આ દેવો નું ફળ ડાયાબીટીસ, કીડની, પાચન, પૌરુષત્વ, પ્રજનન ક્ષમતા જેવા ઘણા રોગોમાં ચમત્કારિક ફાયદા છે

મખાના ખાવાથી ડાયાબીટીસ, કીડની, પાચન, પૌરુષત્વની નબળાઈ, પ્રજનન ક્ષમતા સહિત ઘણા રોગોમાં ચમત્કારિક ફાયદા છે.

મખાના કેવી રીતે બનાવવામાં આવે છે, મખાનાના ફાયદા

મખાના જોવામાં તો ગોળમટોળ સુકા જેવા લાગે છે પણ તે ઘણા ઔષધીય ગુણોથી ભરેલા હોય છે. આપણા સવાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. મખાનાનો ઉપયોગ આપણે ભોજનમાં પણ કરી શકીએ છીએ. મખાનામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ખુબ જ પ્રમાણમાં મળી આવે છે. મખાનાથી બનેલી ખીર ખુબ સ્વાદિષ્ઠ હોય છે. શાકભાજી અને ભજીયામાં પણ નાખવામાં આવે છે. મખાના ખાવાથી શરીરના ઘણા રોગોમાંથી છુટકારો મળે છે.

મખાનાના ફાયદા

મખાના આપણે ખાઈએ છીએ ઉપવાસમાં. ખીરના સ્વરૂપમાં કે મીઠાવાળા શેકીને, મખાના કમળના બીજ નથી હોતા, તેની જુદી જ જાત છે, તે પણ તળાવમાં જ ઉગે છે પણ તેના છોડ ખુબ જ કાંટાવાળા હોય છે, એટલા કાંટાળા કે જેમાં મખાનાના છોડ હોય છે તે તળાવમાં કોઈ જનાવર પણ પાણી પીવા માટે જતું નથી. તેની ખેતી બિહારના મિથિલાંચલમાં થાય છે મખાનાને દેવતાઓનું ભોજન કહેવામાં આવે છે. ઉપવાસમાં તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે.

પૂજા અને હવનમાં તે કામમાં આવે છે. તેને કુદરતી હર્બલ પણ કહે છે. કેમ કે તે કોઈ રાસાયણિક ખાતર કે કીટનાશક દવાયો નાં છંટકાવ વિના ઉગાડવામાં આવે છે. એટલે કે આ વધુ હેલ્ધી જ છે.

ખાસ કરીને શક્તિ માટેની દવાઓ મખાના માંથી બનાવવામાં આવે છે. માત્ર મખાના નો જ દવા તરીકે ઉપયોગ નથી કરવામાં આવતો. માટે તેને સહયોગી ઔષધી પણ કહે છે.

ઔષધીય ગુણોને લઈને અમેરિકન હર્બલ ફૂડ પ્રોડક્ટ એસોસિએશન દ્વારા તેને ક્લાસ વન ફૂડ નો દરજ્જો આપવામાં આવેલ છે. જે જીર્ણ અતિસાર, ગ્લુકોરીયા, શુક્રાણુંઓનું ઉણપ વગેરેમાં ઉપયોગી છે. તેમાં એન્ટી-ઓક્સીડેંટ હોવાથી શ્વસન તંત્ર, મૂત્ર-જનનતંત્રમાં લાભદાયક છે. તે બ્લડ પ્રેશર અને કમર અને ગોઠણના દુઃખાવાને નિયંત્રિત કરે છે. તેના બીજ માં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વસા, કેલ્શિયમ અને ફોસ્ફરસના વધુ કેરોટીન, લોહ, નિકોટીનીક અમ્લ અને વિટામીન ‘બી-1’ પણ મળી આવે છે.

મખાનામાં 9.7% સરળતાથી પચનારૂ પ્રોટીન, 76% કાર્બોહાઈડ્રેટ, 12.8% નમી, 0.1% વસા, 0.5% ખનીજ લવણ, 0.9% ફોસ્ફરસ અને પ્રતિ 100 ગ્રામ 1.4 મી.ગ્રા. લોહ તત્વ રહેલા હોય છે.

મખાના બનાવવાની રીત :

* મખાનાના ક્ષુપ કમળ જેવા હોય છે અને તે પાણી વાળા તળાવ અને સરોવરોમાં મળી આવે છે. મખાના ની ખેતી માટે તાપમાન 20 થી 25 ડીગ્રી સે. તથા જરૂરી ફળદ્રુપતા 50 થી 90 ટકા હોવી જોઈએ.

