કુકરની દાળ અને માટીની હાંડલીની દાળનો દિલ્હીની લેબમાં ટેસ્ટ ! આંકડા તમને વિચારતા કરશે.

આજના સમયમાં તમે જે ખાઈ રહ્યા છો, તે તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે તેની કોઈ ગેરંટી નથી અને ન કોઈ લીલા શકભાજી ની કોઈ ગેરંટી. ચોખ્ખી વાત છે કે વિજ્ઞાનના આ જમાનામાં સ્વાસ્થ્યની કોઈ કિંમત નથી. જો કે આપણે ખાવાનું એટલા માટે ખાઈએ છીએ કે આપણા શરીરને જરૂરી પોષક તત્વો મળી શકે. આપણા ખાવામાં મિનરલ્સ, વિટામિન્સ અને પ્રોટીન રહેલા હોય છે પણ શું તમે જાણો છો કે ગુણ વધારવા ઘટાડવામાં ક્યાં વાસણમાં બનાવો છો તે મહત્વનું હોય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ જોવામાં આવે તો આજે પણ માટીના હાંડલી માં ખાવાનું બનાવવું પ્રેશર કુકર ની ગણતરીમાં અનેક ગણું ફાયદાકારક હોય છે. માટીના વાસણમાં ખાવાનું બનાવવાથી દરેક બીમારીઓને દુર રાખી શકીએ છીએ.

હજારો વર્ષોથી આપણે ત્યાં માટીના વાસણનો ઉપયોગ થતો આવ્યો છે. હમણાં થોડા વર્ષો પહેલા સુધી ગામમાં લગ્નોમાં તો માટીના વાસણ જ ઉપયોગમાં આવતા હતા. ઘરમાં દાળ બનાવવી, દૂધ ગરમ કરવું, દહીં જમાવવું, ચોખા રાંધવા અને અથાણું રાખવા માટે માટીના વાસણોનો ઉપયોગ થતો રહ્યો છે. માટીના વાસણમાં જે ભોજન પાકે છે તેમાં શુક્ષ્મ પોષક તત્વો (Micronutrients) ની ઉણપ નથી હોતી જયારે પ્રેશર કુકર કે અન્ય વાસણમાં પકાવવાથી શુક્ષ્મ પોષક તત્વો ઓછા થઇ જાય છે જેનાથી આપણા ભોજનની પોષ્ટિકતા ઓછી થઇ જાય છે. ખાવાનું ધીમે ધીમે પકાવવું જોઈએ ત્યારે તે પોષ્ટિક અને સ્વાદિષ્ઠ બનશે અને તેના શુક્ષ્મ પોષક તત્વો જળવાયેલા રહેશે.

આયુર્વેદ મુજબ ખાવાનું પકાવતી વખતે તેને હવાનો સ્પર્શ મળવો ખુબ જરૂરી હોય છે. પણ પ્રેશર કુકરની વરાળથી ખાવાનું પાકતું નથી પણ ઉકળે છે. ખાવાનું ધીમે ધીમે પાકવું જોઈએ. માટીના વાસણમાં ખાવાનું થોડું ધીમું બને છે પણ આરોગ્યને પૂરો ફાયદો મળે છે. માણસ ના શરીરમાં રોજ ૧૮ જાતના શુક્ષ્મ પોષક તત્વ મળવા જોઈએ. જે માત્ર માટીમાંથી જ આવે છે. કેલ્શિયમ, સલ્ફર, આયરન, સીલીકોન, કોબાલ્ટ. માટીના આ ગુણો અને પવિત્રતા ને લીધે આપણે ત્યાં પુરીના મંદિરો (ઓરિસા) સિવાય ઘણા મંદિરોમાં આજે પણ માટીના વાસણમાં પ્રસાદ બને છે.

અને ભગવાનને ભોગ ચડાવવામાં આવે છે. આમ તો ભગવાન શ્રીકૃષ્ણ ને માટીની મટકી ખુબ ગમે છે. તેના વિષે ઘણા પ્રકારની સાબિતી આજે પણ જોવા મળે છે. અને હવે તો વિજ્ઞાનિકોએ પણ તે વાતને પ્રમાણિત કરેલ છે કે માટીના વાસણો માં રાંધેલું ભોજન જ ઉત્તમ હોય છે. તે બાબતે સ્વદેશી ઉપર કામ કરી ચુકેલા રાજીવ દીક્ષિતે એક વ્યાખ્યાનમાં જણાવ્યું છે કે જયારે તેઓ એક વાર જગન્નાથ પૂરી ગયા હતા તમે પણ ગયા હશો, તો ત્યાં ભગવાનનો પ્રસાદ બનાવે છે, તો પ્રેશર કુકરમાં નથી બનાવતા, તમે જાણો છો. તેઓ ધારે તો પ્રેશર કુકર રાખી શકે છે કેમ કે જગન્નાથ પૂરી ના મંદિર પાસે કરોડો રૂપિયાની મિલકત છે. રાજીવ દીક્ષિતે મંદિરના મહંત ને પૂછ્યું કે આ ભગવાનનો પ્રશાદ, ભલે ત્યાં દાળ અને ચોખા મળે છે પ્રશાદના રૂપમાં, તે માટીના હાંડલામાં કેમ બનાવો છો?

