવ્યા પછી તેના ૫૦ ટકા એન્ટી ઓક્સીડેંટ વધી જાય છે. તે વધતી ઉંમરને અટકાવે છે અને કેન્સર સામે લડવામાં મદદ કરે છે. પાકેલા ભુટ્ટામાં ફેરુલિક એસીડ હોય છે જે કેન્સર જેવી બીમારી સામે લડવામાં ઘણું મદદગાર હોય છે.

તે ઉપરાંત ભુટ્ટામાં મિનરલ્સ અને વિટામીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

બુટ્ટાને એક ઉત્તમ કોલેસ્ટ્રોલ ફાઈટર ગણવામાં આવે છે, જે હ્રદયના દર્દીઓ માટે ઘણું સારું છે.

બાળકોના વિકાસ માટે ભુટ્ટા ઘણા ફાયદાકારક ગણવામાં આવે છે. તાજા દુધિયા (જો કે એકદમ પાકા ન હોય) મકાઈના દાણા વાટીને એક ખાલી બોટલમાં ભરીને તેને તડકામાં રાખો. જ્યારે તેનું દૂધ સુકાઈને ઉડી જાય અને બોટલમાં માત્ર તેલ રહી જાય તો તેને ગાળી લો. આ તેલને બાળકોના પગમાં માલીશ કરો. તેનાથી બાળકોના પગ ઘણા મજબુત થશે અને બાળક વહેલા ચાલવા લાગશે.

આ તેલ પીવાથી શરીર શક્તિશાળી બને છે. દરરોજ એક ચમચી તેલ ખાંડના બનેલા સરબતમાં ભેળવીને પીવાથી શક્તિ વધે છે.

તાજી મકાઈના ભુટ્ટાને પાણીમાં ઉકાળીને તે પાણીને ગાળીને સાકર ભેળવીને પીવાથી પેશાબની બળતરા અને કીડનીની નબળાઈ દુર થઇ જાય છે.

ટીબીના રોગીઓ માટે મકાઈ ઘણી ફાયદાકારક છે. ટીબીના દર્દીઓ કે જેમને ટીબી થવાની શક્યતા હોય દરરોજ મકાઈની રોટલી ખાવી જોઈએ. તેનાથી ટીબીના ઇલાજમાં ફાયદો થશે.

મકાઈના વાળ (સિલ્ક) નો ઉપયોગ પથરીના રોગની સારવારમાં થાય છે. પથરીથી બચવા માટે રાત આખી સિલ્કને પાણીમાં પલાળીને સવારે સિલ્ક દુર કરીને પાણી પીવાથી લાભ થાય છે. પથરીના ઉપચાર માં સિલ્કને પાણીમાં ઉકાળીને બનાવવામાં આવેલ રાબનો ઉપયોગ થાય છે.

જો ઘઉંના લોટની જગ્યાએ મકાઈના લોટનો ઉપયોગ કરવામાં આવે તો લીવર માટે ઘણું ફાયદાકારક છે.
તે પુષ્કળ પ્રમાણમાં રેશાથી ભરેલ છે તેથી તે ખાવાથી પેટનું ડાયજેશન સારું રહે છે. તેનાથી કબજિયાત, હરસ અને પેટના કેંસર થવાની શક્યતા દુર થાય છે.

ભુટ્ટાના પીળા દાણામાં ઘણું બધું મેગ્નેશિયમ, આયરન, કોપર અને ફોસ્ફોચરસ મળી આવે છે. તેથી હાડકા મજબુત બને છે.

સ્કીન રેશ અને ખંજવાળ માટે પણ ભુટ્ટાના રસનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી સ્કીન ઘણી કોમળ બની જાય છે.
એનીમિયાને દુર કરવા માટે ભુટ્ટા ખાવા જોઈએ કેમ કે તેમાં વિટામીન બિ અને ફોલિક એસીડ હોય છે. ભુટ્ટા હ્રદયની બીમારી ને દુર કરવામાં મદદરૂપ છે કેમ કે તેમાં વિટામીન સી, કેરોટીનોઈડ અને બાયોફ્લેવીનોઈડ મળી આવે છે. તે કોલેસ્ટ્રોલ લેવલને વધવાથી બચાવે છે અને શરીરમાં લોહીના ફલોને પણ વધારે છે.

તેના સેવન પ્રેગનેન્સીમાં પણ ઘણું ફાયદાકારક હોય છે તેથી ગર્ભવતી મહિલાઓને તેને પોતાના આહારમાં જરૂર ઉમેરવું જોઈએ. તેમાં ફોલિક એસીડ મળી આવે છે જેની ઉણપથી થતા બાળકોમાં અંડરવેટ થઇ શકે છે અને ઘણી બીજી બીમારીઓથી પીડિત પણ.