મકાઈના ડોડાનાં વાળ ના આ ફાયદાઓ વિષે નહિ જાણતા હો તમે આપડે આ વાળ ફેંકી દઈએ છીએ

આ સીઝનમાં ડોડા દરેક જગ્યાએ મળી રહે છે કોઈ જગ્યાએ એને મકાઈ નાં ભુટ્ટા કહે છે. જો તમને પણ મકાઈ નાં ડોડા ખાવાનું ગમે છે પરંતુ તેના રેસા ને ફેંકી દો છો તો હવે આમ ન કરશો.

આયુર્વેદિક વિદ્વાન ડો.અખિલેશસિંહ નું કહેવાનું છે કે ડોડા નાં રેષાઓમાં પણ ઘણું તંદુરસ્ત ન્યુટ્રીએંટ્સ હોય છે જે ઘણી બીમારીઓ થી બચવામાં મદદરૂપ થાય છે.

ડોડાના રેષામાં નું જ્યુશ કિડનીને તંદુરસ્ત રાખવા અને ઘણી બીમારીઓથી બચવામાં મદદરૂપ થાય છે. અમે જણાવી રહ્યા છીએ કેવી રીતે ભૂટ્ટાના રેષા નું જ્યુશ ઘરે બનાવી શકીએ અને તેનાથી અને બીજા ક્યા ક્યા ફાયદા છે.

ડોડામાં વિટામિન A ,B અને E ,મિનરલ્સ અને કેલ્શિયમ ખુબ જ માત્રામાં મળી આવે છે. ઘણા લોકો તેનાથી થતા ફાયદા જાણતા હોવાથી દરરોજના તેમના ડાયટમાં તેને સામેલ કરે છે. હમણાં જ થયેલ સંશોધન માં એક વાત સામે આવી છે કે ડોડા ના વાળ માં પોષક તત્વ હોય છે અને તે બીમારીઓનો સામનો કરવામાં મદદ કરે છે.

બનાવવાની રીત :

એક ગ્લાસ પાણીમાં ડોડાના રેશા નાખીને 15 મિનિટ ઉકાળો . પાણી હુંફાળું થાય ત્યારે તેમાં એક ચપટી કાળું મીઠું અને લીંબુ નીચોવી ને પીઓ.

કાચના વાસણમાં ચોખ્ખા પાણીમાં ડોડાના રેશા નાખીને તડકામાં રાખી દો.સાંજે 1 ગ્લાસ આ પાણીમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.

આપણામાંથી ઘણા લોકો ભુટ્ટા ખાતા હશે અને તે કુદરતી વાત છે કે મકાઈના ભુટ્ટાના વાળ (Corn Silk) આપણે કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ મકાઈના ડોડા ના વાળ કોઈ ફેંકવાની ચીજ નથી. તેમાં ઘણા વિશેષ ફાયદા છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ

આજે અમે તમને મકાઈના ભૂટ્ટાના વાળ ના થોડા વિશેષ ફાયદાઓ વિષે જણાવીશું. જે સાંભળ્યા પછી તમે ક્યારેય મકાઈના ડોડાના વાળ કચરા પેટીમાં ફેંકશો નહિ પણ સભાળી ને રાખશો કેમ કે તે તમને ઘણું હેલ્થ બેનીફીટ અર્પણ કરે છે.

ભૂટ્ટાના રૅશાના હેલ્થ બેનિફિટ

1. તે શરીરમાંથી કચરો કાઢીને કિડનીને સ્વસ્થ રાખે છે. કિડનીને પથરી ના ભયથી બચાવે છે.

2. ડોડાના રેશમા થી બનાવેલ જ્યુસ બર્નિંગ પ્રોસેસને ઝડપી કરે છે. તેનેથી મોટાપાથી બચી શકાય છે.

3. તે લોહીની નળીઓમાં કોલેસ્ટ્રોન જમા થવાથી બચાવે છે.વધેલું કોલેસ્ટોન કંટ્રોલ કરે છે.

4. તે લોહીમાં સુગર લેવલ મેન્ટેન કરે છે. તેના કારણે ડાયાબીટીઝ થી બચી શકાય છે.

5. તે ડ્રિન્ક સુગર અને કોલેસ્ટ્રોલ નાં લેવલ ને કંટ્રોલ કરે છે. તેનાથી હાર્ટએટેક ની તકલીફથી બચી શકાય છે.

6. ડોડાના રેશા અને જ્યુસમાં રહેલ ફાઈબર ડાયજેશન બરોબર રાખે છે. પેટની બીમારીઓથી બચાવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.