તમારામાંથી જે પણ જગન્નાથ પૂરી ગયા હશો, તમે જાણો જ છો કે ત્યાં માટીના હાંડલા માં દાળ બને છે અને માટીના હાંડલામાં ભાત બને છે કે ખીચડી મળે છે. જે પણ મળે છે પ્રસાદ ના રૂપે , તો તેમણે એક જ વાક્યમાં કહ્યું, માટી પવિત્ર હોય છે. તો ઠીક છે, પવિત્ર હોય છે તે આપણે સૌ જાણીએ છીએ, પણ તે નથી કહી શક્યા મહંત તે હું તમને કહેવા જઈ રહ્યો છું કે માટી ન માત્ર પવિત્ર છે, પણ માટી સૌથી વધુ વેજ્ઞાનિક હોય છે. કેમ કે આપણું શરીર માટીથી બનેલું છે, માટીમાં જે પણ છે, તે શરીરમાં છે, અને શરીરમાં જે છે તે માટીમાં છે.

જયારે આપણે મરી જઈએ છીએ અને શરીરને સળગાવી દેવામાં આવે છે તો ૨૦ ગ્રામ માટીમાં બદલાય જાય છે આખું શરીર, ૭૦ કિલો નું શરીર, ૮૦ કિલોનું શરીર માત્ર ૨૦ ગ્રામ માટીમાં બદલાય જાય છે જેને રાખ કહીએ છીએ. અને આ રાખનું રાજીવ દીક્ષિતે વિશ્લેષણ કરાવ્યું, એક લેબોરેટરીમાં તો તેમાંથી કેલ્શિયમ નીકળે છે, ફોસ્ફરસ નીકળે છે, આયરન નીકળે છે, જીંક નીકળે છે, સલ્ફર નીકળે છે, ૧૮ માઈક્રો ન્યુટ્રીએન્ટ્રસ નીકળે છે, મરી ગયલા માણસની રાખમાં. આ બધું તે માઈક્રો ન્યુટ્રીએન્ટ્રસ છે જે માટીમાં છે. આ ૧૮ માઈક્રો ન્યુટ્રીએન્ટ્રસથી માટી બને છે. આ ૧૮ માઈક્રો ન્યુટ્રીએન્ટ્રસ શરીરમાં છે, જે માટીમાં બદલી જાય છે, જે મહંતનું કહેવું છે કે માટી પવિત્ર છે તે, વેજ્ઞાનિક સ્ટેટમેન્ટ છે, બસ આટલું જ છે કે તે તેને સ્વીકારી નથી શકતા.

સ્વીકાર કેમ નથી કરી શકતા ? આધુનિક વિજ્ઞાને તેને નથી ભણ્યા કે તેમણે ખબર નથી. આધુનિક વૈજ્ઞાનને પરિણામ ખબર છે, પવિત્રતા ! પરિણામની તેમણે ખબર છે વિશ્લેષણની ખબર નથી. તે આપણી જેવા મૂર્ખાઓને ખબર છે, હું મને તે મહંત ની તુલનામાં મુર્ખ માનું છું. કેમ કે રાજીવને વિશ્લેષણ કરતા ત્રણ મહિના લાગ્યા, તે વાત ત્રણ મીનીટમાં સમજાવી દીધું કે માટી પવિત્ર છે. તો આ માટીની જે પવિત્રતા છે, તેની જે માઈક્રો ન્યુટ્રીએન્ટસ ની કેપેસીટી કે કેપેબીલીટી છે, તેમાંથી આવી છે, તો માટીમાં દાળ આવી છે, દાળ તમે પકાવી છે, તો તે મહંત કહે છે કે માટી પવિત્ર છે માટે આપણે માટીના વાસણમાં દાળ ખાઈએ છીએ, ભગવાન ને પવિત્ર વસ્તુ જ આપીએ છીએ. અપવિત્ર વસ્તુ ભગવાનને નથી આપી શકતા.