* મખાનાની ખેતી માટે તળાવ જોઈએ જેમાં 2 થી અઢી ફૂટ પાણી રહે. તેની ખેતીમાં કોઈપણ પ્રકારના ખાતરનો ઉપયોગ જરૂરી નથી. ખેતી માટે બી ને પાણીના નીચાણ વાળા ભાગ ના એક થી દોઢ મીટર ના અંતરે નાખવામાં આવે છે. એક હેક્ટર તળાવમાં 80 કિલો બીજ વાવવામાં આવે છે.

* વાવણીનો મહિનો ડીસેમ્બર થી જાન્યુઆરી ની વચ્ચેનો હોય છે. વાવણી પછી છોડને પાણીમાં જ અંકુર અને વિકાસ થાય છે. તેના પાંદડા ના દાંડલા અને ફળો સુધી ઉપર નાના નાના કાંટા હોય છે. તેના પાંદડા મોટા અને ગોળ હોય છે અને લીલી પ્લેટની જેમ પાણી ઉપર તરતા રહે છે.

* એપ્રિલના મહિનામાં છોડમાં ફૂલ આવવા શરુ થઇ જાય છે. ફૂલ બહાર વાદળી, અને અંદરથી જાંબુડા કે લાલ અને કમળ જેવા લાગે છે. ફૂલ છોડપર થોડા દિવસો સુધી રહે છે.

* ફૂલ પછી કાંટાદાર સ્પંજી ફળ આવે છે. જેમાં બીજ હોય છે. આ ફળ અને બીજ બન્ને જ ખાવા માટે ઉત્તમ છે. ફળ ગોળ-અંડાકાર, નારંગી જેવા હોય છે અને તેમાં 8 થી 20 સુધીની સંખ્યામાં કમલગોટામાં મળીને ઝૂલતા કાળા રંગના બીજ લાગે છે. ફળોનો આકાર વટાણા ના દાણા ની બરોબર તથા બહારનું આવરણ કડક હોય છે. જુન જુલાઈ મહિનામાં ફળ 1-2 દિવસ સુધી પાણીની સપાટી ઉપર તરે છે. પછી તે પાણીની સપાટીથી નીચે ડૂબી જાય છે. નીચે ડૂબેલા હોય તેના કાંટા ઓગળી જાય છે અને સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં તે ત્યાંથી ભેગા કરી લેવામાં આવે છે.
બીજ માંથી મખાના કેવી રીતે બને છે?

* ફળમાંથી બીજ ને કાઢી લેવામાં આવે છે. તડકામાં તે બીજ ને સૂકવવામાં આવે છે. સુકાયેલા બીજ ને લોઢાની કડાઈમાં શેકવામાં આવે છે. શેકવાથી બી ની ભીનાશ વરાળમાં બદલાઈ જાય છે અને તે શેકેલા બીજ ને કડક જગ્યા ઉપર રાખીને લાકડાથી કે હથોડીથી પીટવામાં આવે છે તો ગરમ બીજ નો ભાગ ફૂલી ને ફાટી જાય છે અને હવે બીજ ફાટીને મખાના બની જાય છે. તેને રગડીને સાફ કરવામાં આવે છે અને પ્લાસ્ટીકમાં પેક કરી દેવામાં આવે છે.
મખાના ના આયુર્વેદિક ગુણ

* પાચનમાં સુધારો કરે : મખાના એક એન્ટી-ઓક્સીડેંટ થી ભરપુર હોવાને લીધે, બધી ઉંમરના લોકો દ્વારા સરળતાથી પચાવી શકાય છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ તેને સરળતા થી પચાવી શકે છે. તેનું પાચન સરળ છે માટે જ તેને સુપાચ્ય કહી શકાય છે. તે ઉપરાંત ફૂલ મખાનામાં એસ્ટરીજન ગુણ પણ હોય છે જેનાથી તે દસ્તમાં રાહત આપે છે અને ભૂખમાં સુધારો કરવામાં મદદ કરે છે.