રાજીવ દીક્ષિત તે દાળ લઇ આવ્યા , અને ભુવનેશ્વર લઈને ગયા, પુરીથી ભુવનેશ્વર. ભુવનેશ્વરમાં એક લેબોરેટરી છે. કોસિલ ઓફ સાઈન્સ ઇન્ડસ્ટ્રીયલ સંશોધન ની લેબોરેટરી છે, જેને રીજનલ રીસર્ચ લેબોરેટરી કહે છે. તો ત્યાં લઇ ગયા, તો અમુક વેજ્ઞાનિકો ને કહ્યું કે આ દાળ છે, તો તેમણે કહ્યું કે હા હા આ પુરેપુરી દાળ છે, રાજીવ દીક્ષિતે કહ્યું કે તેનું વિશ્લેષણ કરાવવાનું છે કે દાળમાં શું છે ? તો તેમણે કહ્યું કે મિત્ર તે અઘરું કામ છે, ૬-૮ મહિના લાગશે રાજીવે કહ્યું ઠીક છે પછી તો તેમણે કહ્યું કે અમારી પાસે પુરા સાધનો નથી , જે જે જોઈએ તે નથી, તમે દિલ્હી લઇ જાવ તો ઠીક રહેશે. તો મેં કહ્યું દિલ્હી લઇ જઈએ તો બગડી નહી જાયને? નહી બગડે કેમ કે માટીમાં બનેલી છે. તો પહેલી વાર મને સમજાયું કે માટીમાં બનેલી છે માટે બગડશે નહી.

રાજીવભાઈ તે દાળ દિલ્હી લઇ ગયા. અને ભુવનેશ્વરથી દિલ્હી જવા તમે જાણો છો, લગભગ ૩૬ કલાકથી વધુ થાય છે. દિલ્હીમાં આપ્યું, અમુક વેજ્ઞાનિકોએ તની ઉપર કામ કર્યું, તેનું જે પરિણામ છે, જે સંશોધન છે, જે રીપોર્ટ છે, તે એ છે કે તે દાળમાં એક પણ માઈક્રો ન્યુટ્રીએન્ટસ ઓછું નથી થયું, પકવ્યા પછી પણ, પછી મેં તે વિજ્ઞાનિકોને કહ્યું કે ભાઈ પ્રેશરની દાળને પણ થોડી જોઈ લો તો તેમણે કહ્યું કે ઠીક છે, તે પણ જોઈ લઈએ છીએ.

પ્રેશર કુકરની દાળનું જયારે તેમણે સંશોધન કર્યું. તો તમણે કહ્યું કે, તેમાં માઈક્રો ન્યુટ્રીએન્ટસખુબ ઓછા છે, મેં કહ્યું ટકાવારી જણાવી દો, તો તેમણે કહ્યું કે, જો અડદની દાળ ને માટીની હાંડલીમાં પકાવો અને ૧૦૦ ટકા માઈક્રો ન્યુટ્રીએન્ટસ છે, તો કુકરમાં પકાવવાથી ૧૩ ટકા જ બચે છે, ૮૭ ટકા નાશ પામે છે. મેં પૂછ્યું કેવી રીતે નાશ પામ્યા, તો તેમણે કહ્યું કે આ જે પ્રેશર પડ્યું છે ઉપરથી, અને તેણે દાળને પાકવા નથી દીધી, તોડી નાખી, મોલેક્યુલેર્સ તૂટી ગયા છે, જેથી દાળ નીખેરાય ગઈ છે. પાકી નથી, વિખેરાય ગઈ છે, સોફ્ટ થઇ ગઈ છે.

તો ખાવામાં આપણને એવું લાગે છે કે તે પાકી ગયેલી ખાઈ રહ્યા છીએ, પણ હકીકતમાં તે નથી. અને પાકી હોય તો એવું થાય કે , માઈક્રો ન્યુટ્રીએન્ટસ તમને કાચા સ્વરૂપમાં શરીરને ઉપયોગમાં નથી આવતા, તેને તમે ઉપયોગી બનાવી દો, તેને પાકેલ કહે છે, આયુર્વેદમાં.

જે શુક્ષ્મ પોષક દ્રવ્ય કાચી અડદની દાળ ખાવાથી શરીરમાં ઉપયોગમાં નહી લાગે, જેને ઉપયોગમાં આવવા લાયક બનાવી તેને પકાવી તેવું કહેવામાં આવે છે કે કહેશો. તો તેમણે કહ્યું કે આ માટીની હાંડલી વળી દાળ ગુણવત્તામાં ખુબ જ ઉંચી છે નહી કે તમારા પ્રેશર કુકરની, અને બીજી વાત તો તમે બધા જાણો છો, મારે ફક્ત રીપીટ જ કરવાની છે, કે માટીની હાંડલીમાં બનાવેલ દાળ ને ખાઈ લો, તો તે જે સ્વાદ છે તે જીવનભર ભૂલશો નહી તમે. તેનો અર્થ શું છે? ભારતમાં ચિકિત્સા નો અને રસોઈ બનાવવા ની કળા નો વિજ્ઞાનિક રીત થી વિકાસ થયો છે, જ્યાં ક્વોલેટી પણ મેન્ટેન રહેશે અને સ્વાદ પણ મેન્ટેન રહેશે. તો માટીની હાંડલી માં બનાવેલ દાળ ખાવ તો સ્વાદ ખુબ સારો છે, અને શરીરને પોષણ આપે તે મોટું છે, કે દાળ ને સાચા અર્થમાં ખાવાનો અર્થ તેમાં છે.

જયારે ગામે ગામ ફરીએ છીએ તો પૂછવાનું શરુ કર્યું, તો લોકો કહે છે કે વધુ નહી ૩૦૦-૪૦૦ વર્ષ પહેલા બધા ઘરમાં માટીની હાંડલીમાં જ દાળ બનતી હતી. રાજીવજીએ તેમના દાદીને પૂછ્યું તો કહે છે કે, અમે અમારા આખા જીવનભર માટીની હાંડલીની દાળ ખાતા હતા ત્યારે મને સમજાયું કે તેમને ક્યારેય ગોઠણનો દુખાવો કેમ નથી થયો? ત્યારે મને સમજાયું કે તેમના ૩૨ દાંત મરતા સુધી સારા હતા, કેમ કે અમે તેમનો અંતિમ સંસ્કાર કરેલો, પછીના દિવસે જયારે રાખ જ લેવા ગયા તો તેમના બધા જ ૩૨ સે ૩૨ દાંત જ નીકળ્યા. ત્યારે મને સમજાયું કે ૯૪ માં વર્ષની ઉંમર સુધી મરતા સમય સુધી આંખો પર ચશ્માં કેમ નથી પહેર્યા. અને જીવનના છેલ્લા દિવસ સુધી જાતે પોતાના કપડા પોતાના હાથે ધોતા જ મર્યા.

તે કારણ છે શરીરને જરૂરી માઈક્રો ન્યુટ્રીએન્ટસ ની પૂર્તિ જો નિયમિત રીતે થતી રહે તો તમારું શરીર વધુ દિવસો સુધી, કોઈની મદદ લીધા સિવાય, કામ કરતું રહે છે. તો માઈક્રો ન્યુટ્રીએન્ટસ નું આખી સપ્લાય મળી દાળ માંથી, તે ખાધી હતી તેમણે માટીની હાંડલીના પકાવી પકવીને, અને ન માત્ર દાળ જ પકવતા હતા માટીની હાંડલીમાં, ઘી પણ માટીની હાંડલીમાંથી જ નીકળતું હતું, દહીંની મટકી પણ માટીની હાંડલીમાંજ બનતું હતું. હવે મને સમજાયું કે, ૧૦૦૦ વર્ષોથી માટીના જ વાસણ કેમ આ દેશમાં આવ્યા?

આપણે પણ એલ્યુમીનીયમ બનાવી શકતા હતા જુઓ વાત હું તમને કહેવા જઈ રહ્યો છું કે હિન્દુસ્તાન ૨૦૦૦ વર્ષ પહેલા ૫૦૦૦ વર્ષ પહેલા એલ્યુમીનીયમ બનાવી શકતા હતા કેમ કે એલ્યુમીનીયમનું રો મટીરીયલ આ દેશમાં ખુબ જ પ્રમાણમાં છે. બોકસાઇટ. હિન્દુસ્તાનમાં બોકસાઇટ મોટા પ્રમાણમાં ભરેલા પડ્યા છે.

કર્નાટક માં મોટો જથ્થો તમિલનાડુ આંધ્ર પ્રદેશ બોકસાઇટના મોટા ભંડાર છે આપણે પણ બનાવી શકીએ છીએ જો બોકસાઇટ છે તો એલ્યુમીનીયમ બનાવવું કોઈ મુશ્કેલ કામ નથી પરંતુ આપણે ન બનાવ્યું કેમ કે જરૂર જ ન હતી આપણે જરૂર હતી માટી ની હાંડલી ની એટલા માટે આપણે માટીની હાંડલી બનાવી. અને તેનો ઉપયોગ કર્યો.

માટી નાં વાસણો ખરીદવા શહેર માં તપાસ કરો કે પછી ઓનલાઈન પણ ઘણા વેચે છે જેમાં મીટ્ટી કુલ કરી ને પણ એક અલગ થી સાઈટ છે અને બીજા ઘણા ગુગલ માં મળી રહેશે.