* એન્ટી-એજિંગ ગુણોથી ભરપુર : મખાના ઉંમરની અસરમાં પણ ઉપયોગી થાય છે. તે નટ્સ એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપુર હોવાને લીધે ઉમર ને રોકવા ની સીસ્ટમ તરીકે કામ કરે છે અને તમને ખુબ લાંબા સમય સુધી યુવાન બનાવે છે. મખાના પ્રીમેચ્યોર એજિંગ, પ્રીમેચ્યુર વાઈટ હેયર, ઝુરીયા અને એજિંગના બીજા લક્ષણોનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે.

* ડાયાબીટીસ રોગીઓ માટે ફાયદાકારક :ડાયાબીટીસ ચયાપચય વિકાર છે, જે ઉચું સાકર નું સ્તરની સાથે હોય છે. તેનાથી ઇન્સુલીન હાર્મોનનો સ્ત્રાવ કરનાર અગ્નાશયના કાર્યમાં વિઘ્ન ઉભો થાય છે. પણ મખાના ગળ્યા અને ખાટ્ટા બીજ હોય છે. અને તેના બીજ માં સ્ટાર્ચ અને પ્રોટીન હોવાને લીધે તે ડાયાબીટીસ માટે ખુબ સારું હોય છે.

* કીડનીને મજબુત બનાવે : મખાનાના સેવાળ કીડની અને હ્રદય માટે ફાયદાકારક છે. ફૂલ મખાનામાં મીઠું ઓછું હોવાને લીધે તે સ્પ્લીનને ડીટોકસીફાઈ કરીને, કીડનીને મજબુત બનાવવા અને લોહીને પોષણ કરવામાં મદદ કરે છે. સાથે જ મખાના નું નિયમિત સેવન કેવાથી શરીરમાં નબળાઈ દુર થાય છે અને આપણું શરીર તંદુરસ્ત રહે છે.

* દુઃખાવાથી છુટકારો આપાવે : મખાના કેલ્શિયમથી ભરપુર હોય છે માટે સાંધાના દુઃખાવા, ખાસ કરીને આર્થરાઈટીસના દર્દીઓ માટે તેનું સેવન ખુબ ફાયદાકારક હોય છે. સાથે જ તેના સેવન થી શરીરના કોપણ અંગમાં થઇ રહેલા દુઃખાવા જેમ કે કમરનો દુઃખાવો અને ગોઠણનો દુઃખાવાથી સરળતાથી રાહત મળે છે.

* ઊંઘ આવવાની તકલીફમાંથી છુટકારો : મખાનાના સેવનથી તનાવ ઓછો થાય છે અને ઊંઘ સારી આવે છે. રાત્રે સુતી વખતે દૂધ સાથે મખાનાનું સેવન કરવાથી ઊંઘ ન આવવાની તકલીફ દુર થઇ જાય છે.

* નબળાઈ દુર કરવી : મખાના નો નિયમિત સેવન કરવાથી શરીરની નબળાઈ દુર થઇ જાય છે અને આપણું શરીર તંદુરસ્ત રહે છે, મખાનામાં રહેલા પ્રોટીનના લીધે તે મસલ્સ બનાવવામાં અને ફીટ રાખવામાં મદદ કરે છે.

* મખાના શરીરના અંગ સુન્ન થવાથી બચાવે છે તથા ગોઠણ અને કમરના દુઃખાવો ઉભો થવાથી રોકે છે.

* પ્રેગ્નેટ મહિલા અને પ્રેગ્નેસી પછી નબળાઈ અનુભવ કરનાર મહિલાઓને મખાના ખાવા જોઈએ.

* મખાનાના સેવનથી શરીરમાં કોઈ પણ અંગમાં થઇ રહેલ દુઃખાવામાં રાહત મળે છે.

* મખાનાના સેવન કરવાથી શરીરમાં થઇ રહેલી બળતરામાંથી પણ રાહત અમલે છે.

* મખાનાને દુધમાં ભેળવીને ખાવાથી પેટ ની બળતરા માં આરામ મળે છે. 3 મખાનાના સેવનથી નબળાઈ દુર થાય છે અને શરીર તંદુરસ્ત બને છે.

* વીર્યની ઉણપ અને પોરુંષત્વ નબળાઈ, શુક્રમેહમાં તેને હલવા સાથે ખાવા જોઈએ.

લોટ, ઘી, ખાંડના હલવામાં મખાના નાખીને ખાવાથી ગર્ભાશયની નબળાઈ અને પ્રદરની તકલીફ દુર થાય છે.